SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪: ભેઘા પાષાણ, ખેલ્યા દ્વાર કદાચ તમારા મનમાં આશંકા જન્મતી હશે કે, સમજવા લાયક સમજ્યા પછી પણ કરવાનું છે તે બની શકતું નથી અને જે છોડવાનું છે તે છુટતું નથી અને મહારાજ ! તમે તે કહો છો કે યથાર્થ સમજણ પિતાની મેળે જ કરવા લાયક કરાવી લે છે અને ન કરવા લાયકના પ્રતિરોધ માટે કશું જ કરવું પડતું નથી, તે એને અર્થ શું? તે એને સ્પષ્ટ અર્થ એક જ થશે કે, યા તો હું જે કહું છું તે કથન યાચિત નથી અથવા જેને તમે સમજણ માને છે તે સમજણ વાસ્તવિક નથી. આ વસ્તુસ્થિતિને સમીચીન રીતે સમજવા માટે ઊંડાણમાં ઉતરવું જોઈશે. સર્વ પ્રથમ સમજવાની વાત એ છે કે જે ગલત છે, જે ખેટું છે તેના તરફ માણસ સમજતો હોવા છતાં શા માટે ઘસડાઈ જાય છે? ગીતામાં આ સંબંધે અને શ્રીકૃષ્ણને પ્રશ્ન પણ પૂછે છે? अथ केन प्रयुक्तोऽयम् पाप चरति पूरुषः । अनिच्छन्नपि बाणेय बलादिव नियोजितः ॥ હે કણ ! આ માર્ગે જવા જેવું નથી એ સત્ય બરાબર જાણતે છતાં આ પુરુષ પરાણે જેડા હોય તેમ, પિતે ન ઈચ્છતે છતાં કેનાથી પ્રેરાયેલે તે પાપ આચરે છે? શ્રીકૃણ જવાબ આપે છેઃ काम अष काध मेष रजोगुण समुद्भवः । महाशना महा-पाप्मा विद्धवेनम् अिह वैरिणम् ।। હે અર્જુન, એ ગુણથી ઉત્પન્ન થયેલ અને ભેગોથી તૃપ્ત ન થનાર તથા મહાપાપી કામ (વાસના) છે. એ જ ક્રોધ છે. એને જ આ કલ્યાણમાર્ગમાં વૈરી જાણ. રજોગુણના કારણે આ વાસનાઓ છે અને આ વાસનાઓ જ કામ કોધમાં રૂપાંતરિત થઈ માણસને પિતાના પાશમાંથી મુક્ત થવા દેતી નથી. આ વાસના બહુ ખાઉધરી છે, મહા પાપી છે. એને પિતાના દુશમનરૂપે બરાબર ઓળખ. ગીતામાં અર્જુનને થએલી શંકાનું સમાધાન કરતાં કૃષ્ણ પણ એ જ જણાવે છે. પાપને માર્ગ ભારે લપસણ છે. ગમે તેટલી કાળજી રાખવામાં આવે તે પણ માણસ લપસી જ જાય છે. આ એક મેટી કમનસીબી છે અને તેનું કારણ એ છે કે–પ્રતિં યાનિત મૂતાનિ નિ: હિં करिष्यति અનાદિકાલીન તીવ્રતમ સંસ્કારનાં ફળ સ્વરૂપે પ્રાણીઓએ વિભાવને સ્વભાવ બનાવી લીધેલ છે. આ વિભાવ જીવને કઠે એવે તે પડી ગયે છે કે, જાણે તેને સ્વભાવ જ હોય એમ તેનાથી તે વિલગ થવા માંગતા નથી. વિભાવને સ્વભાવ માની, વિભાવના ચકડેળે આંટા ફેરા એટલે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy