SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ : ઘા પાષાણ, છેલ્યાં દ્વાર ભાવ તરફ વળે છે. આ સનાતન દિવસ અખિલ માનવ સમાજ માટે પરમ સુખ અને આનંદને છે. મનુ. ને જ્યારે પુણ્યના સાનુકૂળ સંગો હોય ત્યારે જ તન, મન, ધન તેમજ સર્વ સુષ્યતન સાધને મળે છે. પરંતુ આ આત્માએ ભૂતકાળમાં ન કરવાનાં કામો કર્યા હોય, ન બલવાના બોલ બોલ્યા હોય, અને તેને લઈને જે કઈ કિલષ્ટ કર્મો બાંધ્યાં હોય, તેને છોડવાને તેમજ તેમાંથી નિષ્કલંક અને નિષ્પાપ થઈ જવા માટે આ દિવસ છે. આ દિવસ જેવી સોનેરી તક ભયે જ સાંપડવાની. માટે અભિમાનને મનમાંથી કાઢી નાખી, સરળતાથી પિતાની જાતને તપાસ અને કરેલાં પાપોને હાર્દિક પશ્ચાત્તાપ કરજો. હાવીર પિતે નિગ્રંથ હતા. તેની આજ્ઞામાં વિચરતા સાધુ સાધ્વીઓ પણ નિગ્રંથ છે. નિગ્રંથ શબ્દને ભારે મીઠે અર્થ છે. જેનામાં કશી જ ગાંઠ ન રહી હોય તે નિગ્રંથ છે. રાગદ્વેષની ગ્રંથિને અરણ કાઢવા માટેની સાધનામાં જે તત્પર છે અને આરંભ પરિગ્રહની ગ્રંથિથી જે સદંતર મુક્ત ગયે છે તે જ નિગ્રંથ થઈ શકે છે. મહાવીરના શાસનમાં પરિગ્રહ કે પૈસાને કશું જ સ્થાન નથી. પરિગ્રહને જે મહાવીર શાસનમાં પુણ્યની કે ધર્મની નિશાની માનવામાં આવી હતી તે ભગવાન મહાવીર પિતે રાજ્યવૈભવ ત્યાગ કરી, દિગંબર સ્વરૂપે નિર્ચથ થઈ, કરપાત્ર બનાવી ઘેર ઘેર ભિક્ષા માગવા ચાલી ન નીકળત ! ધર્મ અને ત્યાગ કરતાં જે સંપત્તિનું મૂલ્ય વધારે વાત તે ભગવાન બુદ્ધ ભવનમાં રાજકીય સુખસાધને, યુવાન પત્ની અને નવજાત શિશુને ત્યાગ કરી, હાથમાં ભિક્ષાપાત્ર લઈને, મધ્ય રાત્રિએ ન નીકળી પડયા હોત ! ધાદ રાખજે, વાણિયા થઈને તમારા હાથથી જે મહાપાપ થઈ જાય છે તેની તમને કશી જ ખબર પડતી નથી. હાં, તમારા હાથે થતી હિંસા તમને દેખાતી નથી એટલે તમે તમારી જાતને અહિંસક માની લીધી છે. પૈસાથી તિજોરી ભરી લે છે પરંતુ તેમાં ભરેલા રૂપિયા ઉપર રા યના લોહીના ડાઘ તમને દેખાતા નથી એટલે તમે તમારા મનથી તમારી જાતને નિર્દોષ ની લે છે, પરંતુ ખરેખર તમારા રૂપિયા ભારોભાર કોઇના લેહીથી ખરડાએલા હોય છે. માત્ર લેહીના ડાઘ દેખાતા નથી એટલે તમારી દ્રષ્ટિમાં તે રૂપિયા સ્વચ્છ અને નિર્મળ જણાય છે. આ રૂપિયાએ કેટલાના ગળા કાપ્યાં? કેટલાના પ્રાણ હર્યો? આ રૂપિયા પાછળ કેટલા શૂળીએ લટક્યા? કેટલા જમીનવિહોણું થયા? કેટલા મકાન વગરના થયા? કેટલી વિધવાઓના આંસુ પડ્યાં? તેની કશી જ સ્પષ્ટ પ્રતીતિ તમને નથી; પરંતુ એ બધાં પાપ તમારી તિજોરીમાં સંઘરલા તમારા રૂપિયામાં ભર્યાં પડયાં છે. ધ્યાનમાં લેજો કે મનની શુદ્ધિ ધ્યાનથી થાય છે પરંતુ ધનની શુદ્ધિ તે દાનથી જ થશે. રૂપિયે ભારે અદ્ભુત છે ! ગમે તેટલા દેશે કે અપરાધેમાંથી તે પસાર થાય છતાં તે છૂટી ય છે અને હંમેશાં તાજે ને તાજો જ રહે છે. તે કદી વાસી થતું નથી કે બગડતે નથી. ગમે તેટલાના હાથમાંથી તે પસાર થાય, ગમે તેટલા ઉપદ્રના ઇતિહાસને તે જીવંત
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy