SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર નરક જેવી દુર્ગંધમય બની જાય છે. માણસોની સખ્યા ઘટી જાય છે. તેઓ ગંગા નદીને કાંઠે ખિલામાં રહેતા હેાય છે. તેઓ સવાર થતાં માછલાંએ પકડે છે અને તેમને રેતીમાં દાટી ઢે છે. સૂર્યના અગ્નિ જેવા તડકાથી તે માછલાં પાકી જાય છે. આ માછલાનુ ભાજન કરી, તેઓ પેાતાનાં જીવન ટકાવી રાખે છે. આવી વિષમતાભરી સ્થિતિ એક એ વરસ સુધી નહિ, પરંતુ સતત ખેતાલીસ હજાર વર્ષ સુધી ચાલે છે. કારણ અવસર્પિણી કાળને છઠ્ઠો આરો ‘દુષમ–દુપમ’–નામના હાય છે. તે વખતે હીનતમ વર્ણ, ગન્ધ, રસ અને સ્પર્શે હાય છે. આ છઠ્ઠા આરાના એકવીસ હજાર વર્ષ વીત્યા પછી ઉત્સર્પિણી કાળના પ્રારભ થાય છે. તેના પ્રથમ આ જે અવસર્પિણી કાળના છઠ્ઠો આર હતા તેના જેવાજ હાય છે. તે પ્રથમ આરાનુ નામ દુષમ-દુષમ’ હાય છે. તેની પણ સ્થિતિ એકવીસ હજાર વર્ષની કાય છે. લેકે જ્યારે આવા જીવનથી ત્રાસી જાય છે ત્યારે કુદરત સામે સારી સ્થિતિ માટેની માંગલિક ભાવના અને કામના કરે છે. તેમની એ માંગલિક ભાવના અને કામના સામુદાયિક રીતે સઘન અને પ્રગાઢ રૂપમાં સાકાર થાય છે અને પ્રકૃતિના આ અભિશાપરૂપ પ્રકોપ પરિવર્તિત થઇ જાય છે. ધરતીના જે રસકસ શોષાઇ ગયા હૈાય છે, જે નારકીય દુન્યથી ધરતી ઊભરાઈ ગઈ હાય છે, ઠેકઠેકાણે માંસ, માછલાં, અને ખાપરીએના બિભત્સ દશ્યા દેખાઇ રહ્યાં હાય છે તેમજ અશુચિ અને સાક્ષાત્ નરકના દૃશ્યા જે દૃષ્ટિગોચર થતાં હોય છે, તેમાં આશ્ચર્યજનક કુદરતી પરિવર્તન આવી જાય છે. આ પરિવર્તનના નિશ્ચિત દિવસ અષાઢી પૂર્ણિમા છે. એટલે અષાઢી પૂર્ણિમાનેા દિવસ સંક્રાન્તિ કાળના પ્રથમ ઉજ્જવલ દિવસ ગણાય છે. આપણા ચાતુર્માસના મંગલ પ્રારભના મંગલ દિવસ પણ આ જ છે. તે દિવસે બધા સતા એક સ્થાને સ્થિર થઇ જાય છે. આરાના પરિવર્તનના પણ આ જ પ્રથમ દિવસ છે. અષાઢ સુદ પૂર્ણિમાને દિવસે પ્રથમ વરસાદ થાય છે. જાણે બારે મેઘ ખાંગા થઈ વરસી રહ્યા હોય એવા પુષ્કરાવતા વરસાદને કારણે જે પૃથ્વી પૂર્વ અગ્નિ અને વિષાદિના વરસાદને કારણે પોતાની ફળદ્રુપતા ગુમાવી બેઠી હાય છે, જેની રાશક્તિ અપહૃત થઈ હાય છે, જે શસ્યશ્યામલાને ખદલે ઉજ્જડ અને ક્ષાર ભૂમિ મની ગઈ હાય છે, તે પાણીના સતત એકધારા સાત દિવસના વરસાદથી શાંત અને પ્રશાંત થઈ જાય છે. અગ્નિ આદિ વરસાદને કારણે આવેલી રૂક્ષતા ઘણાં અંશે સ્નિગ્ધતામાં ફેરવાઈ જાય છે. બીજા સાત દિવસ સુધી અનવરત ક્ષીરની ધારાના વરસાદ થાય છે. ક્ષીરની ધારાના વરસાદથી પૃથ્વીની ઉરાશક્તિ વૃદ્ધિંગત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પમાં અનેરી વૃદ્ધિ થાય છે. પાર્થિવ શક્તિ અને રસકસ વધી જવા પામે છે. ત્રીજા સાત દિવસ સુધી ઉઘાડ રહે છે. પહેલાંના ચૌદ દિવસના પાણી અને દૂધની ધારાથી એક રસ બની ગએલી પૃથ્વીમાં પાણી અને દૂધના વરસાદની યથાયાગ્ય પરિણતિ થઈ શકે તેટલા ખાતર ત્રીજા સાત દિવસ ઉઘાડના ઢાય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy