SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત્સરી:મહાપર્વ અને ક્ષમાપના : રહ્યું આયુષ્ય પ્રારંભમાં એક પલ્યનું અને ઊતરતા આરે એક કોડ પૂર્વનું હોય છે. આ આરાના પલ્યોપમને આઠમે ભાગ જ્યારે શેષ રહે છે ત્યારે પ્રથમ કુલકરને જન્મ થાય છે. તેમજ ચોર્યાસી લાખ પૂર્વ, ત્રણ વરસ અને સાડા આઠ માસ શેષ રહે ત્યારે પ્રથમ તીર્થકરને જન્મ થાય છે. ચોથા આરાનું નામ “દુષમ-સુષમ છે. તેને કાળની અવધિ એક કેડા ક્રોડ સાગરેપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછાની હોય છે. પ્રારંભમાં માણસની ઊંચાઈ પાંચસે ધનુષ્યની અને ઊતરતે આરે સાત હાથની હોય છે. પ્રારંભમાં કરડ પૂર્વનું આયુષ્ય અને અંતે સે વરસથી કંઈક અધિકનું હોય છે. આ આરામાં ત્રેવીસ તીર્થકર, અગિયાર ચક્રવર્તી, નવ વાસુદેવ અને નવ બળદેવ થાય છે. ' પાંચમા આરાનું નામ “દુષમ છે. આ આરે એકવીસ હજાર વરસનો હોય છે. તેમાં પ્રારંભમાં મનુષ્યનું આયુષ્ય એક સેથી કંઈક અધિક વરસનું હોય છે અને અંતમાં વીસ વરસનું હોય છે. પ્રારંભમાં સાત હાથની ઊંચાઈ હોય છે. પછી ધીરે ધીરે ઓછી થતાં એક હાથની રહી જાય છે. આ કાળમાં મનુષ્ય અમર્યાદિત અને ઉછૂખલ હોય છે. - છઠ્ઠા આરાનું નામ “દુષમ-દુષમ છે. તે આજે પણ એકવીસ હજાર વરસને હોય છે. પ્રારંભમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ વરસનું અને અંતિમ સમયે સેળ વરસનું હોય છે. પ્રારંભમાં જે ઊંચાઈ એક હાથની હોય છે તે ઘટીને ધીમે ધીમે મૂઠી વાળેલા હાથ જેટલી રહી જાય છે. આ આરામાં પૃથ્વી અગ્નિ જેવી તપેલી હોય છે. મનુષ્ય કદરૂપા, નિર્લજજ અને મર્યાદાશૂન્ય હોય છે. તે બેતેર જાતના બિલેમાં નિવાસ કરે છે. આ પ્રમાણે અવસર્પિણી કાળના છ આરા પૂરા થયા પછી ઉત્સર્પિણી કાળ શરૂ થાય છે. તેમાં “દુષમ-દુષમ”, “દુષમ”, “દુષમ-સુષમ, “સુષમ-દુષમ”, “સુષમ” અને “સુષમ-સુષમ આરા હોય છે. ઉત્સર્પિણી કાળમાં ક્રમશઃ વર્ણ ગંધ રસની શુભતા અને સુખ તથા સુખનાં સાધનમાં અભિવૃદ્ધિ થતી રહે છે. પ્રથમ ત્રણ આરામાં જન્મેલા જગલિયા કહેવાય છે. જેમાં ભાઈ બહેનનું યુગલ જન્મે છે. એમની બધી આવશ્યક્તાઓ પ્રકૃતિ પૂર્ણ કરે છે. તેમનામાં પુરુષાર્થનું નામનિશાન હોતું નથી. આ આરામાં જન્મેલા જીવ શાન્ત, પ્રહસન સ્વભાવી તેમજ સદાનંદી હોય છે. હવે સંવત્સરી પ્રાયઃ ચાતુર્માસના પ્રારંભથી પચાસમા દિવસે શા માટે હોય છે તેમજ તેના પૂર્વવત ઓગણપચાસ દિવસે શા માટે છે તે પણ જોઈએ. પાંચમા આરાના અંતમાં અને જ્યારે છ આરે બેસવાનું હોય છે, ત્યારે સામુદાયિક પાપનાં કારણે જમીનના રસકસ નાશ પામી જાય છે. અગ્નિ અને વિષના ભયંકર વરસાદથી પૃથ્વી ઉજજડ અને વેરાન બની જાય છે. જળકાયને પણ પ્રાય: નાશ થઈ જાય છે. ભૂમિ રૌરવ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy