________________
૨૯૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર આનંદદાયી નીવડે અને બીજા માણસને ટાળવાનું મન થાય, એમ શા માટે? તેના તરફ અકારણ અણગમે ઊભું થાય છે તેનું કારણ શું ? આમ થવાનાં આંતરિક કારણેની તપાસ અનિવાર્ય છે.
ઉચ્ચતાના પરમ શિખરને સ્પર્શ માનવ અતિ માનવ બની શકે છે. તેના અનેક દાખલાઓ પણ છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન ઈશુ, વગેરે મહાપુરુષ વિકાસની ચરમ સીમાને ઉપલબ્ધ કરી, નરમાંથી નારાયણ બન્યા છે તે બીજી બાજુ તૈમૂર, ચંગીઝખાન, નાદિરશાહ, હિટલર મુસોલિની અને સ્ટાલીન જેવા આત્માઓએ પાપ અને ફરતાના ખડકે ખડકી, પશુતાને પણ શરમાવે એવા દુષ્કને ઈતિહાસ સજર્યો છે. પિતાના પુરુષાર્થથી મનુષ્ય સ્વર્ગનું પણ નિર્માણ કરી શકે છે અને નરકનું પણ. નરકનું નિર્માણ કરનારા માણસો પિતે તે અશાંતિના વમળમાં અટવાય છે પણ બીજાને માટે પણ ઉપદ્રવનાં કારણરૂપ બને છે. આવા માણસે ભયનું વાતાવરણ સર્જી પશુતાનું નિર્માણ કરે છે. આવા માણસેથી સૌ બચવા ચાહે છે. પરંતુ યાદ રાખજે માણસ મધ્યનિ છે. આ યોનિથી ઊર્ધ્વગામી બની અનંત આકાશમાં ઉડ્ડયન કરવાનું પણ શકય છે અને અગામી બની નીચે પાતાલમાં પહોંચી જવાનું પણ સરળ છે. છતાં જે આકાશમાં ઉડવાને માટે પાંખો ફફડાવે છે તે જ પ્રભુતાને પામી શકે છે.
નાદિરશાહે એકવાર એક જ્યોતિષીને પૂછયું : “મેં એક ધર્મગ્રંથમાં વાંચેલ છે કે, માણસે વહેલા ઊઠી જવું જોઈએ. વધારે પડતી ઊંઘ હાનિપ્રદ છે. પરંતુ હું તે હંમેશાં દસ વાગ્યા પછી જ જાણું છું. તે તે ધર્મગ્રંથ બરાબર છે કે હું જે કરી રહ્યો છું તે બરાબર છે ?
તિષી પણ જે તે નહોતે. તે ભારે હિંમતવાન અને પારદર્શી પ્રજ્ઞા ધરાવતે માણસ હતે. એટલે તરતજ તેણે જવાબ વાળે : “જહાંપનાહ ! જે ધર્મગ્રંથમાં આપે વહેલા ઊઠવા સંબંધી વાંચ્યું, તે ધર્મગ્રંથમાં લખેલ વાત આપને માટે બરાબર નથી. આ૫ જે કરી રહ્યા છે તે જ બરાબર છે. એટલે નાદિરશાહે કહ્યું : “એટલે તમે શું કહેવા માંગો છો?” જ્યોતિષીએ જવાબ વાળે : “જહાંપનાહ ! પુસ્તક કે ધર્મગ્રંથ સારા માણસોને લક્ષ્યમાં રાખીને લખવામાં આવ્યાં ફ્રાય છે; નબળા આચરણવાળા માણસને અનુલક્ષીને લખવામાં આવ્યાં નથી હોતાં.”
સારા માણસનું જાગરણ જગતના છ માટે હિતકર હોય છે. સારા માણસો સદા સર્વ જીવ રાશિના હિત અને કલ્યાણની કામનામાં પ્રવૃત્ત હોય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે-દિ વાચા કૃત ચિત્ તુર્ત તાત જછતિ ! બીજાંનાં કલ્યાણ અને શુભને માટે પ્રવૃત્ત થનારી વ્યકિત કદી પણ દુર્ગતિને પામતી નથી. માટે સારા માણસના જાગરણમાં સર્વ સોનું હિત અને કલ્યાણ સમાએલું છે. નબળાં મન અને આચરણવાળા મનુષ્યના હૃદયમાં પિતાને સ્વાર્થ સર્વોપરિ હોય છે. બીજાનું જે થવાનું હોય તે થાય પણ મારા અને બરાબર પોષણ મળવું જોઈએ, એ પ્રકારની ભાવના પ્રમુખ રાખી વર્તનાર માણસ, બીજાની લાગણીઓનો જરા પણ વિચાર કરતા નથી. પરિણામે, ફાવે તેટલા અત્યાચાર કે અનાચારે આચરતાં પણ