________________
૨૮૮ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર
દુષ્પરિણામનું આવર્તન થયું. જ્ઞાનીના હાથમાં જ્ઞાનને દુરુપયોગ થતું નથી. જ્ઞાનથી પદાર્થજ્ઞાનને સમજવાની કેશિશ ન કરતાં આત્મજ્ઞાનની જ પવિત્રતાને લક્ષ્યમાં લેશે તે જ્ઞાનની સર્વોચ્ચતા સમજાશે કે, જ્ઞાનથી સર્વોચ્ચ શિખર પરમાત્માને સ્પર્શ કરી શકાય છે.
સહસ્ત્રધા સાધના
ગઈકાલે સાધનાની વાત કરી હતી, તેના જ અનુસંધાનમાં, આજે એ જ વિષયને આધાર બનાવી. આપણે આગળ ધપવા પ્રયત્ન કરીએ.
આ ભયાનક સંસાર સાગર આપણી અંદર અને બહાર, રાત અને દિવસ, ઘુઘવાટા માર્યા કરે છે. સમુદ્રનાં તોફાને તે શમી જતાં પણ દષ્ટિગોચર દેખાય થાય છે. પરંતુ મને જગતના સાગરમાં તે પ્રતિક્ષણ પ્રચંડ વાવાઝોડાના પ્રકારે ઊઠતા જ હોય છે. આપણી દરેક ક્રિયા, પછી ભલે તે વ્યાવહારિક હોય કે આધ્યાત્મિક, ઘરમાં રહીને કરાતી હોય કે મંદિરમાં જઈને ઉજવાતી હોય, સામુદાયિક હોય કે ઐકાન્તિક, પણ બધી બાહ્ય અને સંસારમૂલક છે. આપણી દષ્ટિ પદાર્થોથી પાર જઈ શકવા અસમર્થ છે. પ્રાર્થના કે ઈશ્વર ભકિતની આડમાં પણ સંસારની માયાની જ અદશ્ય રમત રહેલી હોય છે. સંસારને ભૂલી જવાની વાત આપણું માટે અશક્ય જેવી થઈ પડી છે. ક્ષણભર માટે પણ જે સંસાર વિસરી શકાય, તે બેડે પાર થઈ જાય. જે સંસાર વિસરાય કે પ્રભુતાને પરિપૂર્ણતામાં સાક્ષાત્કાર થાય, પછી સંસાર તરફનું આકર્ષણ વિકર્ષણમાં ફેરવાઈ જાય છે. પરંતુ તેમ થવું ઘણું જ મુશ્કેલ હોય છે. જ્યાં સુધી અંતતિ ન પ્રગટે ત્યાં સુધી તે અશકય જ છે.
આપણી પ્રાર્થના ને પૂજા પણ એક બનાવટ છે, પરમાત્માની સાથે પરમ વંચના છે. આપણે આપણી જાતને જ છેતરી ચોર્યાસીની ચકડળમાં તેને ફગવી રહ્યા છીએ એ પરમ સત્ય પ્રાર્થના અને પ્રાર્થના મંદિરમાં પણ ભૂલાઈ જતું હોય છે. મન તે વખતે જાણે કઈ બીજા જ જગતમાં ફરતું હોય છે. પ્રાર્થના અને પૂજા પાછળ વિરાટના દર્શનની જે આદર્શ ભાવના છે તે તે કઈ વિરલ વ્યક્તિમાં જ નજરે પડે છે. બાકી સામાન્ય રીતે માણસનું લક્ષ્ય સાંસારિક સાધનની પ્રચુરતા અને વિપુલતાની ઉપલબ્ધિનું હેય છે. ફલતઃ મન બાહ્ય પદાર્થોમાં જ આકર્ષતું અને તેને મેળવવાના પ્રયત્નમાં જ આમ તેમ દેડતું રહેતું હોય છે. પરમાત્મભાવના સંશોધનમાં ઉપયોગી થઈ શકતું મન, માત્ર સંસારનાં વમળે ઊભા કરવામાં અને એ વમળમાં ગોથાં ખવરાવવામાં કૃતાર્થ થઈ જાય છે. માણસ પોતાની જાતને આત્મવિશ્વાસ બેઈ બેસે છે. શકિત સભર હોવા છતાં સામર્થ્યહીન અને દીન બની જાય છે.