SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સુવર્ણ પાત્ર : ૨૬૭ જ અટવાઈ જાય છે. તેને મૂકવાનું મનને ગમતું નથી. ગતિ અવરોધાઈ જાય છે. પગમાં તેનાથી આગળ વધવાની હિંમત ખોવાઈ જાય છે. તે તેમાં જ બંધાઈ અને ખેવાઈ જાય છે. આવી ક્ષણે સત્યના દર્શનના એક અત્ય૫ છતાં મેહક આવરણને હટાવવા તે નાહિંમત બની જાય છે. કઠોર એવા લાકડાને કેતરી નાખવાની કળામાં ભ્રમર નિષ્ણાત હોય છે, પરંતુ તે જ ભ્રમર જ્યારે કમળના કેષમાં બીડાઈ જાય છે, ત્યારે કમળને કષ તેને એ તે પ્રીતિકર, સુખદ અને મનરમ લાગવા માંડે છે કે, તેમાં ગોંધાઈ મરી જવાનું તે પસંદ કરે છે, પરંતુ કાષ્ઠને કેતરી બહાર નીકળી જનાર તે ભ્રમર કમળ કેષને કેતરી બહાર નીકળી જવાની હિંમત હારી જાય છે. મનને જ્યારે નાશ થઈ જાય છે ત્યારે મનથી નિર્મિત આ આખું જગત, આ આખું નિર્માણ વિલીન થઈ જાય છે. મનની અંતિમ પકડ સુધી દૈત છે અને ત્યાં સુધી સંસાર છે. કારણ મનના આધાર પર જ બધું સંયુક્ત છે. મન ઉપર જ જીવનનું ચક્ર ફર્યા કરે છે. ભગવાન બુદ્ધને જે દિવસે જ્ઞાન થયું, ત્યારે તેમણે એક વિચિત્ર વાત કહી. તેમનું મન જ્યારે શૂન્યદશામાં પ્રવિષ્ટ થયું, મૂલતઃ ઊખડી જવા પામ્યું, ત્યારે તેમણે કહ્યું: “હે મન ! હવે હું તને પ્રેમથી વિદાય આપું છું. આજ સુધી મને તારી ડગલે ને પગલે ઘણી જ જરૂર પડી હતી. કેમકે શરીરરૂપી નવા નવા ઘરોનું મારે નિર્માણ કરવાનું હતું. હવે એ નવા ઘરના સજનને મારે વાહ અસ્ત થઈ ગયા છે. તેથી તારા જેવા ઈજનેરની મારે હવે જરૂર રહી નથી. હવે મને મારે પિતાને શાશ્વત નિવાસ મળી ગયો છે. હવે મારે મારું નવું ઘર બનાવવા માટે તારી કુશળ કારીગર તરીકેની કશી જ આવશ્યકતા રહી નથી. હું ત્યાં પહોંચી ગયો છું જ્યાં મારું ઘર છે. આજ સુધી મેં તારા સર્જિત ઘરમાં નિવાસ કર્યો હતો. હવે હું સ્વના ઘરમાં પહોંચી ગયો છું. હવે તું ખુશીથી જઈ શકે છે.” સ્વાંગસે નામના એક આધ્યાત્મિક પરમ સંત ચીનમાં થઈ ગયા. એક દિવસ સાંજે તેમને એક સ્મશાનમાંથી પસાર થવાનું થયું. તેમના ઘણા શિષ્ય પણ તેમની સાથે હતા. સ્મશાનમાં મુડદાંઓની ખેપારીઓ પડી હોય તે સ્વાભાવિક છે. આમાંથી એક ખોપરી સાથે ભૂલથી તેમને પગ અથડાઈ ગયે. સ્વાંગલ્સેએ તે પરીને હાથમાં ઉપાડી લીધી અને માથે અડાડી, પુનઃ પુનઃ તેની ક્ષમા માગવા લાગ્યો અને અતિ નમ્ર શબ્દોમાં કહેવા લાગ્યાઃ “ભાઈ ! મને માફ કર ! મને માફ કર !” સ્વાંગસેના શિષ્યનાં આશ્ચર્ય પાર ન રહ્યો. પિતાના ગુરુની આ ચેષ્ટા તેમને ભારે વિચિત્ર લાગી. કંઈ તેમનું ચસકી તે નથી ગયું ને એવી પણ એક ક્ષણ માટે તેમને બ્રિાંતિ થઈ. તેમણે ઉત્સુકતાપૂર્વક પૂછયું: “આપ આ શું કરી રહ્યા છે? કેઈ જેશે તે આપના વિષે કેવી વિચિત્ર અને અઘટિત કલ્પના કરશે?” સ્વાંગજોએ જવાબ આપેઃ “આ કંઈ નાના માણસનું
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy