SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ : દ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર મનને જીવવા માટેનું આ અંતિમ સાધન છે. માટે મન તેને ટકાવી રાખવા મથે છે. તેથી ઋષિએ કહે છે કે, અંધારાથી તેા અમે મજેથી સંઘર્ષમાં ઊતરી જઇશુ. જે અમારા વિરોધી છે તેની સાથેના સંઘર્ષને અમને ભય નથી, પરંતુ જ્યારે પ્રકાશની સાથે, સુખની સાથે, સ્વની સાથે, લડવાના પ્રસંગ આવશે ત્યારે અમને શસ્રો ફેકી દેવાનું મન થશે; તેને અપનાવી લેવાની આકાંક્ષા જન્મશે અને થાડા જ વધારે શ્રમથી સાધ્ય પરમ સત્યને મેળવવાનુ ભૂલાઇ જશે. કારણ અંધારાથી તે ઉપર ઊઠવાનું છે જ, પરંતુ પ્રકાશથી જ્યારે ચેતના ઉપર ચાલી જાય છે ત્યારેજ પરમ સત્યની, પરમ આત્માની ઉપલબ્ધિ થાય છે. દુઃખ સાથે લડવામાં કશી તકલીફ નથી. છતાં સુખની સાથે લડવા કરતાં તેની સાથે રમવાનું અને તેમાં જ ડૂબી જવાનુ આપણુને મન થતુ હોય છે. પરંતુ સુખને પણ જો પકડી રાખવામાં આવે તે તે પણ આત્યંતિક મેક્ષ નથી. સર્વા સિદ્ધના દેવા માટે એમ કહેવાય છે કે, તેમનુ' આયુષ્ય માત્ર લવ સપ્તક જ વધારે હેત તે ૩૩ સાગરોપમનાં સુખનું સ્વર્ગ તેમનાથી નિર્માણ ન થવા પામત. તેમના ખાકી રહી જવા પામેલા પુણ્યના સ્ક ંધાને ક્ષય લવ સપ્તકમાં જ થઇ જાત. પરંતુ પુણ્યની, શુભની, ઉપનિષદ્ના શબ્દોમાં કહીએ તે પ્રકાશની કે સ્વર્ણ પાત્રની સામાન્ય પકડ એવી તે સુખદ, પ્રીતિકર, મનેહર અને મનારમ હાય છે કે તે સ્વગ નું નિર્માણ અવશ્ય કરી શકે પરંતુ મેક્ષ માટે એટલે કે અંતિમ નિષ્પત્તિ માટે તે તેટલે અશે ખાધક થશે. દુઃખમાં જીવનારને ભાગ્યે જ આ વાતની જાણકારી હાય છે કે સુખની પણ એક પીડા હાય છે. શત્રુઓની વચ્ચે જીવનારને કયાંથી ખખર હાય કે મિત્રાની પણ એક શત્રુતા હાય છે ? નરકમાં જે જીવે છે તેને સ્વર્ગની પીડાના કયાંથી ખ્યાલ આવે ? એવી જ રીતે અધકારમાં જે જીવે છે તેને કયાંથી ખ્યાલ આવે કે પ્રકાશ પણ એક દિવસ કારાગૃહ બની જાય છે ? જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી સંસાર છે. જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી બંધન છે. દ્વૈતની પાર થઈ જવામાં જ મુકિત છે. જ્યાં સુધી આંતરિક સૃષ્ટિમાં, અતરાત્મામાં, દષ્ટિ નાખવાના આપણે પ્રયત્ન કર્યો નથી હતા ત્યાં સુધી બહાર જેને આપણે જીવન માન્યું હતું, આંતષ્ટિ ઊઘડતાં આપણને ખખર પડે છે કે તે તે મૃત્યુ છે. જ્યારે ઉદ્ગમરહિત, વસ્તુશૂન્ય, નિરાકાર પ્રકાશ અંતરાકાશમાં પ્રગટ થાય છે ત્યારે તેની આભાને પચાવવી ભારે મુશ્કેલ થાય છે. સૌથી મેાટી અને કિલષ્ટતમ મુશ્કેલી તે એ છે કે, મનને એમ લાગવા માંડે છે કે, હવે અંતિમ મઝિલ આવી ગઇ છે. સાધક માટે ઇન્દ્રિયા બહુ મોટી બાધા ઉપજાવનારી નથી હાતી, તેનાથી તે તેએ પાર થઈ જાય છે, વિચારાની ખાધાથી પણ તેઓ પાર થઈ જાય છે, પરંતુ જ્યારે અંદર પ્રીતિકર અનુભવનાં ફૂલો ખીલવા લાગે છે, સિદ્ધિના આનંદ પ્રગટ થવાનેા જ્યારે પ્રારંભ થાય છે, ત્યારે મન તેમાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy