SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીની પ્રભુતા : ૨૪૭ બનાવી લીધાં છે. અજ્ઞાન માણસ તે પથરાને જોઈ હતાશાને અનુભવ કરે છે, નિરાશ થાય છે પરંતુ જે સૂઝ છે તે કંઈ પણ બોલ્યા વગર, અવરોધક પાણ ઉપર પગ મૂકી, પાર થઈ જાય છે. મનને બુરું –ભલું કહેનાર અને ગાળો ભાંડનાર ઘણા સાધુ સંતે મળશે, પરંતુ “હે વાણી!” હે મન !” આમ વાણી અને મન જેવા અવરોધક બળને પણ આટલા માન અને આદરથી સંબોધન કરનારા તે કેઈ આવા વિરલ વ્યષિ જ હોય છે. “મન બહુ દુષ્ટ છે, એક ક્ષણ પણ સ્થિર રહેતું નથી; આ વાંદરાને નિયંત્રણમાં રાખવું બહુ મુશ્કેલ છે–આમ કહેનારા તે ઘણાં મળશે, પરંતુ તેને સન્માનના શબ્દોથી બિરદાવનારા બહુ ઓછા મળશે. હે વાણી ! હે મન ! તમે મારા જ્ઞાનના આધાર – સન્માનના શબ્દોથી આમ મન અને વાણીને બિરદાવનારા વિરલ હોય છે. સામાન્યતયા મન અજ્ઞાનનો આધાર છે. તે જ્ઞાનને આધાર હોઈ શકે નહિ. મનથી મળતાં જ્ઞાન ઉપર જે આધાર રાખે છે તે જ્ઞાની હેતે નથી. મન તે અમનમાં (આત્મામાં) છલાંગ લગાડવા માટેનું એક સાધન છે. કારણ અમનમાં ઊતરવા માટે પણ મનને આધાર બનાવવું જ પડે છે. સાધનના સંબંધમાં ભારે ગેરસમજણ ઊભી થવા સંભવ છે અને તર્કને આધારે તે આ રીતે સંભવિત છે-જેમ કેઈ માણસ સીડીના આધારે અગાશી ઉપર ચઢે છે, પરંતુ ચઢી ગયા પછી સીડીને છેડી દેવી પડે છે, તેમ જે બુદ્ધિવાદી અથવા તર્કજીવી છે, જે વાસ્તવિકતાને સ્પર્શવાને બદલે તર્કના આધારને સર્વસ્વ માની બેસે છે. તે કહેશે કે જે સીડીને છેડવી એ જ વાસ્તવિક અને અંતિમ નિષ્પત્તિ છે તો પછી તેને પકડવી જ શા માટે? તેને અત્યારે અને અહીં જ છેડી દેવી જોઈએ. પરંતુ તેમ કરવા જતાં માણસ ઉપર જઈ જ શકતું નથી, તે નીચે જ રહી જાય છે અને અગાશીની સ્વચ્છ અને તાજી હવા તેમજ નિરભ્ર અનંત આકાશન અપરિમિત આનંદને તે મેળવી શકતા નથી. તર્ક હંમેશાં બેધારી તલવાર છે. તલવાર તે સામાન્યતયા એક જ બાજુ કાપવાનું કામ કરે છે, પરંતુ તર્કરૂપ તલવાર તે કાપેલાને પણ સાંધવા તૈયાર થાય છે અને સાંધેલાને પણ કાપવામાં તે કશેજ ખચકાટ અનુભવતી નથી. તર્ક ઘણી રીતે વિચારી શકે. તે કહેશેઃ આટલી મહેનતે સીડી ચઢ. હવે એને છેડાય જ કેમ ? જે સીડીએ આવી મદદ કરી, જેની સહાયથી અગાશી પાસે પહોંચે, તેના તરફ એકદમ ઉદાસીનતા બતાવવી એતે કૃતઘતા જ કહેવાય. આમ આવી વ્યક્તિ સાધનને જ વળગી રહેશે. તે સીડીને છેડશે નહિ. સીડીને છોડવામાં તેને કષ્ટની અનુભૂતિ થશે. જે પારમાર્થિક જ્ઞાતા છે તે સીડીનું અવલંબન પણ સ્વીકારે છે અને સાધ્ય સિદ્ધ થતાં સાધનને છોડી પણ દે છે. આ જગતમાં સાધન સ્વીકારવાં પણ પડે છે અને છોડવાં પણ પડે છે. સાધનનો પરમાર્થ જ એ છે કે, અમુક પરિસ્થિતિમાં તેને પકડી પણ રાખવાં પડે અને અમુક પરિસ્થિતિએ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy