________________
૨૪૬ : ભેદ્યા પાષાણુ,
ત્યાં દ્વાર
આપણી તે વાણી અને મન વચ્ચે કેઈ સુમેળ નથી. આપણે વિચારતાં કંઇક હોઈએ છીએ, કહેવા કંઇક માંગીએ છીએ અને વાણીમાંથી નીકળી જાય છે કંઈક ! એટલે વાણીને વ્યવહાર કરતાં પહેલાં આપણે વ્યવસ્થા ઊભી કરવી પડે છે. કેમકે મન અને વાણુને તાલમેળ નથી, બંને વચ્ચે હોવું જોઈતું સામંજસ્ય નથી. આપણને હંમેશાં ભય રહે છે કે આપણું શુદ્ધ મન, આપણું સાચું મન, વાણીના માધ્યમથી જે પ્રકટ થઈ જશે તે આપણી આખી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે.
ઉપનિષદના અષિની પ્રાર્થના છે કે, મારામાં તેટલી જ વાણી બચે જેટલી મારા મન સાથે તાલમેળ ધરાવતી હોય, સામંજસ્ય રાખતી હોય ! મનની સાથે અસંગતિ ધરાવતી વાણીનું મારામાં અસ્તિત્વ જ ન હોય ! જે વાણી બચે તે પ્રામાણિક હોય ! હે પ્રભો! મારું મન જ મારી વાણીમાં સ્થિર થઈ જાય! હું મનને ઉપગ ત્યારે જ કરું, જ્યારે પાણીની જરૂરત હોય ! હું પીંછી ત્યારે જ હાથમાં લઉં, જ્યારે ચિત્ર બનાવવું હોય! હું વીણા ત્યારે જ વગાડું, જ્યારે ગીતને છેડવાનું હોય !
રષિ કહે છે કે, મારી વાણીમાં મારું મન સ્થિર થઈ જાય ! હે સ્વયં પ્રકાશ આત્મા, તું મારી સામે પ્રગટ થઈ જા! પણ કયારે? જ્યારે મારું મન મૌન હોય અને મારી વાણીની વિણ બંધ હોય, શાંત હોય, પ્રશાંત હોય ! વાણી અને મનને સંચરણ કાળમાં પણ જે પરમાત્મા કોઈની સામે પ્રગટ થાય તે પણ આત્મદેવને ઓળખવા મુશ્કેલ થાય છે. કેમકે મન અને વાણીના ઉકરડામાં દેવાધિદેવનું પ્રતિફલન અશકય છે. આત્મદેવ તે પ્રતિક્ષણ આપણું પાસે જ છે. એક ક્ષણને માટે પણ તે આપણાથી વિલગ થઈ શકતા નથી, પરંતુ તેની સાથે સાક્ષાત્કાર ત્યારે જ સંભવે છે જ્યારે આપણે શાંત અને નિર્મળ અરીસા જેવા થઈ જઈએ છીએ. જ્યારે મન મૂક થશે અને વાણીની મુખરતા અટકી જશે, ત્યારે જ જણાશે કે જેની શિધમાં આપણે ભટકી રહ્યા હતા, તે તે આપણી પાસે જ છે. હું પોતે જ વાણી અને મનના જગતમાં એ અટવાઈ ગયું હતું કે મારા આત્મદેવને સાક્ષાત્કાર કે અનુભવ કરી શકે નહિ.
કષિ આગળ વધે છે અને કહે છેઃ હે પ્રભો ! મારી વાણી શાંત અને શૂન્ય કરી દે ! મારા મનમાં વાણીને સ્થિર બનાવી દે અને મારા મનને વાણીમાં સ્થિર કરી દો! આ પ્રાર્થનામાં ઋષિએ વાણી અને મનને આઘાત ન થાય, ઈજા ન પહોંચે તેવી હળવાશથી પ્રાર્થના કરી છે. કારણ કષિ જાણે છે, વાણી અને મન ભલે આત્મસાક્ષાત્કારના અવરોધરૂપ હય, છતાં જ્ઞાનના આધારરૂપ પણ તે જ છે. એટલે મન અને વાણી પરત્વે તેમને વૈમનસ્ય નથી, શત્રુતા નથી, દુશ્મનાવટને કઈ ભાવ નથી.
વાણી અને મન ભલે વરૂપ દર્શનમાં બાધક રહ્યા, પરંતુ જેઓ આંતરિક યાત્રાની વધારે ગહનતામાં ઊતર્યા છે એવા મહાપુરુષેએ માર્ગમાં બાધકરૂપે પડેલા પથરાઓને પણ પગથિયાં