SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર સાધારણ વાત લાગે છે. બે મિનિટમાં તેઓ પૂર્વવત્ જાગૃત અને મૂછવિહીન થઈ જશે એવો મારે આંતરિક વિશ્વાસ છે. પરંતુ મારા મનમાં એક પ્રશ્ન ઘોળાઈ રહ્યો છે અને તે એ કે, હું લંકાના અધિપતિ રાવણને વેદ્ય છું. એનાં જ અન્ન પાણી આ લેહીમાં વહી રહ્યાં છે. મારા શરીરનું મેરમ રાવણનું ઋણી છે. વળી આપ અહીં રાવણને મિત્ર કે મહેમાન થઈને પધાર્યા નથી. લંકામાંથી રાવણનાં અસ્તિત્વને મટાડવાની તમારી નેમ છે, તે ભલા તમને આ રીતે સહાયરૂપ થવા જતાં, લેકે મને સ્વામીદ્રોહી તે નહિ કહેને? રાવણના દુશમનની ચિકિત્સા કરવાથી કુતશ્રીની શ્રેણીમાં તે મારી ગણતરી નહિ કરે ને? કર્તવ્યભ્રષ્ટ અને પૈસા પાછળ આંધળી દેટ મૂકનાર જઘન્યતમ વ્યકિત તરીકે તે મારું નામ કલંકિત નહિ થાય ને?” રામ વૈદ્યરાજની આવી વાત સાંભળી સ્તબ્ધ બની ગયા. ભાઈને જીવિત જોવાની સંજીવની જડીબુટ્ટી હાથમાંથી સરી જતી જણાઈ. ભ્રાતૃવ્યામોહ અને કર્તવ્યનિષ્ઠા વચ્ચે લોમહર્ષક યુદ્ધ શરૂ થયું. એક બાજુ વૈદ્યરાજ ચાલ્યા જાય અને લક્ષ્મણજીને પિતાને હમેશને વિયોગ થાય તે પરિસ્થિતિ માટે પિતે તૈયાર નહોતા તે બીજી બાજુ પિતે વૈદ્યરાજને કર્તવ્યભ્રષ્ટ બનાવવા ઈચ્છતા નહોતા. કેટલીક ક્ષણે આમ વ્યામોહમાં પસાર થઈ, ત્યાં અચાનક તેમનાં અંતરાત્મામાંથી સાદ ઊડ્યો અને તેઓ બોલ્યા: “વૈદ્યરાજ ! તમે સાચું કહે છે. અત્યારે અમે રાવણના દુશમને છીએ. લંકામાં અમારું આગમન મિત્ર કે અતિથિ રૂપે થએલ નથી. આપની વાત પણ પારમાર્થિક છે. લક્ષમણની ચિકિત્સા તમારે માટે નિમકહલાલીને બદલે નિમકહરામી ગણાશે, અને તેથી રાવણને માટે દ્રોહ થશે, તે આપની વાત મને બરાબર લાગે છે. તમે સ્વામીદ્રોહી અને કૃતલ્દી થશે નહિ. સત્યના સંરક્ષણ માટે અયોધ્યાના સિંહાસનને ત્યાગ કરતાં પણ મેં અચકો નથી અનુભવ્યું, તે ભ્રાતૃવ્યામોહમાં શું તમને કર્તવ્યભ્રષ્ટ બનાવવા હું તૈયાર થઈશ? પિતાને અપાર સ્નેહ અને માતાની મમતાભરી મૂડીને ત્યાગી મેં ચૌદ વરસને વનવાસ સ્વીકાર્યો, મારા વિયેગમાં મૃત્યુ પામેલા પિતાના મૃત્યુના કારમા ઘાને પણ મેં સહન કર્યો અને આજે માત્ર ભ્રાતૃવ્યાહથી આકર્ષાઈ, તમારા જેવા ઉત્તમ માણસો પાસે સ્વામી હનું શું હું પાપ કરાવીશ? આ તે પુરુષના સત્યની કસોટી છે. આ કસોટીમાં સર્વસ્વ હોમાઈ જાય તે પણ શું? ભાઈ લક્ષમણ ખાતર તમારા કપાળે કૃતફ્લીપણાની કાળી ટીલી લગાડવાનું પાપ હું નહિ વહોરું. તમે ખુશીથી લંકા પાછા ફરી શકે છે. આમ કહી રામ હનુમાન તરફ ફર્યા અને બોલ્યાઃ “હનુમાન ! જે રીતે તમે સુનને લઈ આવ્યા છે, તે જ રીતે તેમને પ્રેમથી તેમને સ્થાને પહોંચાડી આવે.” સુષેને રામ વિષે આજ સુધી ઘણું સાંભળ્યું હતું, પણ આજે તે પ્રત્યક્ષ જોયું. એમની સત્યનિષ્ઠા અને અતિ માનવતાનાં કણોપકર્ણ સાંભળેલાં વખાણેની આજે તેમને સાક્ષાત્ પ્રતીતિ થઈ. તેમને લાગ્યું, શ્રીરામના દર્શન કરી આજે હું કૃતકૃત્ય બન્યો છું. આજ સુધી માત્ર કાનેથી પક્ષ પ્રતીતિ કરી હતી, આજે આંખેથી પ્રત્યક્ષ જોયું.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy