SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-મહિમા : ર૩૧ કરવામાં, વિષધર સમા રાવણના વિષદંતને મૂળથી કચડી નાખવામાં અને લંકાનાં રાજ્યને સિદ્ધ કરવામાં, શ્રીરામને લક્ષ્મણજીને ઠેઠ સુધી અસાધારણ સહગ હતો. રામ માટે તેમને ભેગા નાને સૂને નહેતે. આજે એ બધાં ચિત્રો રામની નજર સામે તરવરી રહ્યાં હતાં. રામની ચિંતાને પાર નહોતે. માતા સુમિત્રાને અને દેવી ઊર્મિલાને શું જવાબ આપીશ? અયોધ્યામાં લમણ વગર કેમ પ્રવેશી શકીશ ? વગેરે અને રામના મનને વિહ્વળ બનાવી રહ્યા હતા. લમણની મૂચ્છથી માત્ર રામ જ નહિ, પરંતુ આખી સેના ચિંતામાં ડૂબી ગઈ. ચારે કોર વિષાદ છવાઈ ગયે. રામ જેવા રામ ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમની ચિંતા ખૂબ વધી ગઈ. લક્ષ્મણ પરત્વેના સનેહની પરિસીમા અને વાત્સલ્યની પરાકાષ્ઠા, આ ક્ષણે ગંગાયમુના સ્વરૂપે તેમની આંખમાંથી વહેવા લાગી. આવી નાજુક ક્ષણમાં બરાબર યુદ્ધની ભૂમિ પર જ, એકાએક થએલે લમણજીને વિયેગ રામને માટે અસહ્ય બન્યા હતા. લક્ષમણજીનાં સાહસ, હિંમત, અને શૌર્યનાં જે તે તેમણે લંકા ઉપર ચઢાઈ કરી હતી. યુદ્ધનું પરિણામ આવે તે પહેલાં ભાઈને વિયેગ થવાથી, શ્રીરામ ભારે ચિંતામાં પડી ગયા. લક્ષમણ અને સીતા વગર હું એકલે અધ્યામાં કઈ રીતે પગ મૂકીશ? માતા સુમિત્રા અને દેવી ઊર્મિલાની અશ્રુભરી આંખે લક્મણને માટે તલસતી હશે, તેમને હું શું જવાબ આપીશ? અને હવે આ જ પરિસ્થિતિ રહી તે વિભીષણને પણ લંકાનું રાજ્ય હું કયાંથી આપી શકીશ? આમ અનેકવિધ ચિંતાઓ અને સંકલ્પ-વિકલ્પમાં વાએલા શ્રીરામની આંખમાંથી ફરી આંસુઓની ધારાઓ ચાલી. શ્રીરામ આમ અનેક વ્યથાઓમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યાં તેમના પરમ ભક્ત હનુમાન આવ્યા. રામની ખિન્ન અને વિષાદપૂર્ણ મુદ્રાને જોઈને જ ક્ષણભર તે તેઓ હેબતાઈ ગયા, છતાં હિંમત રાખી તેઓ બેલ્યાઃ “પ્રભે! આ રીતે ચિંતા કરવાથી શું વળવાનું છે? હજી પણ પ્રયત્નોને અવકાશ છે અને તે માટે લંકાના સૌથી કુશળ, નિષ્ણાત અને આયુર્વેદ શાસ્ત્રના પારગામી ચિકિત્સક, વૈદ્યરાજને હું સૂતેલા જ ઉપાડી લાવ્યો છું. યમનાં દ્વાર સુધી પહોચેલાને પણ પાછા લાવી શકે એવા તેઓ નિષ્ણત છે, ત્યારે વીર લક્ષ્મણને ભાનમાં લાવવાની વાત તે તેમને મન શું હિસાબમાં માટે ચિંતા ન કરે, પ્રભો! તેમની ઔષધિ રામબાણ છે. આ વૈદ્યરાજના હાથને સ્પર્શ થતાં જ, જેમ માણસ ઊંઘમાંથી આળસ મરડીને ઊભે થાય, તેમ લહમણજી ઊભા થઈ જશે. માટે ચિંતા ન કરશે. હમણાં જ લક્ષમણજી આંખે ખેલશે. તેમને ફકત મૂછ જ આવી છે, ભગવાન? વૈદ્યરાજ સુષને કુતૂડલભરી દૃષ્ટિથી રામને નિહાળ્યા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની સ્તુતિઓ અને વખાણે તેમણે આ જ સુધી ઘણું સાંભળ્યાં હતાં. આજે એમનાં પ્રત્યક્ષ દર્શન થયાં. આજે તેમને સન્મુખ જેવાને પુણ્ય પ્રસંગે પિતાને પ્રાપ્ત થયે. સાક્ષાત્ અનુભૂતિમાં પણ રામ તેવા ને તેવા, સે ટચ સેના જેવા પાર ઉતરે છે કે કેમ, એ જેવાને જાણે આ એક સુંદર અવસર સાંપડે છે, તેમ વિચારી તેઓ બોલી ઊઠયાઃ “રામ! લમણની ચિકિત્સા મારે મન એક
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy