SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ જન્માષ્ટમી પર્વ : ૨૨પ રમતા, રાચતા, રાસલીલાના રસિક તેમજ ગોકુળ-મથુરાને સંબંધ ભૂલી જતા કૃષ્ણનાં કામણગારા વિવિધ રૂપે અને રંગનાં આંતરિક રહસ્યને સમજવામાં આપણે ભૂલથાપ ખાઈ બેસીશું. કૃષ્ણ તે તેમનાં પરસ્પર વિરેધી છતાં એક સાથે રહેલાં રૂપમાં જ પરિપૂર્ણ છે. તેમનાં એક અને અખંડ વ્યકિતત્વનાં દર્શનમાં જ તેમની મહામૂલી મહત્તા અને ગૌરવભરી ગરિમા છુપાએલી છે. કૃષ્ણ એટલે એકમાં અનેક અને અનેકમાં એક! એ જ તેમને મહિમા છે, એમાં જ તેમના વ્યકિતત્વની ચમક છે. જે કૃણ વાંસળી વગાડી નાચી શકે છે તે સમય આવતાં સુદર્શનચક હાથમાં લઈને લડી પણ શકે છે. બીજા સાથે લડવાની કે યુદ્ધ કરવાની તે વાત દૂર રહી, પણ તેના પરમ પ્રિય સખા અર્જુન સાથે પણ પ્રસંગ આવ્યે તેઓ યુદ્ધમાં ઊતરી શકે છે! જે કૃષ્ણ મહીની મટુકીને પ્રેમ કાંકરીથી ફેડી શકે છે એ જ કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની નેબતે અને પાંચજન્ય જેવા શંખના વનિ સાથે “ગીતા બેને ગંભીર ઘોષ પણ કરી શકે છે! તે બાલમુકુંદ માખણચાર પણ હોઈ શકે છે અને પરમાગી પણ! આ છે શ્રીકૃષ્ણના વ્યક્તિત્વની સ્વધર્મતા ! આવું વિરોધી વ્યક્તિત્વ રામ, મહાવીર કે બુદ્ધમાં જોવા મળતું નથી. તેમના જીવન તે સમાનતા અને સમરસથી ભરેલાં મેળ સુમેળવાળાં છે. એટલે આ બધા પુણ્યશ્લેક પુણ્યાત્માઓ અને પરમાત્માની પ્રભુતા સમજવી સરળ છે, પણ આંટીઘૂંટીવાળું કૃષ્ણનું વ્યક્તિત્વ સમજવું જરા કઠિન છે. શ્રીકૃષ્ણ અનેક વિધાની વચ્ચે સમાગમ છે–સમસ્ત વિરોધોનો સમાગમ. એટલે દેખાતા અને જણાતા વિરોધને વિરોધી થવાનું કશું જ મહત્વનું કારણ નથી. કારણ સમગ્ર જીવનનું સત્ય જ વિવિધરંગી વિરોધને સમાગમ છે. આ કહેવાતા વિરોધમાં વિસંવાદિતા કે વિસંગતિ પારમાર્થિક રીતે હોતી નથી. એક માણસ પિતા પણ હોય છે અને પુત્ર પણ હોય છે. આજે જે બાળક કે યુવક દેખાય છે, તે જ સમય જતાં વૃદ્ધ થાય છે. એ બધામાં શાબ્દિક વિધ ભલે જણાય, પણ હકિકતે તે તેમાં અવિરેાધ અને સુમેળ જ હોય છે. બાળક અને યુવક પ્રતિ ક્ષણ વૃદ્ધિ પામતા હોય છે અને અંતે બંને વૃદ્ધાવસ્થાને આરે આવીને ઊભા રહે છે. એટલે આપણે અનુક્રમે બાળકને યુવક અને યુવકને વૃદ્ધ, એમ સરળતાપૂર્વક ભાવિમાં છુપાયેલી સંજ્ઞા આપી શકીએ છીએ. સુખ અને દુઃખ, પ્રકાશ અને અંધકાર, જન્મ અને મૃત્યુ, શાંતિ અને અશાંતિ આપણી કલ્પનામાં બે પૃથફ વસ્તુઓ છે. શબ્દ અને શબ્દાર્થ બંનેમાં આ કંઢો પરસ્પર વિરોધી છે. છતાં જ્યારે જીવનની સૂફમ સમીક્ષા કરીશું તો ડગલે ને પગલે આપણને જણાશે કે દુઃખ સુખ થઈ જાય છે અને સુખ દુખ થઈ જાય છે. સવાર સાંજ થઈ જાય છે અને જન્મ મૃત્યુ બની જાય છે. પ્રકાશ અંધકાર બની જાય છે અને અંધકાર પ્રકાશમાં ફેરવાઈ જાય છે. કેમકે જીવન સમસ્ત વિરોધને સમાગમ છે. ભિન્ન જણાતી આ વસ્તુઓ ભિન્ન નથી પણ અભિન્ન છે. એક જ શક્તિની બે બાજુ છે. એક જ શક્તિના બે ખેલ છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy