SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર સાગરને તીર : ૨૨૩ આ સંસાર સાગરને પાર કરીને, તેની પિલી પાર પહોંચી જવાની આંતરિક વિભૂતિ અને શક્તિસંપદા શ્રાવતી નગરીને પાવન કરી રહેલા મહાપુરુષે શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીમાં છે. આ ઐશ્વર્યાનાં દર્શન ડગલે ને પગલે તે બન્નેની જ્ઞાન ચર્ચામાં આપણને થયા વગર રહેશે નહિ. એટલે હવે આપણે શાસ્ત્રના મૂળ સ્વાધ્યાય તરફ વળીએ. समागया बहू तत्थ, पारवंडा कोउगासिया । गिहत्थाण' अणेगाओ, साहस्सीओ समागया ।। देव-दाणव-गंधव्वा, जक्ख-रक्खस किन्नरा । अदिस्साणं च भूयाणं, आसी तत्थ समागमो ॥ કુતૂહલ વશ ત્યાં ઘણું બીજા સંપ્રદાયના ૫રિવાજે આવ્યા અને હજારે ગૃહસ્થ પણ આ બન્ને મુનિ પુંગની ધર્મ–ચર્ચા સાંભળવા સમુત્સક થઈ ભેગા થયા. દે, દાન, ગંધ, યક્ષ, રાક્ષસ, કિન્નરે, અને અદશ્ય ભૂતને ત્યાં મેળે જામે હતે. આ ધર્મ ચર્ચા સંબંધેના મૂળમાં બન્નેના શિષ્યના માનસમાં જન્મેલે વ્યાપ્ત છે. આચાર ભેદના કારણે અને પરસ્પરમાં શંકાશીલ બન્યા છે, પરંતુ આ ચર્ચા અસામાન્ય અને લકત્તર છે એમ એકત્રિત થએલા સમુદાય ઉપરથી અનુમાન થઈ જાય છે. અનેક વ્રતધારી સંન્યાસીઓ, પરિવ્રાજકે કે હજારોની સંખ્યામાં ગૃહસ્થ આકર્ષાય એ તે સમજી શકાય, પરંતુ દેવતાઓ, દાન, ગંધ, યક્ષ, રાક્ષસ, કિન્નરે અને અદશ્ય ભૂતને પણ ત્યાં મેળે જાયે છે. આ અવસર ભાગ્યેજ ઉપલબ્ધ થાય છે. આવી દિવ્ય ચર્ચા ભાગ્યે જ સાંભળવા મળે છે. આ અવસર તે પરમ પુણ્યના ભેગને જ આભારી છે. વળી આવા ઉત્તમ પુરુષનાં દર્શન કેવાં દુર્લભ છે તે પણ શાસ્ત્રના આધારે સમજવા જેવું છે. देवदानव गधव्वा जक्ख रक्खस किन्नरा । बंमयारिं नमसति दुक्कर जे कर ति ते ॥ દુષ્કર બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કરનાર મહાપુરુષ પ્રત્યે માણસેજ માત્ર આકર્ષાતા નથી દે અને દાનવે પણ તેમનાં ઘર બ્રહ્મચર્યવ્રતથી આકર્ષાય છે. વળી अन्य स्थाने कृत पाप धर्मस्थाने विमुच्यते । धर्म स्थाने कृत पाप वज्रलेप भविष्यति ।। આવા સત્પરુષે જ્યાં બિરાજતા હોય, ત્યાં ભૂમિ પવિત્ર તીર્થભૂમિ બની જાય છે અને આવી તીર્થભૂમિમાં અન્ય સ્થાને કરેલાં પાપ ધોવાઈ જાય છે. પરંતુ ધર્મસ્થાનમાં કરેલું પાપ વજલેપ બની જાય છે. પિતાના પાપોનું પ્રક્ષાલન, પુણ્યનું ઉપાર્જન, ધર્મચર્ચાનું શ્રવણ, મહામુનિઓનું દર્શન, જેવાં એક સામટાં લાભે તે અનેરા પુણ્યના પ્રકર્ષથી જ ઉપલબ્ધ થાય છે. આ અલૌકિક સુભગ સંગ આજે સહજ ઉપલબ્ધ થયે છે એટલે એને લાભ લેવા જેને ખબર પડી છે, તે સૌ કેઈ આવ્યાં છે. માત્ર માનવ મહેરામણને જ નહિ, દેવો અને દાનવેને પણ મેળે જામ્યો છે. હવે આગળ શું થશે તેના ભાવભેદો અવસરે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy