________________
૨૧૪: ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર પ્રભ! ગઈ કાલે એક અજબ ઘટના બની છે. એક વેશ્યાએ મને વર્ષાવાસ માટે આમંત્રણ પાઠવેલ છે, ફક્ત આપશ્રીની આજ્ઞાની અપેક્ષા છે. આપની આજ્ઞા હોય તેના ઘરમાં વર્ષાવાસ રહું. ભગવાન બુદ્ધ તેને બરાબર ઓળખતા હતા. તેમણે કહ્યું: “પ્રિય ભિક્ષુ ! એમાં આજ્ઞાની શી જરૂર છે ? વેશ્યાથી જે સંન્યાસી ભય પામતે હેય તે વેશ્યા સંન્યાસી કરતાં પણ બલવત્તર છે એમ નકકી થયું. વેશ્યાથી ભય પામનાર સંન્યાસી મારી દ્રષ્ટિમાં સંન્યાસી જ નથી. તેની સાધનાને પાયે જે એ નબળો હોય કે તે એક સામાન્ય વેશ્યાથી પણ ડગમગી જાય, તે તે સાધનાની કિંમત શું? વેશ્યા સાધુને સાધનાથી ભ્રષ્ટ કરી શકે તે તે સાધના સાચી સાધના જ નથી. સાધનાનું બળ તે તે ગણાય કે સાધુ વેશ્યાનાં જીવનને પલટાવી તેને સાધવી બનાવી દે! જાઓ, મારી આજ્ઞા છે કે, તમે તેને ત્યાં શાંતિથી ચાતુર્માસ વિશ્રામ કરે !”
પ્રભુ બુદ્ધ પાસેથી આવી અકય આજ્ઞા મળતાં બીજા ભિક્ષુઓ ધ્રુજી ઊઠયા. કેમકે તે વેશ્યા પણ કે સાધારણ વેશ્યા નહોતી. મોટા મોટા રાજાઓ પણ જેનાથી મુગ્ધ થતા એવું લેકેત્તર તેનું સૌંદર્ય હતું. કેટલાક ભિક્ષુઓ અને સંન્યાસીએ પણ ભિક્ષાને બહાને તેનાં સૌંદર્યને નિહાળવા, તેના નિવાસસ્થાન પાસેથી કેટલીકવાર પસાર થતા ! તેથી આજ્ઞાની વાત સાંભળી એક ભિક્ષુએ વિરોધ કર્યોઃ “હે પ્રભે ! આ અનુચિત છે. કેઈ ભિક્ષુક વેશ્યાને ઘેર ચાતુર્માસ કરે એ કયાંની રીત ? એમાં બુદ્ધ શાસનની શોભા શી ?” ભગવાન બુદ્ધે તે ભિક્ષુની શંકાને પ્રત્યુત્તર આપતાં કહ્યું : “તું જે વેશ્યાને ત્યાં ચોમાસાની આજ્ઞા માંગે તે હું તને ન આપું, કેમકે જે સંન્યાસી વેશ્યાથી ભય પામે છે, લપસી પડવાને સંદેહ રાખે છે તે નિર્બળ છે. વેશ્યાની શક્તિ સામે જે સંન્યાસી હારી જાય તે તેની સાધનાની કિંમત કેડીની પણ રહે નહિ. આ તે સંન્યાસીની સાધનાની કસોટીને અવસર છે, ભિક્ષુ ! હાર કે જીતને વિચાર અત્યારે કરવાને નથી. વેશ્યાનું નિમંત્રણ છે અને સાધુને પણ પિતાની શક્તિમાં પૂરેપૂરો વિશ્વાસ છે. વેશ્યાને સદેહ નથી કે સાધુ પિતાના જીવનને આમૂલ ફેરવી નાખશે, તેમ ભિક્ષુને પણ ભય નથી કે વેશ્યાના સાંનિધ્યથી પિતાના જીવનનું પરિવર્તન થઈ જશે! સાધુ પિતાની શક્તિ ઉપર મુસ્તાક છે, વેશ્યા પિતાની ભાવનામાં ! જેને પિતાની જાતમાં આટલો વિશ્વાસ હોય તેને આજ્ઞા આપવામાં શે વધે હોય? વાંધે હેય તમારા જેવા સાધુઓને માટે, જે પિતાની જાતમાં વિશ્વાસ ધરાવતા નથી.”
કથ. આગળ ચાલે છે. ભિક્ષુ વેશ્યાને ત્યાં રહ્યો. જે ભેજન વેશ્યા કરતી તે જ ભજન તે કરતે, પરંતુ તેની સાધનામાંથી તલભાર પણ તે ગ્રુત થતું નહોતું. હવે વેશ્યાએ પોતાનું સ્વરૂપે પ્રગટ કરવા માંડયું. તેણે નૃત્ય અને ગીતનો પ્રારંભ કર્યો. અર્ધ નગ્ન અવસ્થામાં તે નાચવા લાગી. સાધુને સાધુ જીવનમાંથી ભ્રષ્ટ કરવા તેણે પિતાનાથી બનતા બધા જ પ્રયત્ન કર્યા, શણગાર સજ્યા, અવનવા હાવભાવે બતાવ્યા અને વિવિધ આકર્ષક મુદ્રાઓ પણ રજુ કરી છતાં ભિક્ષુ પિતાની સાધનામાં અડોલ રહ્યો. વેશ્યાને એક પણ પ્રયત્ન તેને વિષુબ્ધ ન કરી શકે. તેની