SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ તલવારની ધાર : ૨૧૩ સંશયમાં હતી. વેશ્યાના મનમાં શંકા હતી કે કદાચ સાધુ મારા આ નિમંત્રણને અસ્વીકાર કરશે. જ્યાં સાધુતાનું સૌંદર્યમય અલૌકિક જગત અને કયાં વેશ્યાની નારકીય સૃષ્ટિ ! બને વચ્ચે કર્યાયે મેળ ખાય એવી વાત નહોતી. તેથી સાધુ તેના નિમંત્રણને સ્વીકાર કરશે એ તેના મનમાં વિશ્વાસ બેસતું નહોતું. એટલું જ નહિ, તેને થતું હતું કે કદાચ સાધુ એમ પણ કહે કે, કયાં તું અને ક્યાં હું ? કયાં તારી કક્ષા અને કયાં મારી ? તારી રહેણીકરણ, રીતભાત, અને જીવન પદ્ધતિ સાથે અમારે કઈ જ મેળ ખાય તેમ નથી ! ૩૬ના આંક જેવી કશા જ મેળ વગરની આ વાત છે. આમ વિચાર આવતાં વેશ્યાનાં મનમાં નક્કી થઈ ગયું કે, મારે ત્યાં ચાતુર્માસની વાત જ અશક્ય છે. મારી ઈચ્છા કેઈપણ રીતે પરિપૂર્ણ થાય તેમ નથી. કયાં આ સાધુ અને જ્યાં હું વેશ્યા ! પણ વાત તેનાથી ઊલટી જ બની. ઘણી વાર મહાપુરુષોને માટે આપણે જે કલપના કરતા હેઈએ છીએ, તે આપણી પોતાની કલ્પનાનું પ્રતિફલન હોય છે. આપણી કલ્પના મહાપુરુષની ઊંચાઈને સ્પર્શતી નથી. આપણા વામન વિચારોથી વિરાટને માપવાને આપણે તે ક્ષુદ્ર પ્રયત્ન હોય છે. મહાપુરુષને સમજવા માટે, તેમની ઊંચાઈને સ્પર્શવા માટે તે પ્રકારનું આપણામાં સામર્થ્ય પ્રગટે, તે જ આપણે મહાપુરુષોનાં વ્યકિતત્વને, તેમની મહાનતાને, તેમની દિવ્યતાને, સમજી શકીએ. અન્યથા તેમને માટે કરેલી કલ્પના એક વિટંબનાથી વધારે કાંઈ જ હોતી નથી. વેશ્યાએ જે ધાર્યું હતું તેનાથી ઊલટું જ બન્યું. મુનિએ તરત જ વેશ્યાનાં નિમંત્રણને સ્વીકાર કરી લીધું. ભગવાન બુદ્ધની આજ્ઞાની અપેક્ષાઓ, મુનિએ વેશ્યાને ત્યાં વર્ષાવાસ વ્યતીત કરવાની સ્વીકૃતિ આપી. એ જોઈ વેશ્યા પણ આશ્ચર્યમાં પડી ગઈછતાં પિતાની ઊંચાઈએથી વધારે ક્યાસ કાઢવા, પિતાનાં મનમાં પ્રગટ થતા સંશયને વ્યક્ત કરતાં તે બેલીઃ “ભિક્ષુક! આપ ચાતુર્માસની સ્વીકૃતિ તે આપે છે, પણ ભગવાન બુદ્ધ ના પાડશે તો?” મુનિએ એટલા જ વિશ્વાસથી જવાબ આપેઃ “તમે જરા પણ ચિંતા ન કરે. હું મારા વચનમાં સંપૂર્ણ જાગૃત અને સાવધાન છું. ભગવાન બુદ્ધ મને અવશ્ય આજ્ઞા આપશે એ મને વિશ્વાસ છે; છતાં તેમની આજ્ઞા લેવી મારે માટે અનિવાર્ય છે. આજ્ઞા મળી જવાની છે તેની મને ખાત્રી છે છતાં તેને નિર્ણય આવતી કાલે આવશે. નિર્ણયની પરમ અને ચરમ મહેર ભગવાન બુદ્ધની આજ્ઞા છે. ભગવાન બુદ્ધને મારામાં પૂર્ણ વિશ્વાસ છે. અમારી સાધુચર્યાની મર્યાદાઓ છે. કેટલાક ઔપચારિક અને વ્યાવહારિક નિયમથી અમે બંધાએલા છીએ એટલે આજ્ઞા અમારે માટે અપરિહાર્ય છે. અન્યથા મને પિતાને પણ મારામાં પૂર્ણ વિશ્વાસ છે. મંદિર હોય કે વેશ્યાનું ઘર મારે માટે સમાન છે. મારી આવી આંતરિક વૃત્તિઓથી ભગવાન બુદ્ધ પણ સુજ્ઞાત છે.” બીજે દિવસે જ્યારે બધા ભિક્ષુઓ ભગવાન બુદ્ધની આસપાસ જાણે ભિક્ષુઓની પરિષદ ભરાણી હોય તેમ, વીંટળાઈને બેઠા હતા ત્યારે આ ભિક્ષુએ ઊભા થઈ ભગવાન બુદ્ધને કહ્યું
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy