SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪: ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર બની જાય છે. પિતાના સિવાય તે જગતમાં બીજા કેઈને જોઈ શકતો નથી. પરંતુ લક્ષ્મી ચંચળ છે. તે આવે છે અને ચાલી જાય છે. આવે છે ત્યારે જેમ વાંસામાં લાત મારે છે તેમ જાય છે ત્યારે તે છાતીમાં લાત મારે છે, તેથી માણસ વાંકે વળી જાય છે. ઉપર જોવાની શકિત પણ ઈ બેસે છે. શ્રીવિહીન બની જાય છે. તેનાં કાંતિ, પ્રતિભા, અને ઓજસ હરાઈ જાય છે, માણસ છતાં તેની માનવીય પ્રતિભા ભૂંસાઈ જાય છે. શ્રી રામજીભાઈ ઉપર લક્ષ્મીની આવી અસાધારણ કૃપા હોવા છતાં તેઓ કદી અકકડ થઈને, છાતી કાઢીને ચાલતા નહિ. તેમને શ્રીમંતાઇનું જરા પણ અભિમાન નહોતું. સાદાઈ તેમના જીવનને મૂળ મંત્ર હતો અને ઠેઠ સુધી તે તેમણે ટકાવી રાખે. લેકે તેમને કપાળ ફૂટયો” કહીને બોલાવતા હતા. કારણ કે તેમના કપાળમાં એક મોટો ખાડે પડેલે હતે. શ્રી રામજીભાઈના પાડોશમાં રહેતા એક સદ્દગૃહસ્થ શ્રી રામજીભાઈને એક દિવસ પૂછયું : રામજીભાઈ! તમે તે વેપારી છે, ગરમ થવાને તમારે ભાગ્યે જ પ્રસંગ આવે, ત્યારે લડવાની કે મારામારી કરવાની તે તમારે માટે વાત જ ક્યાંથી હોય? છતાં તમારા કપાળમાં આ આવડો માટે ઘા કયાંથી પડે છે?” શ્રી રામજીભાઈ જરા ગંભીર થઈ ગયા. થોડી વાર તેઓ મૌન રહ્યા, પછી બોલ્યાઃ મેં મારામારી, લડાઈ કે ઝગડાટંટામાં ભાગ નથી લીધે. પરંતુ આ ઘા મારે માટે ત્રીજા નેત્રની ગરજ સારે છે. પાડેથી સજજન જરા આશ્ચર્યમાં પડી ગયા એટલે રામજીભાઈએ કહ્યું: “સાંભળો, બાલ્યાવસ્થામાં મારા માબાપ ઘણાં ગરીબ હતા. રાજકોટમાં જ્યાં અમે રહેતાં હતાં ત્યાં, તમારા જેવા જ એક શ્રીમંત સગૃહસ્થને અમારે પાડોશ હતું. તેમની અને અમારી આર્થિક સ્થિતિમાં આસમાન જમીનને તફાવત હતા. અમારી સાથે બોલવામાં પણ તેઓ નાનપ અનુભવતા હતા. તેમની શ્રીમંતાઈ અને અમારી ગરીબી, એ જ અમારી વચ્ચેના ભેદભાવનું કારણ હતું. જો કે અમારા બાળકના માનસમાં તો કશે જ ભેદભાવ નહોતે, એટલે અમે સહુ બાળક સાથે મળીને રમતાં. શેઠનાં બાળકે ફળફૂલ ખાય અને છાલ અમારી તરફ ફગાવે. તેઓ રોજ મિઠાઈ ખાય અને એવું અમારી તરફ નાખી જાય. અમે નાના એટલે કંઈ સમજીએ નહિ, તેથી તેમને ખાતા જોઈ, અમે પણ અમારા માબાપ પાસે તે વસ્તુઓ અપાવવા હઠ કરીએ. માબાપ મુંઝાતાં, અમને આશ્વાસન પણ આપતાં, પરંતુ તે બધું પાણીમાં ખેંચેલી લીટી જ સિદ્ધ થતું. એક વાત આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે ભલે આપણું બાળકોને પ્યાર કરીએ, પરંતુ આપણા બાળકે તરફને આપણે પ્યારે બીજાનાં બાળકે તરફને અત્યાચાર ન બની જવો જોઈએ. બાળક પિતાનું હોય કે બીજાનું પણ બાળક તરીકે તેનાં પ્રતિ આપણા હૃદયમાં સમભાવ હોવું જોઈએ. બાળકે તે પ્રભુના પયગંબર છે. રામજીભાઈએ આગળ વાત કરતાં કહ્યું: “આ તે રજની વાત થઈ એટલે દરરોજ અમે માબાપ સાથે મિઠાઈ સારુ કછ કરતા. એક દિવસ મારી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy