________________
ઉદારતાની તેજસ્વીતા : ૧૭૩
છે. શાકભાજી સાથે મફતનાં કેથમીર મરચાં માગનાર, કોથમીર મરચાંની નગણ્ય કીમતની સામે પિતાની માનવતાની મહામૂડી ગુમાવી નાખે છે. માણસની આ જાતની પૈસાની પકડને કારણે તે આંતરિક રીતે શ્રીવિહીન, દરિદ્ર, રિક્ત અને શૂન્ય થઈ જાય છે.
પૈસાનું પણ એક બળ છે. સમાજમાં તેનું સ્થાન છે. પૈસાને લઈ પૈસાદારની સામાજિક પ્રતિષ્ઠા છે. અને તે આજે જ છે એમ નથી, સનાતન કાળથી તેનું મહત્ત્વ અકબંધ ચાલતું આવ્યું છે. છતાં પૈસા કરતાં પણ અધિક કીમતી એક તત્વ છે જે પૈસાની શક્તિને પણ ફીકી પાડી દે છે. માત્ર પૈસાને કારણે પૈસાદાર બની બેઠેલાને ભલે થોડે ઘણે બાહા મે સચવાતે દેખાતે હોય, પરંતુ જન સમુદાયના હૃદયના સિંહાસન ઉપર તેનું સ્થાન હોતું નથી. આડકતરી રીતે તો કે તેની ટીકા જ કરતા હોય છે. લક્ષમીનું વાહન ઘુવડ કહેવાય છે. એટલે પૈસાના કારણે શ્રીમંત ગણાતા માણસોને લેકે ઉલ્લ-ઘુવડ બનાવવા પ્રયત્ન કરતા હોય છે. પ્રસંગ આવ્યે તેમના પૈસાને લાભ લઈને પણ તેમને સારી રીતે ઉલ્લુ બનાવ્યાને નિર્દેશ પણ કરતા હોય છે. પૈસાને પકડી રાખનાર માણસની આવી કરુણ સામાજિક સ્થિતિ હોય છે. તેને પિતાને માન સન્માન કે પ્રતિષ્ઠા હતાં નથી. માન સન્માન કે પ્રતિષ્ઠા તેના પૈસાને હોય છે. પૈસાની સાથે તે આવે છે અને પૈસા જતાં તે ચાલ્યાં જાય છે. એટલે ખરી રીતે તે પૈસાને પકડી રાખનાર આંતર્સમૃદ્ધિથી શૂન્ય અને રિત હોય છે.
લક્ષ્મી ચંચળ છે. પુણ્ય અને પ્રારબ્ધના સંગથી તે ઉપલબ્ધ થાય છે. સંગે બદલાતા લક્ષમીને જતાં વાર લાગતી નથી એમ જે સમજે છે, તે સમય, સ્થિતિ અને લક્ષ્મીને સાર્વજનિક હિતમાં બરાબર ઉપયોગ કરી લે છે અને એવી વ્યક્તિ બાહ્ય સમૃદ્ધિના સમીચીન ઉપગમાં આંતરિક વૈભવ અને સમૃદ્ધિથી પિતાને સમૃદ્ધ બનાવી લે છે. આ હકીકતનું મર્મ સમજવવા માટે એક કાઠિયાવાડીનું જ એક દષ્ટાંત છે. તે સાચી ઘટેલી હકીકત છે. તદનુસાર–
ડાં વર્ષો પહેલાં રાજકેટમાં એક રામજીભાઈ નામના સંગ્રહસ્થ રહેતા હતા. તેમની પાસે સંપત્તિ અને વિપુલ વૈભવ વિલાસનાં સાધન હતા. પરદેશમાં તેમને ધીકતે વેપાર ચાલતો હતો. ઘણી પેઢીઓ હતી. શ્રી રામજીભાઈ તે બધી પેઢીઓનું સંચાલન ભારે કુશળતાથી કરતા હતા. પરમાત્માને અનુગ્રહ કહે કે પ્રકૃતિને, પુણ્યને અનુગ્રહ કહે કે પ્રારબ્ધને, પણ લક્ષ્મીની પરમ કૃપાને અમૃતભર્યો વરસાદ તેમના ઉપર સતત વરસી રહ્યો હતો. તેમની પિતાની કલ્પના કે બુદ્ધિ પણ કામ કરતી નહતી કે લક્ષ્મીની આવી અનુગ્રહભરી અનુકંપા પિતાના ઉપર શા માટે ઊતરી છે?
લક્ષ્મીને સ્વભાવ છે કે જ્યારે તે આવે છે ત્યારે વાંસામાં લાત મારે છે, એટલે માણસ છાતી કાઢી અહંકારથી ચાલવા માંડે છે. “મઢી સાંકડી અને બાવે પળે –' જેવી એની સ્થિતિ