SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યશ્લેક શ્રી વિનોદમુનિ : ૧૬૩ પહોંચ્યા. ત્યાંથી ખીચન સુધી પગે ચાલી ઉપાશ્રયમાં પહોંચ્યા. ત્યાં બિરાજતા ઉપર જણાવેલા મુનિવરેને તેમણે વંદન કર્યા. સામાયિક કરવા માટે સામાયિકનાં કપડાં પહેર્યા, અને સામાયિકનાં વ્રતને સ્વીકારતાં “નિયમ પુજુવા સામિ તુવિદ તિથિ ના બદલે ‘ગાવવાળ ઉતરવ૬ તિન બોલ્યા. મુનિવરે તે સાંભળી ચમક્યા, તેમને અટકાવવા જતા હતા, ત્યાં તે “ગપ્પા સિરામિ' બોલી પાઠ પૂરો કર્યો. પૂ. શ્રી સમર્થમલજી મહારાજે તેમને કહ્યું: “આ ઠીક નથી. તમે રજોહરણની દાંડી ઉપરથી કપડું કાઢી નાખે કે જેથી તમે શ્રાવક ગણાવ; અને જરૂર પડે તે શ્રાવકોને સહકાર લઈ શકે. પરંતુ શ્રી વિનોદમુનિ પિતાના નિર્ણયમાં મક્કમ રહ્યા, ત્યારે મુનિઓ આ જવાબદારીના નિષ્કારણ ભંગ ન થઇ પડે તે માટે તેમણે શ્રી વિનોદકુમારને એક જાહેર નિવેદન બહાર પાડવા જણાવ્યું. તે વાતને તેમણે સ્વીકાર કર્યો, અને તે પ્રમાણે તેમણે એક જાહેર નિવેદન બહાર પાડ્યું: “મારા માતપિતા મહિને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતા. “મા માગે' ના આધારે એક ક્ષણ હું દીક્ષાથી વંચિત રહી શકું તેમ નહોતું. મને સમય માત્રને પ્રમાદ કરે ઠીક ન લાગે. તેથી શ્રી અરિહંત ભગવંતે તથા શ્રી સિદ્ધ ભગવંતની સાક્ષીએ, મારા ગુરુ મહારાજ સમક્ષ દીક્ષાને પાઠ ભણીને, મારા આત્માના કલ્યાણ માટે મેં દીક્ષા અંગીકાર કરી છે. સમાજને ખોટે ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે. તેથી, તેમજ સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી, મારે મારો વૃત્તાંત પ્રગટ કરે ઉચિત છે.” આ બાજુ, વિનોદકુમાર ન દેખાતાં બધાં ચિંતામાં પડયાં. ખીચન જવા સંબંધની ભૂમિકાનું તેમના પિતાને સ્મરણ થયું, અને તા. ૨૬-૫–૫૭ના રોજ પૃથ્વીરાજજી માલુને આ સંબંધે ખીચન તાર કર્યો, ત્યારે વિનોદકુમારના સ્વયમેવ દીક્ષિત થઈ જવાના સમાચાર મળ્યા. આ સમાચારથી બધાને આશ્ચર્ય સાથે આંચક લાગે. અહીંથી એક શિષ્ટમંડળ તેમને સમજાવવા માટે ખીચન ગયું. અને તે શિષ્ટમંડળને તેમણે જે શિષ્ટતાપૂર્ણ જવાબ આપ્યો કે તમો અમારા વીરાણી કુટુંબના હિતૈષી છે, અને જે સાચા હિતૈષી હે તે મારા બા બાપુજીને સમજાવીને, હવે પછીની મેટી દીક્ષાની આજ્ઞા અઠવાડીયાની અંદર અપાવી દે.” તેમની આવી દઢતા અને આત્મનિષ્ઠાને જોઈ, શ્રી વિનોદમુનિને રાજકેટ લઈ આવવાની તેમની ભાવના નિષ્ફળ નીવડી. શ્રી વિનોદમુનિના તે ત્યાગ અને વૈરાગ્યમાં વર્ધમાન પરિણામ જ રહ્યા. તપસ્વી મુનિશ્રી લાલચંદજી મ. સા.નું આ ચોમાસું ફલેદી નિશ્ચિત થયું. દીક્ષા પછીના અઢી મહિના તો ભારે શાંતિ અને સમાધિથી પસાર થયા. ચાતુર્માસ દરમિયાન એક વખત તેમને હાજતે જવાની સંજ્ઞા થઈ. ગુરુની આજ્ઞા લઈ તેઓ દિશાએ ગયા. હાજતથી મોકળા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy