SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યશ્લોક શ્રી વિનોદમુનિ : ૧૬૧ જ્યદ્રથ અને દુર્યોધનને, પાપ અને પાખંડ, ડોળ અને દંભ ભર્યા આ ભ્રષ્ટ અને દીર્ઘ જીવન દરમિયાન રોજબરોજ કડવા ઘૂંટડા ઊતારવા પડ્યા, ત્યારે અલ્પ જીવનમાં વીર અભિમન્યુએ યશસ્વી અને અમર સ્વર્ગીય જીવનની ભારતવર્ષને ભેટ ધરી. શ્રી વિનોદમુનિ પણ એક ટૂંકી, અને તેમાંયે સંયમ જીવનની તે અતિઅલ્પ, જિંદગી જીવી ગયા. પરંતુ તેમનું આ નાનકડું જીવન ભવ્ય મહિમા અને ગરિમાની સર્વોત્કૃષ્ટતાને સ્પર્શનારું અને જૈન સમાજમાં એક ભવ્ય ઇતિહાસનું નિર્માણ કરનારું નીવડ્યું. પરમ વૈરાગી શ્રી વિનોદમુનિને જન્મ વિ. સં. ૧૯૯૨માં પિસુદાન (આફ્રિકા) કે જ્યાં વીરાણી કુટુંબને વ્યાપાર ચાલતો હતો ત્યાં થયો હતો. તેમના પિતાશ્રી, શ્રી દુર્લભજીભાઈ આપણી જ્ઞાતિના ધનકુબેર છતાં એક સરળ, નિરાભિમાની, સાવિક અને ધર્મપરાયણ ઉત્તમ આત્મા છે. તેમનાં માતુશ્રી મણિબેન ભદ્રિક પરિણામી, દયાશીલ અને તપોનિષ્ઠ શ્રેષ્ઠ આત્મા છે. આ વીરાણી કુટુંબ આમ તે રાજકોટ (સૌરાષ્ટ્ર)નું મૂળવતની છે. પરંતુ ગુજરાત સૌરાષ્ટ્રમાં જ નહિ, આખા જૈન જગતમાં આ પુણ્યશાળી કુટુંબનું ભારે મહત્ત્વપૂર્ણ સ્થાન છે. શ્રી વિનેદમુનિ આ શ્રીમંત કુટુંબમાં જન્મ્યા હતા એટલે અદ્યતન સુખસાધને અને અનુકૂળતાઓની તેમને કશી જ ખામી ન હોય તે આપણે સમજી શકીએ છીએ. છતાં પૂર્વજન્મની સાધનાઓના સંસ્કારોના બળે કરીને, આ જન્મમાં સહજ પુણ્યથી તેમને જે આ સુખસાહ્યબી સંપ્રાપ્ત હતી, તેના પ્રત્યે તેઓ અંતરંગમાં ઉદાસીન હતા. પરદેશના પ્રવાસે જવાનું પણ તેમને થયું અને એ રીતે તેમણે ઈગ્લેન્ડ, બેલજીયમ, હોલેન્ડ સ્વીટ્ઝર્લેન્ડ, ઈટાલી, ઇજીપ્ત આદિ દેશોના પ્રવાસો પણ ખેડયા, છતાં એ દેશનું સૌંદર્ય કે અદ્યતન વૈજ્ઞાનિક સાધનોની પ્રચુરતા અને અનુકૂળતા તેમને સ્પર્શી ન શકી. તેઓ તેનાથી જરાયે આકર્ષાયા નહિ કે તેમની વૈરાગ્યવૃત્તિમાં જરાયે કચાશ આવી નહિ. પરદેશના પ્રવાસમાં પણ, તેમણે પોતાના ખાનપાનની જે મર્યાદા નકકી કરી હતી, તે બરાબર જાળવી અને યમનિયમના પાલનમાં કિંચિત્માત્ર શિથિલતા આવવા ન દીધી. તેમની આંતરિક વૈરાગ્યવૃત્તિની સુદઢતાની આ શુભ નિશાનીઓ હતી. શ્રી વિનોદમુનિ અવશ્ય પૂર્વજન્મના કેઈ ગભ્રષ્ટ આત્મા હોવા જોઈએ. નહિતર આટલા ભેગે પગના ઉચ્ચતમ, અઘતન સાધનો તેમને ઉપલબ્ધ હોવા છતાં તેના તરફ આવી ઉપેક્ષા તેમને કેમ થાય? સુખ વૈભવની સુંવાળી શા છેડી, સાધનાની કાંટા ભરેલી કેડી ઉપર પગલાં માંડવાની આવી ગવૃત્તિ કેમ જન્મ? તેમના આ સંસ્કારેને વધારે સંપુષ્ટ અને પલ્લવિત કરનારા મહાપુરુષમાં તેમના માટેના આસન્ન ઉપકારી અને આદ્ય મહાપુરુષ પૂ. માણેકચંદ્રજી મ. સા. બેટાદ સંપ્રદાયવાળા હતા. તેમના અસરકારક પ્રવચનેએ તેમના જીવનને રૂપાંતરિત કરવામાં અસરકારક અને કીમતી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy