________________
૧૬૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
થતાં નહાતાં. લાંબું જીવન ભલે એ જીવ્યે પરંતુ તે હ ંમેશાં અંધકારને જ ફેલાવતા રહ્યો. પેાતાનાં કાર્યાંથી દુર્ગંધને રેલાવતા રહ્યો. અને અંતે અંધકારના એ ક્રીડા એક દિવસ અંધકાર ભરેલા નરકમાં પહાંચી ગયા.
અર્જુન પુત્ર અભિમન્યુ કશેારાવસ્થાની સભ્યાએ માજમા અને માન દોલ્લાસ ભર્યાં દિવસે વટાવતા નવયૌવનના તરવરાટ અને થનગનાટ સાથે જીવનની કેડીએ અંતરનાં લાખલાખ અરમાના સાથે પગલાં પાડતા હતા.
સુંદરતાની સુરખીભર્યાં તેના તેજસ્વી ચહેરા, અંગઅંગમાંથી નીતરતુ નવયૌવનનુ તેનુ મેાહક જેમ અને વીરત્વભરી પ્રતિભાને પ્રગટ કરતી તેની આકષ ક ચાલને જાણે આપણે નિહાળ્યા જ કરીએ એવા માત્ર સેળ જ વર્ષના દૂધમલિયા જુવાન અભિમન્યુ, કિશાર છે એવુ' જાણતાં છતાં, તેજોદ્વેષી કોરવાએ લાગ જોઈ પાંડવાને હલકા અને ઝાંખા પાડવા એક ચક્રવ્યુહ રચ્ચે.. અદેખા અને ઇર્ષ્યાખાર ખીજું શું કરે?
આ આખાયે પ્રસંગ કરુણ અને વીરરસ સભર છે. કુરુક્ષેત્રના મેદાન પર પાંડવ-કૌરવાનુ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ત્રિગોએ યુદ્ધનું આહ્વાન કરતાં અર્જુનને એક ખાજુ તેની સાથે લડવા જવુ' પડ્યુ છે જ્યારે ખીજી માજુ દ્રોણાચાર્યે ચક્રવ્યુહ ગોઠવીને પાંડવાને મુંઝવણમાં નાખ્યા છે. પાંડવામાં અર્જુનના પુત્ર અભિમન્યુ સિવાય કોઈ ચક્રવ્યુહના ભેદ જાણતા નથી. ‘હવે શું કરવું ?’ યુધિષ્ઠિર મુંઝાયા. તેમણે અભિમન્યુને કહ્યું: 'બેટા ! તારો બાપ સ’શમકાની સામે ગયા છે. અમે કેાઇ તે આ ચક્રવ્યુહના ભેદ જાણતા નથી. માટે તુજ એને ભેદ’
અભિમન્યુ વીર હતા. તેને ચક્રવ્યુહ તાડતા આવડતા હતા પણ તેમાંથી પાછા ફરવાના ઉપાયની તેને ખબર નહેાતી. છતાં તે વીર કિશોરે તે જવાબદારી સ્વીકારી અને ચક્રવ્યુહને તાડીને અદર પ્રવેશ્યા, અને કૌરવ સેનાના કચ્ચરઘાણ વાળવા લાગ્યા. કૌરવસેનાના વીર ચેાદ્ધાએ એકઠા મળીને અભિમન્યુ ઉપર મારા ચલાવી રહ્યા હતા, પરંતુ અભિમન્યુ કાઇથી ગાંજ્યા જાય તેમ નહોતા. તે તે શત્રુ સૈન્યના સામના કરતા આગળ ને આગળ ધસ્યે જતા હતા. તેના કાકાએ મામાએ પણ તેનું રક્ષણ કરતા પાછળ ને પાછળ ધસ્યે આવતા હતા. પણ જયદ્રથૈ તેમને રાકયા અને અભિમન્યુ પાંડવ સેનાથી વિખૂટા પડી ગયા. એકલેા પડેલા અભિમન્યુ ખૂબ બહાદુરીથી લડયા પણ તે કયાં સુધી ટકી શકે ? કૌરવસેનાના છ છ મહારથીએ તેના પર એકઠા મળીને તૂટી પડયા અને અંતે નિજયશ્રીની વરમાળ પરોક્ષ રીતે પહેરીને કૌરવાએ ઊભાં કરેલાં આ અન્યાયપૂર્ણ યુદ્ધમાં વીરભદ્રસમે એ વીર મૃત્યુ પામ્યા. અભિમન્યુ તા ગયા પણ તેની વીરતાની સૌરભ આજ પણ આ પૃથ્વીના પટ પર મહેકતી રહી છે. આમ મરતાં મરતાં પણ અભિમન્યુ અમર ઇતિહાસનું સર્જન કરતા ગયા.