SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર કરાવવા લઇ ગયા હતા તે માટે પુરાહિત હતો. પુરોહિત પોતાના સદ્ભાગ્યને પ્રશસવા લાગ્યા તો કેટલાક તેને સાંપડેલ આ સદ્ભાગ્યથી તેની ઇર્ષ્યા કરવા લાગ્યા. સહુને એક વિશ્વાસ હતા બાદશાહ પોતાને યમુનાજીના દન કરાવનારને અવશ્ય કીમતી પુરસ્કાર આપશે. અકબર આ સ્થિતિ પામી ગયા. એટલે જે પુરાહિત દન કરાવવા ગયા હતા તેને, સડક ઉપર પડેલી એક ફૂટેલી કોડી લઇને તેણે પુરસ્કારમાં આપી દીધી. બ્રાહ્મણ પણ વસ્તુસ્થિતિ સમજી ગયા. તેથી તેણે પણ કશા જ ક્ષેાભ કે કચવાટ વિના બાદશાહે આપેલા પુરસ્કારને હાથમાં લઇ લીધેા, અને માથે ચઢાવી કાઇ જોઈ ન જાય તેમ મુઠ્ઠી બંધ કરી દીધી. કોઈ બીજો તે જોઈ શકયા ન હતા. માત્ર અકબર અને પુરોહિતને જ ખબર હતી કે તે ફૂટેલી કોડી છે. બ્રાહ્મણે બાદશાહને માથું નમાવ્યું, ધન્યવાદ આપ્યા અને આશીવચના ઉચ્ચાય. આખા ગામમાં આશ્ચર્યંની લહર ફેલાઈ ગઈ. બાદશાહે પુરોહિતને શી કીમતી ભેટ આપી તે વિષે જેટલા લેાકા તેટલા અનુમાન થવા લાગ્યા. લાકોએ જ્યારે પુરોહિતને આ વિષે પૂછ્યું ત્યારે તેણે પણ હસતે મોઢે જવાબ આપ્યા, કે જન્મ જન્માન્તર સુધી મારા પરિવારના સભ્યો ખર્ચો કરે છતાં ખ ન કરી શકે, એવી એ અજબ ભેટ છે. ફૂટેલી કોડી કયાંથી ખર્ચી શકાય ? લેાકા વધારે પરેશાનીમાં પડયા. ઇર્ષ્યાએ પોતાના હાથ લંબાવ્યા. અંતે આ ખબર બાદશાહના કાન સુધી પહેાંચી. દરબારીએ પણ તેજોદ્વેષથી પીડિત હતા એટલે અંતે બધાએ Rsિ'મતપૂર્વક આ વાત બાદશાહને પૂછી લેવાના નિર્ણય કર્યો. બ્રાહ્મણ કહેતા હતા કે તેને એવી વસ્તુ આપી છે કે જે તેના પરિવારના સભ્યો જન્મજન્માંતરો ખચ કરે તે પણ ખચ કરી શકાય નહિ. બાદશાહ અકબર પણ બ્રાહ્મણુની આવી વાત સાંભળી બિચારમાં પડી ગયા. પેાતે ફૂટેલી કોડી જ આપી છે તેની તેને ખાતરી હતી. વળી પોતે બ્રાહ્મણને ફૂટેલી કોડી આપી છે એ વાતનેતે બહાર પાડી શકે તેમ પણ નહાતા. કેમકે તે વસ્તુ તેના મેાભાને છાજે તેવી નહાતી. તે વિમાસણમાં પડઃ ‘બ્રાહ્મણ આમ કેમ ખેલતા હશે ? કાડીને બદલે કાંઈ ખીજું તેા નહિ અપાઇ ગયુ. હાય ને ? તેને ચિંતા થવા લાગી. સડક ઉપરથી મળેલી તે કોડીમાં કોઈ જાદુઈ રહસ્ય તેા નહિ છુપાયેલુ હાય ને ?” આ ચિંતા ક્રમિક રીતે વધતી ખાદશાહના પ્રાણૢાને સ્પર્શી ગઈ. બાદશાહની નીંદ હરામ થઈ ગઈ. દરબારીએ અને બેગમે પણ આ વાત જાણવા આતુર બની ગયાં. તે બ્રાહ્મણુ પણ ભારે કુશળ હતા. પોતાને થએલા અપમાન અને અન્યાયને તે પચાવી ગયા હતા. હવે માત્ર તે સમયની રાહ જોતે હતા. અંતે જે સમયની તે રાહ જોતા હતા તે સમય આવી પહેાંચ્યા. અકબરે જ બ્રાહ્મણને પોતાના દરબારમાં ખેલાવવા સંદેશ મોકલ્યા. બ્રાહ્મણુ બાદશાહના ચરણામાં હાજર થયા. તે ખેલ્યા હું ભાગ્યશાળી છું કે આપની પાસેથી મને એવી અમૂલ્ય વસ્તુ ભેટ મળી છે કે જેને ખચવી જ અશકય છે. જન્માજન્મ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy