SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વમૂલક અહં ઃ ૧૫૫ કંપન ઊભું કરી શકે છે, તમારા ક્રોધને ઉત્તેજિત કરી શકે છે, મદિરાની માફક તમને ઉન્મત્ત બનાવી શકે છે, ભાન ભૂલાવી શકે છે, તમારી સામાયિક સામાયિકને ઠેકાણે રહી જાય છે અને તમે સ્વર્ગને બદલે નારકીય વાતાવરણને જન્માવનારા બની જાઓ છો. કારણ, તમારી દેરી તમારા હાથમાં નથી. ભગવાન બુદ્ધના જીવનમાં ઘટેલી આ ઘટના જે આપણા પ્રાણોને સ્પર્શી જાય, તે ગમે તેવા સાનુકૂળ અને પ્રતિકૂળ પ્રત્યાઘાતેની વિષભરી અસર આપણા માનસને વિક્ષિત અને રુષ્ણ બનાવનારી ન નીવડે. જ્યારે કષાયભાવે આત્માના સ્વરૂપ નથી, ત્યારે તેમને પિતાના માની અશાંતિ અને અસમાધિ શા માટે ઊભી કરવી જોઈએ? અરીસાની સામે જે વસ્તુ આવે છે તે તેમાં પ્રતિબિંબિત અવશ્ય થાય છે. પરંતુ અરીસે તેને કેમેરાની માફક સંઘરી રાખતા નથી. જીવન પણ દર્પણ જેવું હોવું જોઈએ. પ્રતિબિંબ ભલે બધાંનું પડે પરંતુ સંગ્રહ કેઈને નહિ. સંસારમાં જન્મ, મરણ, સુખ અને દુખ જે કંઈ પણ જીમાં દેખાય છે, તે પિતાના જ સારા-નરસા પુરુષાર્થનું સુનિશ્ચિત ફળ છે. આ બધાંને પ્રકૃતિ, પ્રારબ્ધ કે નિયતિ સ્વરૂપ માનીને ચાલીએ તે વાંધે ન આવે. પરંતુ આપણે કરીએ છીએ એનાથી ઊલટું જ. દરેક સ્થિતિમાં આપણે પિતાના કર્તુત્વનું આરોપણ કરીએ છીએ અને આમ રાગદ્વેષના વમળમાં, વગર વિચાર્યું, અનાયાસ સપડાઈ જઈએ છીએ. આ જ આપણી એક કરુણ કમનસીબી છે. કહ્યું છે કે अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदःखसौख्यम् । कर्मण्यह कृतिरसेन चिकीर्षवस्ते, मिथ्यादृशो नियतमात्महतो भवन्ति ।। અર્થાત અજ્ઞાનરોગથી ગ્રસ્ત અજ્ઞાની આત્મા પરથી પરનાં સુખ દુઃખ અને જન્મમરણને જુએ છે. તે અહંની સઘનતા વડે, કતૃત્વના રસને ઇચ્છુક બને છે અને નિયમથી મિથ્યાદ્રષ્ટિ અને આત્મઘાતી હોય છે. જેમ બેધ્યાનમાં ચાલતા માણસને માર્ગમાં પડેલા પથ્થરની ઠેસ વાગે ત્યારે કશે જ વિચાર કર્યા વગર તે એમ માનવા લાગે છે, જે આ પથ્થર રસ્તાની વચ્ચે ન પડે હોત તે મને ઠેસ વાગત નહિ. અને પછી, જે તે પથ્થર ઉપર ક્રોધ ઊતારવા લાગે, તેને તેડવા પ્રયત્ન કરવા લાગે, તે તેની આ અજ્ઞાનતા જોઈ આપણને હસવું આવે છે. પરંતુ આપણે બધાં અહં અને કર્તુત્વના અભિમાનમાં ઉન્મત્ત બની, આવાં જ મૂર્ખાઈભર્યા કામ કરી રહ્યાં છીએ તેને આપણને જરા પણ ખ્યાલ નથી. અહંકાર એ ક્ષણેક્ષણ ફરતું ચલચિત્ર છે. અહંકાર પિતામાં એ તે કુશળ છે કે, તે ફરેલી કેડી ઉપર પણ મેટું સામ્રાજ્ય ઊભું કરી શકે છે. એક વખત પ્રસંગ છે. અકબર બાદશાહ યમુનાજીના દર્શન કરવા આવ્યું હતું. જે માણસ અકબર બાદશાહને યમુનાજીના દર્શન
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy