SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર નરસા ભાવિની આગાહી છે. સ્વાભાવિક જ જે પગ પાસે બેઠા છે તેના ઉપર જ પ્રથમ નજર પડવાની એટલે ભાવિની પસંદગીને પહેલે અધિકાર તેને જ મળવાને. જે વિનમ્ર છે તેને જ પક્ષે વિજય થશે. વિભાજનની જે પદ્ધતિ શ્રીકૃષ્ણ અપનાવી તે ભારે વિચિત્ર અને ડહાપણ ભરેલી હતી. તેમાં પણ અકચ્ચ ગણિત હતું. તેમને અફેર નિર્ણય હતું કે, એક બાજુ હું એકલ, તે પણ નિઃશસ, અને યુદ્ધમાં ન ઉતરવાને પાકા નિર્ણય સાથે, અને બીજી બાજુ મારી આખી સેના. આ નિર્ણય સાંભળી દુર્યોધનની પ્રસન્નતાને પાર નહોતે. કારણ એકલા, નિઃશસ્ત્ર અને • યુદ્ધમાં ન ઉતરવાના નિર્ણય વાળા શ્રીકૃષ્ણની માંગણી છે તે જ કરે છે હારવાની તૈયારી રાખતે હોય. માંગણી કરવાને અધિકાર પ્રથમ અર્જુનને મળ્યું હતે-કેમકે શ્રીકૃષ્ણની નજર પ્રથમ તેના પર પડી. આ જોઈ દુર્યોધન ભય પામે. દુર્યોધનના મનમાં થયું, ભારે ભૂલ થઈ ભારે છેતરાઈ ગયા. પગની પાસે ન બેસવાની ભારે કીમત ચૂકવવી પડશે. કેમકે એકલા નિઃશસ્ત્ર શ્રીકૃષ્ણની અર્જુન યુદ્ધમાં પસંદગી કરશે નહિ. તે નક્કી તેમની ફેજની માંગણી કરશે અને મારી હાથ વેંતમાં આવેલી જીત હારમાં પલટાઈ જશે. અર્જુન જાણતું હતું કે જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં જ વિજય છે. એટલે તેણે તેમની મેટી સેનાની પોતાના પક્ષમાં માંગણી કરવાને બદલે એકલા શ્રીકૃષ્ણની માંગણી કરી. શ્રીકૃષ્ણ ફેરવી ફેરવીને અર્જુનને પૂછી જોયું, લાભાલાભના હિસાબે ગણાવ્યા, ફરી વિચારી જવા સમજાવ્યું, પરંતુ અર્જુન પિતાના નિર્ણયમાં અડગ રહ્યો. દુર્યોધન મનમાં હસવા લાગ્યા. પિતાની આંતરિક ભાવનાને ક્રિયાન્વિત થવાને ઈશ્વરે અવસર આપ્યો છે એમ માની, પાંડની અજ્ઞાનતાની તે મનમાં મશ્કરી કરવા લાગ્યું. તેને ખુશી એ વાતની થઈ કે નાસમજ અને નાદાન પાંડેએ મોટી સંખ્યાની સૈનિક શકિતની ઉપેક્ષા કરી અને એકલા કૃષ્ણની પસંદગી કરીને પિતાની હારની સુનિશ્ચિત આગાહી કરી છે. પોતાના મનની બાજી સફળ થયેલી જોઈ, દુર્યોધનના મનમાં ખાતરી થઈ કે જ્યારે કૃષ્ણનું આવું મેટું સૈન્ય બળ મારે પક્ષે છે, ત્યારે મારે વિજય ચોક્કસ છે. પરંતુ કપેલી આ સુનિશ્ચિત જીતમાં જ સુનિશ્ચિત હાર સમાએલી હતી એ વાત અભિમાનમાં આંધળા બનેલ દુર્યોધનને સમજાય એમ નહતી. પાંડવોની જે પસંદગી હતી તે આત્મીય હતી, ગહન હતી, આધ્યાત્મિક હતી અને ધર્મમય હતી. ખરેખર તે કૃષ્ણ તેમના પક્ષે ઊભા રહ્યા એ જ યુદ્ધના પરિણામની આગાહી હતી. પગની પાસે બેસવાની ઘટના આત્યંતિક અને મહત્ત્વપૂર્ણ બની ગઈ. કૃષ્ણનું પાંડવપક્ષે હોવું યુદ્ધની નિષ્પત્તિનું સૂચક હતું. આમ તે કૃષ્ણ બંનેના મિત્ર છે. કૌરવ અને પાંડવ બંને કૃષ્ણને હૃદયથી ચાહે છે. કૃષ્ણ જો બંને તરફ સદૂભાવના રાખતા ન હોત, તે બંનેના પ્રતિનિધિઓ તેમની પાસે આવ્યા જ ન હિત. પરંતુ પાંડવ ધર્મના પક્ષમાં હતા. કોરની અન્યાયી વૃત્તિ કેઈથી છાની ન હતી. એટલે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy