SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનનાં ધ્રુવ સત્ય: ૧૪૯ ધર્મ કથાગમાં દ્રૌપદીના અધ્યયનમાં પાંડવેને શ્રીકૃષ્ણને આ અનુભવ પણ થયો જ છે. આ શાસ્ત્ર અનુસાર પાંડે દેશનિકાલના દંડન ભાગીદાર પણ થયા હતા. આપણે એમ માનીએ છીએ કે મિત્રે હંમેશાં મિત્રની રીતે જ રહેવું જોઈએ, અને શત્રએ હમેશાં શત્રુની રીતે જ રહેવું જોઈએ. આપણે જીવનને નિશ્ચિત વિભાગમાં વિભાજિત કરીએ છીએ અને તેને સ્થિરતાની પરિસ્થિતિમાં મૂકવા પ્રયત્ન પણ કરીએ છીએ. પરંતુ જીવન પહાડની માફક સઘન અને સ્થિર નથી. તે નદીની માફક તરલ અને અસ્થિર છે. જીવનનું આ ધ્રુવ સત્ય જે સમજાઈ જાય, ઓળખાઈ જાય અને પારદશીં પ્રજ્ઞાથી હૃદયંગમ બની જાય તે અર્જુનના સખા અને સારથિ તરીકે ભાગ ભજવતા શ્રીકૃષ્ણ, પ્રસંગ આવ્યે અર્જુન સાથે યુદ્ધમાં પણ સરળતાથી ઊતરી શકે છે, એ સત્ય સમજવામાં કશી જ અડચણ આવવા સંભવ નથી. નદીની જે લહર અત્યારે સમીપવતી અને ચક્ષુચર થઈ રહી છે, થોડા જ વખતમાં તે દૂર સુદૂર અને આંખોથી અગોચર થઈ જશે. જે તરંગે આજે સાથે સાથે ચાલતા દેખાતા હતા, આવતી કાલે તે બહુ દૂર ફેંકાઈ ગએલા જણાશે. એટલે લંબાણભર્યા, ક્ષણે ક્ષણે બદલાતા, નદીની જેમ તરલ અને અસ્થિર જિદગીના માર્ગમાં, કેણ કોની સાથે છે તે નિશ્ચિત ન કહી શકાય. બધું જ ક્ષણવતી છે, ક્ષણક્ષયી છે, પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. ક્ષણિક અને નિત્યવિનશ્વરશલ આ જગતમાં ક્ષણ પછી કેણ સાથે રહેશે એ કેમ કહી શકાય? આજે કણ વિધમાં છે અને ક્ષણ પછી કેણ વિધી થશે, તે કંઈજ કહી શકાય નહિ. આ જીંદગીને જે નદીના વહેતા પ્રવાહના જેવી તરલ માને છે અને તે રીતે જીવે છે, તે કેઈને પણ શત્ર કે મિત્ર બનાવતા નથી. જે શત્રુ બની જાય છે, તેને ક્ષણ માટે તે શત્રુ માની લે છે અને જે મિત્ર બની જાય છે, તેને ક્ષણ માટે તે મિત્ર માની લે છે. જીવનમાંથી પસાર થતાં, જે સંગો અને પરિસ્થિતિઓ આવે છે તેને સ્વીકારી લેવામાં જ, તે જીવનની સમગ્રતાને અનુભવ કરે છે. કૃષ્ણ માટે કઈ શત્રુ નથી અને કોઈ મિત્ર પણ નથી. કૌર અને પાંડવે બેઉ તેમને પિતાના માનીને જ ચાલતા હતા. કયા પક્ષમાં શ્રીકૃષ્ણ કામ કરવું, તે પ્રસંગ પણ રસપ્રદ છે. કૃષ્ણ સૂતા છે. તે વખતે કરે અને પાંડવ પક્ષના પ્રતિનિધિઓ તેમને સાથે મેળવવા તેમની સેવામાં આવ્યા છે. તેમના જાગવાની બંને કાળજીભરી પ્રતીક્ષા કરી રહ્યા છે. અર્જુન કૃણના પગની પાસે અને દુર્યોધન કૃષ્ણના માથાની પાસે બેઠા છે. દુર્યોધન પગની પાસે કેમ બેસી શકે ? પગની પાસે બેસવા વિનમ્રતા જોઈએ, અહંનું વિસર્જન જોઈએ. આવી નાની નાની બાબતો પણ ભારે સૂચક હોય છે. આપણે સૌ જીવનમાં તે જ આચરીએ છીએ જે આપણે અંદરથી છીએ. આચરણ આપણું આંતરિક વૃત્તિનું દર્પણ છે. આપણું કાર્યો આપણું મનેદશાના ઘાતક છે, પડઘો પાડનાર છે. આ કાંઇ આકસ્મિક ઘટના નથી. દુર્યોધનનું માથાની પાસે બેસવું, અને અર્જુનનું પગની પાસે બેસવું એ આવી રહેલા ભવિષ્યનું સૂચન કરનારી, સારા અને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy