SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ઃ ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પરંપરાના સાધુઓ ગમે તેવા કીમતી, ગમે તે જાતના રંગનાં, અને ગમે તેવા વસ્ત્રોને સરળતાથી ઉપયોગ કરી શકે છે. જેમ બાહ્યાચાર અને ઉપકરણના આ સ્પષ્ટ ભેદો દેખાય છે, તેમ ધર્મ પ્રરૂપણાના સંબંધમાં પણ પાયાના ભેદ જણાય છે. બંને પ્રભુએ એક જ કડીના આંકડાઓ છે. રાષભદેવ પ્રભુથી ચાલી આવતી તીર્થકરેની પરંપરામાં ૨૩મા પાર્શ્વ પ્રભુ છે તે ૨૪મા ભગવાન મહાવીર છે. વળી આ બંને તીર્થકરેની કાળ મર્યાદામાં હજારે વર્ષોના સમયને ગાળે પણ નથી, છતાં આ બધી પાયાની વિચિત્રતાઓ શાને આભારી છે? બંને પક્ષને શિષ્ય સમુદાય એકબીજાની રહેણી કરણ અને આચાર ગેચરની ભિન્નતાને જોઈને જે શંકાશીલ બન્યું હતું, તેની વાત તેમણે પિતપોતાના ગુરુદેવને કહી. આ ઉપરથી બંનેના ગુરુદેવનાં માનસમાં પરસ્પર મળવાને અને એ રીતે શિષ્યનાં માનસને સમાધાન મળી રહે તેમ કરવાના વિચારને પ્રાદુર્ભાવ થયે, જેનાં પરિણામે બંને માટે સુખદ અને શ્રેયસ્કર આવશે જે અવસરે. • જીવનનાં ધ્રુવ સત્ય જિંદગી ક્ષણેક્ષણ પરિવર્તન પામતી અને બદલાતી રહેતી સ્થિતિ છે. કયાંક છાયા છે તે કયાંક તડકે. અત્યારે જ્યાં તડકે દેખાય છે, થડા વખત પછી ત્યાં છાયા થશે. અને જ્યાં આ ક્ષણે છાયાનાં દર્શન થઈ રહ્યાં છે, સમય જતાં ત્યાં ધમધખતા તડકાનું અસ્તિત્વ થઈ જશે. સવારથી સાંજ સુધી, આ જીવન ઉદ્યાનને ગહનતાથી અને હોંશપૂર્વક નિહાળશે, તે આ જીવન બાગનું બધું બદલાતું જ વાતાવરણ દેખાશે. કોઈ પણ વસ્તુની સ્થિરતાનાં દર્શન ભાગ્યે જ થશે. તડકે જશે અને છાયા આવશે, વળી છાયાનું સ્થાન કદીક તડકે લઈ લેશે. વાદળાંઓ આવશે અને વિખરાઈ જશે. સૂર્યોદય થશે, બપોર થશે, સાંજ થશે, રાત્રિ થશે, અંધારું આવશે અને પ્રકાશ થશે. જીવનમાં કેઈ નિશ્ચિત ધારણા સામાન્યતયા કઈ બાબતની થઈ શકે નહિ. એટલે આપણે ઘણી વખત અનુભવ કરીએ છીએ કે, જે આજે આપણી દ્રષ્ટિમાં દુનિન દેખાતે હોય છે તે સમય બદલાઈ જતાં, મિત્ર બની જાય છે. અને મિત્રને પણ આ જ રીતે શત્રુ બની જવામાં ભાગ્યે જ વાર લાગે છે. કેણુ મિત્ર અને કેણ શત્રુ, તેને નિર્ણય પરિસ્થિતિઓ અને સંયોગ કરે છે. જીવન જીવવાની આપણું રીત જુદી જ જાતની છે. આપણી જીવન જીવવાની જે પ્રક્રિયા છે, તેમાં તે કઈ આપણે મિત્ર હોય છે તે કઈ આપણે શત્રુ હોય છે. પરંતુ જ્યારે પરિસ્થિતિઓ મૂલતઃ ફરી જાય છે, ત્યારે ફરી મુશ્કેલીઓ ઊભી થાય છે. જીવનમાં શત્રુતા કે મિત્રતા કોઈ સુનિશ્ચિત વસ્તુ નથી. તે હંમેશાં પરિવર્તનશીલ છે. જીવનની આવી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy