SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ : ભેઘા પાષાણ, ખેલ્યો દ્વારા શાસ્ત્રકારે ત્યાંની ક્ષેત્રજન્ય શીત પીડા અને ઉષ્ણતાની પીડાને એક દાખલાથી સમજાવતાં કહે છે કે, એક લાખ મણ વજનવાળો એક છે, જે ઉષ્ણ સ્પર્શવાળા નરકક્ષેત્રની ગરમીમાં મૂકવામાં આવે છે, એક ક્ષણ માત્રમાં તે લેખંડને ગોળ પિતાનાં કઠણપણાને છોડી, પાણી બની જાય છે. આવી અસહ્ય ઉષ્ણતામાં સતત સબડતા નારક છેને કેટલી ઉષ્ણતાજન્ય પીડા ભોગવવી પડતી હશે તેનું તે માત્ર આપણે અનુમાન જ કરવું રહ્યું. તમે તે ઉષ્ણતામાનની ડિગ્રી જે ૧૦૦-૧૦૫થી વધી જાય તે ઈલેકટ્રીક ફેનને ઉપગ કરે છે. ઉષ્ણતાથી બચવા એરકંડીશન બંગલા બનાવે છે. ઉષ્ણતા તમારા શરીરને સ્પર્શી ન જાય તે માટે ભારે સાવચેતીનાં પગલાં - આગળથી જ લે છે. ત્યારે નરકના જીવને તમારી જેમ સગવડતા નથી. એ તે ઉષ્ણતાની ધગધગતી ભઠ્ઠીમાં સતત સળગ્યા જ કરતા હોય છે. આજે ભલે આ સાંભળવાને વિષય બની રહ્યો હોય, ભૂતકાળમાં સાક્ષાત્ અનુભૂતિને વિષય પણ બન્યું હશે, પરંતુ ભવિષ્યમાં ફરી આ વેદના અનુભવવી ન પડે, તેની સતત કાળજી રાખીશું તે પણ બેડો પાર થઈ જશે. આ તો ઉષ્ણતાજન્ય વેદનાની વાત થઈ. શીતજન્ય વેદનાની અસર એનાં કરતાં જરાયે ઓછી નથી. શીતજન્ય વેદનાને સમજાવવા માટે શાસ્ત્રકાર તે જ દાખલાને વિસ્તૃત કરતાં કહે છે કે, એક લાખ મણ વજનવાળે મેળે જે ઉષ્ણતાની તીવ્રતાથી એક ક્ષણમાં ગળી પાણી થઈ ગયે હતે, તે જ ગેળાને હવે જે એક ક્ષણ માટે પણ શીતસ્પર્શવાળી નરકભૂમિમાં મૂકવામાં આવે, તે પાછું એકજ ક્ષણમાં તે પાણી, ફરી લેઢાને ગળે બની જશે. અરે, સામાન્ય શિયાળાની ઠંડીમાંથી બચવા માટે પણ તમે કેટકેટલા ઉપાયે કરે છે ? જે જેટલા શ્રીમંત તેટલાં સમૃદ્ધ અને વિપુલ તેના સાધને ! હવે તે વૈજ્ઞાનિક વિકાસને કારણે ઠંડી કે ગરમીથી બચવાને માટે ઈલેક્ટ્રીકલ વિવિધ સાધને પણ ઉપલબ્ધ છે. તમારી શકિત પ્રમાણે તે બધાં સાધનને તમે ઉપયોગ કરે છે. પરંતુ નારકક્ષેત્રમાં નરકના અને તમારી માફક સગવડતા પ્રાપ્ત નથી. એટલે આ બિચારા આ દુખમાં પીડાયા જ કરે છે. ત્યાં તેમનું નિયમન કરનાર કે શાસ્તા નથી. “gutવીરિત ફુણા એક બીજા એકબીજાનાં દુઃખની ઉદીરણ કરનારા હોય છે. પ્રત્યેક ક્ષણ એકબીજા એકબીજાને હંફાવવા વિવિધ અને વિચિત્ર વૈકરૂપ, વિકુર્તીતાડન, તર્જન અને વિદારણ કરવામાં સંલગ્ન હોય છે. પરસ્પર એક બીજાનાં શરીરનાં કટકે કટકા કરી નાખે છે અને પાછાં વિખુટા પડેલા પારાની માફક સંધાઈ જાય છે. આયુષ્યની સમાપ્તિ ન થાય ત્યાં સુધી આવા સંકિલષ્ટ વાતાવરણમાં તેઓ અબડ્યા જ કરે છે. પુણ્યદયથી નરકમાંથી ઉદ્ધાર થયે અને મનુષ્ય દેહની સંપ્રાપ્તિ થઈ, તે પણ માતાને રજ અને પિતાના વીર્યનાં મહાદુગંધમય પદાર્થનું પહેલવહેલાં તેમને ભેજન કરવું પડે છે. ગર્ભમાં નવ માસ સુધી ઊંધે માથે લટક્તા રહેવું પડે છે. મળમૂત્રનાં ઝરણાં તેના શરીર સાથે ઘસાઈ વહ્યાં જતાં હોય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy