SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્ગતિના ભયસ્થાને : ૧૩૭ ઘણે કાળ આ રીતે વ્યતીત કરી તેઓ બે ઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંસી પંચેન્દ્રિયમાં પરિભ્રમણ કર્યા કરે છે. એકથી અનેકવાર ઈયળ, કીડી, ભમરાઆદિના ભવે ધારણ કરે છે અને મૃત્યુને પામે છે. આ વિકલેન્દ્રિય જીવે ભૂખ, તરસ, ટાઢ, તડકાનાં અસહ્ય દુખે ભગવ્યા કરે છે. તેઓ આમતેમ અસહાય ફર્યા કરે છે અને પગતળે રગદોળાયા કરે છે. આ સ્થિતિમાં ઘણે કાળ વીતી ગયા પછી જીવ ઉત્ક્રાન્તિના ક્રમ પ્રમાણે આગળ વધે છે અને અસંજ્ઞી પંચેન્દ્રિયની પર્યાયને ધારણ કરે છે. મન ન હોવાને કારણે તે અનેક જાતનાં દુઃખને ઉપકતા થાય છે. ત્યાર પછી કદાચ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં જન્મ લે તે તે સિંહાદિ હિંસક પશુઓની પર્યાયને ધારણ કરે છે. આમ સિંહાદિ હિંસ જીવોના રૂપમાં જન્મ લઈ તે નિર્બળ પ્રાણીઓને સતાવે છે. પંચેન્દ્રિય ઘાતના તીવ્ર અને કૂર પરિણામેથી તેભારે પાપોનું ઉપાર્જન કરે છે. પિતે જેમ બીજાને શિકાર કરે છે, તેમ પિતે પણ નિર્દય વ્યક્તિ વડે, શિકારનું લક્ષ્ય બની, તરફડી તરફડીને મૃત્યુ પામે છે, અને અત્યંત સંકિલષ્ટ પરિણામે વડે નરકગતિને પાત્ર બને છે. નરકની વેદના ક્યાં કેઈથી છૂપી છે? શાસ્ત્રીય નરકની વાત, કે જે અધેલકમાં સાતરાજ કરતાં પણ વધારે વિસ્તારમાં વિસ્તરેલી છે, તેને એક ક્ષણ માટે બાજુએ મૂકીએ તે પણ લેક વ્યવહારની રીતે જ્યારે કે માણસને અસહ્ય વેદના થતી હોય છે, વેદનાના મહા ત્રાસથી સંત્રસ્ત થઈ માછલાની માફક જ્યારે તે તરફડિયા મારતે હોય છે, ત્યારે તેને જોઈ સહુ કઈ કહેવા લાગે છે કે, “આ માણસ નારકીય વેદના અનુભવી રહ્યો છે. કઈ જગ્યાએ કચરા અને ઉકરડાના ઢગલા પડયા હોય, દુર્ગધ મારતી વિષ્ટાઓથી માથું ફાટી જતું હોય, દુર્ગધને કારણે નાક અને મોઢા સંકેચવા પડતાં હોય, ત્યારે પણ એકાએક બોલી જવાય છે કે, “આવા સુંદર સ્થાનને નરક બનાવી રાખ્યું છે. આ બધું તે નરકની ઝાંખી કરાવવાના માત્ર રૂપક છે. નરકની ભૂમિ તે હમણાં કહ્યું તેવા દુઃખ અને દુર્ગધ કરતાં અનંતગણું વધારે દુઃખ અને દુર્ગધથી ભરેલી છે. ત્યાંને એક કણ ભૂલેચૂકે પણ જો આ મનુષ્ય લેકમાં આવી જાય તે સેંકડે ગાઉ સુધી રહેતા જીના પ્રાણ નાશ પામી જાય. શાસ્ત્રોનાં આ કથન ઉપરથી અસલી નરકભૂમિની ભૂમિ વિષેની કલ્પના કરી શકાય છે. નરકમાં રહેતા નારકની ભૂખ અને તરસની પીડા શબ્દોથી વર્ણવી શકાય તેવી નથી. નારકી જીવ સદા તરસ્યા જ રહે છે. તરસની પીડા એવી ભયંકર અને અસહ્ય હોય છે કે, સમુદ્ર આખાનું પાણી પણ તેમની તૃષાની સંતૃપ્તિ માટે પૂર્ણ થતું નથી. તૃષાની જ માત્ર તેમને આટલી પીડા છે એમ નથી. તેમને ભૂખની પીડા પણ એટલી જ સતાવે છે. આખા જગતનું સઘળું અનાજ તેમને ખવડાવી દેવામાં આવે તે પણ તેમની ભૂખ ભાંગે નહિ એવા ભકમક રોગથી તેઓ સતત પીડાતા હોય છે. ભૂખ અને તરસ ઉપરાંતની પણ અન્ય ક્ષેત્રજન્ય અને પરસ્પરના સંઘર્ષોથી જન્મેલી અનંત પીડાઓ તેમને માટે મોઢું ફાડીને ઊભી જ હોય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy