SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર આ બાજુ સેાળ વના ગજસુકુમાલ દેશના સાંભળવા આવે છે. ભગવદ્ વાણી સાંભળી વિરક્ત થઇ જાય છે. સંસારમાંથી તેમને રસ ઊડી જાય છે. દીક્ષા માટે તૈયાર થઇ જાય છે. માતા અને સકળ પિરવારને વિનવી ભગવાનનાં ચરણામાં દીક્ષિત થઇ જાય છે. કાચી અને નાની ઉંમર છે. પરંતુ પૂર્વભવની સાધનાના પ્રમળ સંસ્કારો છે. શ્મશાન પ્રતિમાના આરાધનની આજ્ઞા ભગવાન પાસે માંગે છે. ભગવાન પણ એ જ નિયતિ અને પ્રારબ્ધ છે એમ જાણી આજ્ઞા આપે છે. મુનિ ગજસુકુમાલ ધ્યાનમાં સંલગ્ન થઈ જાય છે. ત્યાં સામિલ બ્રાહ્મણ તે દિશામાંથી નીકળે છે. ગજસુકુમાલને જોઈ પેાતાની પુત્રીને નિષ્કારણ તજી દીધાની વાત તેને યાદ આવી જાય છે. પૂર્વી ભવનુ વેર સ્મરી આવે છે. અને ગજસુકુમાલના માથા ઉપર પાણીથી ભીની કરેલી માટીની પાળ તે ખાંધે છે અને તેમાં ધગધગતા અંગારા મૂકે છે. ગજસુકુમાલના માથા પર કેશ નથી, મુડન છે. એટલે દાઝવાના કારણે માથામાં તાતાનેા અવાજ થાય છે. તેમને અસહ્ય શારીરિક વેદના થાય છે. ભયંકર અસાતા વેદનીય કર્માંના ઉદય છે. છતાં ગજસુકુમાલ ભારે સહનશીલતા દાખવે છે. મન, વચન, અને કાયાના યાગાને સ્થિર કરી, સમભાવમાં તેઓ તન્મય થઈ જાય છે. આમ જે આદશને લક્ષ્યમાં રાખી તેમણે સાધુત્વ સ્વીકાર્યું હતું, તે આદૅશની પરમ સિદ્ધિને તેઓ પ્રાપ્ત કરી લે છે. ઉત્તરાધ્યયનના ત્રેવીસમાં અધ્યયનમાં પણ આવા જ સમભાવને વરેલા એ વિષ્ઠ સત્પુરુષોના સમાગમ થાય છે. ધર્મોના મને સમજવા અને તેમાંથી નવનીત મેળવવાના તેમના પ્રયાસે છે. શાસ્ત્રકાર કહે છે फा सिज्जसंथारे का नाम SH1N', तम्मि नयरमंडले । तत्थवासमुवागमे ॥ केसी कुमार- सम गोयमे य મહાયજ્ઞે । उमवि तत्थ विहरिसु अल्लीणा सुसमाहिया || શ્રી ગૌતમસ્વામી શ્રીવાસ્તીનગરીના કાષ્ઠક નામના ઉદ્યાનમાં જ્યાં પ્રાસુકશય્યા તેમજ સસ્તારક સુલભ હતાં ત્યાં ઊતર્યાં. કેશીકુમાર શ્રમણ અને મહાયશસ્વી ગૌતમ અને ત્યાં હતા, અને આત્મલીન અને સુસમાહિત હતા. અને સમાધિસ્થ હતા. કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી અને માટે શાસ્ત્રકારોએ ‘અલ્હા મુત્તમદિયા’ એવાં સમાન વિશેષણા વાપર્યાં છે. સંસારના ત્યાગ કર્યાં પછી બંનેને પદાર્થો તરફ વિકણુ થઈ જવા પામ્યુ છે. બંનેને પરમાત્મા તરફનું આકર્ષણ જન્મ્યું છે. અને શરીર અને આત્માના ભેદજ્ઞાનને પામી ગયા છે. એટલે અહુમૂલક મમતા અને પદાર્થાને સંગૃહીત કરવાની વૃત્તિ તેમનામાંથી મૂલતઃ નાશ પામી છે. તેઓ સ્વરૂપમાં ઠરી ગયા છે, સમાધિસ્થ બન્યા છે. સમાધિ શબ્દ ભારે સરસ છે. પોતાના શરીરનું પાકય પણ બીજા આત્મા જ્યારે ભેદજ્ઞાનને ઉપલબ્ધ થાય છે ત્યારે તે પદાર્થોની માફક જ, પેાતાથી એકાંત ભિન્ન અનુભવે છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy