SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રીકૃષ્ણ : ૧૦૯ શ્રીકૃષ્ણ દ્વારિકાના અધીશ હાવા છતાં, પોતાના માતુશ્રીને વંદન કરવાના પોતાના પુત્રધમ ને, વૈભવના અતિરેકમાં પણ વિસરતા નથી. એક દિવસ જ્યારે તેમણે પોતાની માતાને અપ્રસન્ન અને ઉદાસીન જોયાં, ત્યારે તેએ વિચારમાં પડી ગયા. મારી માતાના વાળ પણ વાંકે કરી શકે એવુ કાઈ નથી, છતાં તે ઉદાસ કેમ ? તેમણે માતાજીને ઉદાસીનું કારણુ વારંવાર પૂછ્યું ત્યારે માતાજીએ કહ્યું: ‘બેટા ! મને બધી જાતનું સુખ છે. તારા જેવા આજ્ઞાંકિત પુત્રની હયાતીમાં મને કોઈપણ વસ્તુને અભાવ નથી. પરંતુ મને એક જ વાતનું દુ:ખ છે. મેં કોઇ પણ બાળકની બાળક્રીડા જોઈ નથી. ઘણા પુત્રાને મે' જન્મ આપ્યા, છતાં કોઈની બાળલીલા જોવા હુ' ભાગ્યશાળી થઇ નથી. તેથી એક ખેાળાના ખૂંદનાર મને મળી જાય તેા હું કૃતાર્થ થઈ જાઉં. હું તને શુ કહ્યું, બેટા ! પશુ આજે આપણે ત્યાં, એ બેની જોડીમાં એક જ સરખા, એક જ જાતનાં રૂપ લાવણ્ય અને વયવાળા છ મુનિઓ ગોચરી માટે આવ્યા હતા. મેં તેમને કેશરિયા લાડુ વહેારાવ્યા. પરંતુ એ જ મુનિએ ફરીથી ગેાચરીએ આવ્યા છે એવી મને શંકા જતાં, મેં તેમને પૂછ્યું: આપ કાણુ છો ? મારા જેવી હતભાગીને આજે આપે ત્રીજી વાર ભાગ્યવાન બનાવી ?’ મુનિએએ જવાબ આપ્યા અમે ત્રીજી વાર નથી આવ્યા. પરંતુ અમે છ સરખા ભાઇએ છીએ. ગુરુદેવે અમને ખખ્ખની જોડીમાં ગોચરી માટે મોકલ્યા છે. અમે છયે રૂપ રંગ વ માં એક સરખા હૈાવાથી અમે એના એ જ ગાચરી માટે આવ્યા છીએ એવા તમને ભ્રમ થએલ છે. અમે એક જ માતાના છ દીકરાએ છીએ અને ભગવાન નેમિનાથની દેશનાથી દીક્ષિત થયા છીએ.’ 6 તેમની આ વાતને તાગ મેળવવા હું ભગવાન નેમિનાથ પાસે ગઈ ત્યારે ભગવાને કહ્યું: દેવકી! આ છ મુનિએ એ તારા જ પુત્રા છે. સુલસાને ત્યાં અગમ્ય કારણસર તે મેાટા થયા છે.’ આ સાંભળતાં જ મારું માતૃ વાત્સલ્ય ઊભરાઇ આવ્યું. મારા કચવાની કસેા ટૂટી પડી. અને મારા સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. ખસ, કૃષ્ણ, મારી એક જ ઇચ્છા છે કે મારા ખાળાના ખુંદનાર મારે જોઇએ છે.’ માતાની ભાવના પૂર્ણ કરવા કૃષ્ણ અહેમના તપ આદરે છે અને દેવતાને મેલાવે છે. અમ પૂરા થતાં દેવતા હાજર થાય છે અને કહે છે: ‘તમારે ત્યાં તમારા ભાઇને જન્મ અવશ્ય થશે. પરંતુ સેાળમે વર્ષે તે ભગવાન નેમિનાથ પાસે દીક્ષિત થશે.” શ્રીકૃષ્ણે આ સાંભળી પ્રસન્નતાથી તેને વિદાય આપી અને માતાને આ સુખદ સમાચાર કહ્યા. સવાનવ માસ પછી દેવકીને ત્યાં ગજસુકુમાલના જન્મ થાય છે. દેવકીમાતા બાળકની બાળલીલા જોઈ આન ંદિત બની જાય છે. મનના મનારથા પૂરા થયા છે. તેના હરખના પાર નથી. ગજસુકુમાલ પણ માટે થતા જાય છે. બધી કળાઓમાં કુશળતા મેળવતા જાય છે. એક દિવસે શ્રીકૃષ્ણ ભગવાન નેમિનાથના દર્શનાર્થે જાય છે. મામાં સેામિલ બ્રાહ્મણની એક લાવણ્ય ભરી પુત્રીને જુએ છે ત્યારે પોતાના નાના ભાઈ માટે તેની માંગણી કરે છે. સામિલ તેથી પ્રસન્ન થાય છે અને તેના સ્વીકાર કરે છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy