SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદીની આહલેક : ૯ ખરી વાત તે એ છે કે ભગી અને ત્યાગીની મૂળભૂત દ્રષ્ટિમાં પાયાને ભેદ નથી. ભેગી માને છે કે, હીરા કીમતી છે માટે તેને પકડી રાખ્યા છે. ત્યાગી માને છે કે, હીરા કીમતી છે એટલે હું તેને છેડી રહ્યો છું. જે હીરા કીમતી ન હોય તે તેને છોડવાનું કશું જ મૂલ્ય નથી. ત્યાગી તે વળી ચારેકેર ઘેષણા પણ કરતો રહે છે કે, મેં કેટલી સંપત્તિને ત્યાગ કર્યો છે ! એટલે ત્યાગીની પાસે પણ સંપત્તિને હિસાબ તે ભેગીની માફક સુરક્ષિત રહેતો જ હોય છે. ભેગી પિતાની સંપત્તિનું સરવૈયું એટલે કે કેટલા લાખ પિતાની પાસે છે તે રાખે છે. અને ત્યાગી કેટલા લાખ મેં છેડ્યા તેને હિસાબ રાખે છે. બન્નેની દ્રષ્ટિમાં લાખ તે લાખ જ છે, એમાં પાયાને ભેદ નથી. તે મૂલ્યવાન છે તેમાં પણ કોઈ ભેદ નથી. ભેદ છે માત્ર, એકને મેળવવા અને બીજાને છેડવાને જે અહં છે તેને ! આજ વાસના છે. ત્યાગની આડમાં તે જ વાસનાનું નગ્ન નૃત્ય છે. આઝાદીની આહલેક આજની સોનેરી ઉષા કેવી ભવ્ય છે? આજને આ ભવ્ય દિવસ કે સુંદર અને ઐતિહાસિક છે? હજારો વર્ષોથી પરતંત્રતાની બેડીમાં જકડાએલા આ દેશે આજના મંગલ દિવસે સ્વતંત્રતાને પ્રથમ શ્વાસ લીધે. આપણા દેશમાં, આપણા જ લેકે વડે, આપણું જ લકે માટે, આપણા જ લોકેના લેકશાહી રાજ્યના શ્રી ગણેશ મંડાયા. અંગ્રેજોની લગભગ ૧૫૦-૨૦૦ વર્ષની ગુલામીને અંત આવ્યો. રાષ્ટ્રપિતા ગાંધીજી, સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં સ્વાધીનતાને રણમેર મંડાયે. આમ તો દયાનંદ સરસ્વતી, રાજા રામમોહનરાય, લાલ-પાલ અને બાલની ત્રિપુટી, સુરેન્દ્રનાથ બેનરજી વગેરે નેતાઓએ પણ સ્વદેશપ્રેમ જગાડવા અને લેકેના હૃદયમાં ક્રાંતિની લહર પેદા કરવા ભગીરથ પ્રયાસ કર્યો હતે. સ્વાધીનતા માટેના બી તો કયારનાય વવાઈ ગયાં હતાં. માત્ર તેને પલ્લવિત અને પ્રસ્ફટિત થવા માટે એગ્ય નિમિત્તની જરૂર હતી. સદ્ભાગ્યે ભારતને ગાંધીજી જેવા અહિંસા અને સત્યના પરમ ઉપાસકનું નેતૃત્વ સાંપડયું. નાના એવા સમુદાયના બળે ચળવળ શરૂ થઈ. સાધનશુદ્ધિપૂર્વક સાધ્ય સિદ્ધિના પ્રયત્ન હતા. સત્યાગ્રહને મુક્ત માર્ગ હતો. પશુબળની સામે નિઃશસ્ત્ર અને નિસહાય માણસે યુદ્ધ ચઢયા હતા. તેમની સામે મુકાબલા માટેની કોઈ શારીરિક અથવા શસ્ત્રસ્ત્રની શકિત નહોતી. અહિંસાને સાચવી, સત્યના માર્ગે, સત્યાગ્રહ સાથે, અહિંસક આંદોલન હતું. પરંતુ માણસમાં નૈતિક જુસ્સો ઘણે હતે. માણસ મરણિયા થયા હતા. સ્વતંત્રતા મેળવ્યે જ ઝંપવાની તેમની પ્રતિજ્ઞા હતી. જન મનમાં તિલક મહારાજે આપેલે મંત્ર “સ્વતંત્રતા મારે જન્મસિદ્ધ અધિકાર છે” ગુંજી રહ્યા હતા. લકે પોતાની જાતને આઝાદી માટે ફના કરવા તૈયાર થયા હતા. જ્યાં સુધી માણસના મનમાં જીવનની કીમત હોય, મૃત્યુનો ભય હોય, ત્યાં સુધી સ્વતંત્રતા મેળવવા માટેની યોગ્યતા કે પાત્રતા તેનામાં આવતી નથી. આપણે દેશ આમ તે અધ્યાત્મ-સંસ્કૃતિને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy