SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ઝેરમાં જે બીજી વસ્તુઓની ભેળસેળ થઈ જાય તે તે અશુદ્ધ ઝેર ગણાય છે. અને કશા જ ભેળસેળ વગરનું ઝેર પિતાના સ્વરૂપમાં હેઈ, શુદ્ધ ઝેર ગણાય છે. તે જ રીતે સંસારની વાસના અશુદ્ધ ઝેર છે, મોક્ષની વાસના શુદ્ધ ઝેર છે. સંસાર અને વાસનામાં મેળ ખાય એવી સંગતિ છે. વાસનાશૂન્ય સંસાર ન હોઈ શકે તેમ સંસારશૂન્ય વાસના પણ સંભવિત નથી. સંસાર વાસના વગર સંભવે નહિ અને વાસના સંસાર વગર જીવે નહિ. તેથી બંનેને મેળ તે સમજી શકાય છે. પરંતુ મોક્ષ અને વાસનામાં કશી જ સંગતિ કે તાલમેળ નથી. વાસના અને મોક્ષને સ્નાનસૂતકને પણ સંબંધ નથી. એટલે જે માણસ મેક્ષની વાસનામાં પડે છે, તે શુદ્ધ ઝેરમાં પડેલો છે. ધનને મેળવવા ફાંફાં મારનાર ધનને મેળવી શકે છે. સંસાર માટે દેડનાર સંસારને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ મોક્ષ તરફ દેડનાર કદી પણ મોક્ષ મેળવી શકતું નથી. એ વાસના, એ દોડ જ મોક્ષ મેળવવાની એ ઈચ્છા જ, મેક્ષ પ્રતિબંધક એટલે મેક્ષ માટે બાધક થઈ જશે. એટલે જ તો આચાર્યોએ ફરમાવ્યું છે કે, “ g જે જ સર્વત્ર નિ:છ મુનિનામ:” શ્રેષ્ઠ મુનિઓ સંસાર અથવા મેક્ષ અને પ્રકારની વાસનાઓમાંથી મુક્ત થઈ ગયા હોય છે. એટલે જે માણસ વાસનાને મેક્ષ તરફ વાળે છે. તે મોક્ષને ટાળે છે. તે એક ખતરનાક જોખમ ખેડી રહ્યો હોય છે. તે વાસનાને એવી જગ્યાએ મૂકી રહ્યો છે, જે કદી સફળ થઈ શકવાની નથી. કારણ મોક્ષને અર્થ જ નિર્વાસના છે. વાસનાને કહેવાતે વિસ્તાર માત્ર ભેગી સાથે જ સંબંધ ધરાવતું નથી. કહેવાતા ત્યાગીઓ પણ જાણે-અજાણે તેના જ ભેગ બનતા હોય છે. ભેગી તે આંતરિક રીતે પણ કયારેક વસ્તુઓનાં આકર્ષણથી પીડિત બને છે. વસ્તુઓની મમતામાંથી મુક્ત ન થઈ શકવાની પિતાની અશક્તિને તેના હૃદય ઉપર આઘાત પણ હોય છે. ઘણી વખત તેની આ આંતરિક પિડા શબ્દોમાં પણ તેનાથી વ્યક્ત થઈ જતી હોય છે. તે માનતે પણ હોય છે કે હું અજ્ઞાની છું, પાપી છું, વસ્તુઓની પકડમાંથી હું મુક્ત થઈ શકતો નથી. પરંતુ ત્યાગી તે ત્યાગીપણાની આડમાં જ વસ્તુઓને ઉપભોગ કરે છે. તેને ત્યાગ પણ તેના અહંકારને એક ભાગ થઈ જાય છે. ત્યાગીપણાની આડનાં કારણે તે પાપ કે અહંકારને આઘાત પહોંચવાનું પણ કઈ કારણ રહેતું નથી. માની બેઠેલા ત્યાગની પ્રશંસામાં, વસ્તુઓના ત્યાગના અહંની પીડા પણ તેનાં અંતરને કોતરતી નથી. ભેગીના સિક્કા તો ચેર પણ ચરી શકે છે. પરંતુ ત્યાગીની પાસે જે સિક્કા છે તે વધુ ચમકદાર છે. ભેગીની સંપત્તિને કઈ ભાગીદાર થઈ શકે છે, પરંતુ ત્યાગીની સંપદાને કોઈ • ભાગીદાર નથી. તેની સંપદા સદૈવ સુરક્ષિત છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy