SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર समणस्सण भगवओ महावीरस्सनत्तुई कासवी गोत्तेण', तीसेण दो नामधिज्जा બેવમાન્નિતિ તંગ-ર , જરા જુવા, શ્રમણ ભગવાન મહાવીરની દૌહિત્રી કાશ્યપ ગેત્રની હતી. તેના બે નામ હતાં–શેષવતી અને યશસ્વતી. ભગવાન મહાવીર જ્યારે અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતાને સ્વર્ગવાસ થયા. ભગવાન મહાવીરે હવે સંસારમાં ન રહેવાની અને સંચમને સ્વીકારવાની ઈચ્છા દર્શાવી. પરંતુ તેમના મોટાભાઈ નંદિવર્ધનને માટે તેમને ગૃહત્યાગ અસહ્ય થઈ પડ્યો. તેમણે નેહ, અને મમતાભર્યા હદયે કહ્યું : “ભાઈ! માતાપિતાના વિયેગનું દુઃખ હજી તાજુ છે ત્યાં તમે પણ અભિનિષ્ક્રમણની તત્પરતા દાખવે છે. આ બંને તાજા ઘા એક સાથે મારાથી કેમ સહન થઈ શકશે ?” મોટાભાઈના આગ્રહથી તેમણે પિતાને નિર્ણય બે વર્ષ માટે મુલતવી રાખે તે ખરે, પરંતુ ત્યારથી તેમણે સચિત્ત પાણીને ત્યાગ કર્યો, રાત્રિભેજનને ત્યાગ કર્યો, સર્વસનાનને ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યના પાલનમાં ઉદ્યમવત થયા. હમણાં કહ્યા તે સર્વ સંકલ્પ સાથે તેમણે ઓગણત્રીસમું વર્ષ વીતાવ્યું, તેમને અભિનિષ્ક્રમણને સંકલ્પ થતાંની સાથે જ લેકાંતિક દે ઉપસ્થિત થયા. તેમણે ભગવાનને જયવિજય શબ્દોથી વધાવ્યા અને નિવેદન કર્યું કે, ધર્મતીર્થનું પ્રવર્તન કરે છે જેથી બધા જ ધર્મના સાચા માર્ગમાં પ્રવૃત્ત થઈ શકે. ભગવાને ત્રીસમું વર્ષ દીન-દુઃખીઓનાં દુઃખ દૂર કરવામાં અને દાન કરવામાં ગાળ્યું. દરરોજ એક પ્રહર દિવસ ચડતાં સુધી તેઓ એક કરોડ અને આઠ લાખ સોનામહોરોનું દાન કરતા હતા. આખા વર્ષમાં તેમણે ત્રણ અબજ અઠાસી કોડ એંસી લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન કર્યું. ત્રીસ વર્ષની ભરયુવાનીમાં રાજ્યવૈભવ, સ્ત્રી પરિવારને ત્યાગ કરી, મોટાભાઈની અનુમતિ લઈ, માગશર વદ દશમના દિવસે વિજય મુહૂર્તમાં જાતે જ આભૂષણોને દૂર કરી, પંચમુષ્ટિ લેચ કરી, સિદ્ધોને નમસ્કાર કરી, એવી પ્રતિજ્ઞા સ્વીકારી કે- હું સમભાવનો સ્વીકાર કરું છું. સાવદ્યોગને ત્યાગ કરું છું. મનસા, વાચા અને કર્મણ સાવદ્યાગમય આચરણ હું કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતા હોય તેને અનુમોદન આપીશ નહિ. આ રીતે સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરતાંની સાથે જ તેમને મન પર્યાવજ્ઞાનની ઉપલબ્ધિ થઈ. તે વખતે તેમણે મનમાં એ સંકલ્પ કર્યો કે, જ્યાં સુધી હું કેવળજ્ઞાનને પ્રાપ્ત નહિ કરું, ત્યાં સુધી આ શરીરની સાર સંભાળ, સેવા સુશ્રુષા નાહ કરું. દેવ મનુષ્ય અને તિર્યંચ કૃત ઉપસર્ગ પરીષહોને સમભાવથી સહન કરીશ. ભગવાને એકાકી દીક્ષા સ્વીકારી હતી. તેમની સાથે બીજા કેઇ દીક્ષિત થયા નહોતા.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy