SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુંજય ભગવાન મહાવીર : ૭૭ આ શ્રમણ સંસ્કૃતિ આમ તે આદિ તીર્થંકર પ્રભુ ઋષભદેવની પરંપરાનું પરિણામ છે. પરંતુ આજે તેનું જે પરિસ્કૃત અને વિકસિત રૂપ દેખાય છે, તેને યશ ભગવાન મહાવીર સ્વામીને ફાળે જાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં ભગવાન મહાવીર વિષે સામાન્ય ઉલ્લેખ છે. अह तेणेव कालेण धम्मतित्थपरे जिणे । भगव बद्धमाणो त्ति सव्व लोगम्मिविस्सु ॥ તે કાલે, તે સમયે જ ધર્મતીર્થ પ્રવર્તક જિન ભગવાન વર્ધમાન મહાવીર) હતા. જે સમગ્ર લોકમાં પ્રસિદ્ધ હતા. આ ગાથામાં ભગવાન મહાવીર વિષેને માત્ર સામાન્ય ઉલ્લેખ જ છે. ભગવાન મહાવીરનાં જીવનની સવિશદ જીવન સામગ્રી શ્રી કલ્પસૂત્રમાં યથાવત્ ઉપલબ્ધ છે. તેમની સાધના અને તપશ્ચર્યાનું યથાર્થ અને અસરકારક ચિત્ર શ્રી આચારાંગ સૂત્રના નવમા ઉપધાન નામના અધ્યયનમાંથી મળી શકે છે. તમો કહેશે, “મહારાજ! અમને આટલી બધી ગંભીરતામાં શા માટે ઊતારો છે? આપ જ શાસ્ત્રોના મર્મને પ્રવચનના સ્વરૂપમાં સંક્ષેપમાં કહી બતાવે, પ્રવચન દ્વારા પણ અમારું કામ તો થઈ જ જવાનું છે, પછી વધારે માથાકૂટમાં પડવાનું અમારે શું કામ છે ? ? તમારી વાત સાચી છે. શાસ્ત્રોને અભ્યાસ કે સ્વાધ્યાય તમને માથાકૂટ જેવો લાગે છે. અને વસ્તુઓને મેળવવા માટેની તમારી અવિશ્રાંત દોડધામ તમને કીમતી ચીજ લાગે છે. મૃત્યુ પછી શાસ્ત્રને અભ્યાસ કે સ્વાધ્યાય કદાચ સાથે ન આવે, પરંતુ જે વસ્તુઓને આટલી આત્મીયતા અને મમતાથી તમે સંધરે છે, થાક કે ભૂખતરસ ગણ્યા વગર ઉપલબ્ધ કરવા મથે છે, તે વસ્તુઓ, મૃત્યુની પેલે પાર, તમારી સાથે અવશ્ય આવવાની ખરી કેમ? તમે તમારા વંશવેલાને આંબે તૈયાર કરાવે છે. કાચમાં સુંદર ફ્રેમમાં મઢાવી, પ્રસાધન રૂમમાં દિવાલ પર ટીંગાડે છે, તમારાં નાનાં બાળકોને સાત પેઢીનાં નામે ગોખાવે છે, પરંતુ ભગવાન મહાવીર કોણ હતા? કયાં થયા? કયારે થયા? તેમનું ગોત્ર શું હતું? તેમનાં માતાપિતા, ભાઈ, પત્ની વગેરેનાં નામ શું હતાં? વગેરે તમે તેમને શીખવે છે ખરાં? આ સંબંધમાં અમે પણ તમને કંઈક પ્રશ્ન પૂછીશું તે તમે તરત જ કહેશેઃ “મહારાજ! એ બધાં માટે તે આપ પ્રમાણ છે. અમારું શું ગજું? અમને યાદ પણ શું રહે? શાસ્ત્રમાં અમારી ચાંચ ક્યાંથી ડૂબે? આપ જ સમજાવે એટલે બસ.” લાખેને હિસાબી વહીવટ તમારી આંગળીઓને વેઢે રાખે છે, લેણદેણની રકમ સ્વપ્નમાં પણ ભૂલતા નથી, વળી ક્યાંક આંટીઘૂંટી ઊભી કરવી હોય અથવા કેઈને પાડી દેવાની વાત
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy