________________
૭૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
રીતે ઘટતી સંખ્યાથી ચિ ંતિત થએલા દેવાએ, પોતાના ગુરુ બૃહસ્પતિના પુત્ર કચને દાનવાના ગુરુ શ્રી શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા હસ્તગત કરવા માકલ્યો. દેવતાઓની સલાહ અને આજ્ઞા મુજબ કચ શુક્રાચાય ને ત્યાં ગયા. શુક્રાચાર્ય પાસેથી આ વિદ્યા સહેલાઈથી મેળવી શકાય એમ નહાતુ, કેમકે તેમાં શુક્રાચાય ને પોતાના અનુયાયીઓનાં અસ્તિત્વના સવાલ હતા. એટલે શુક્રાચાર્ય સાવધાન હતા. કચ પણ ગાંજ્યે જાય એવા નહેાતા. તે
પણ બૃહસ્પતિને પુત્ર હતા. તેણે પેાતાની પ્રતિભાથી એક અમોઘ ઉપાય શેાધી કાઢો. શુક્રાચાર્યની દીકરી દેવયાનીને કાઈ પણ ઉપાયે સાધી લેવાના તેણે નિર્ણય કર્યાં. તેના આ નિશ્ચય અનુસાર, પોતાની નૃત્ય અને સંગીત કલાવડે તેણે દેવયાનીનાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવા હજારો વર્ષો સુધી પ્રયત્ન કર્યાં. પરિણામે તે પોતાના સંકલ્પમાં વિજયી બન્યા. દેવતાઓના હાથમાં સંજીવની વિદ્યા આવી ગઈ. મૃત્યુના ભયમાંથી, ગુરુપુત્ર કચના પ્રયત્ને, તેઓ મુક્ત થઈ ગયા.
આ તો એક માત્ર રૂપક છે. સંજીવની શબ્દ ‘સમ” ઉપસગ પૂર્ણાંક ‘જીવ' ધાતુથી નિષ્પન્ન થએલ છે.સજીવની વિદ્યા એટલે સાચી રીતે, સાચી દિશામાં, સમ્યક્ પ્રકારે જીવન ધારણ કરી અને રહેવાની તથા જીવવાની કલા જીવનને સમગ્રતામાં જીવનાર માણસ માટે તે સહજ અને સુગમ છે. સજીવન કલા જો પ્રાપ્ત થઈ જાય તો મૃત્યુના ભય આપોઆપ ટળી જાય છે. સંજીવની વિદ્યાને હસ્તગત કરનારની દૃષ્ટિમાં જીવન ખડખડ હાતુ નથી. તેની દૃષ્ટિમાં જીવન સમગ્ર અને અખંડ હોય છે. તેની દૃષ્ટિમાં મૃત્યુ ફાટી ગએલાં વસ્ત્રોને ફેરવવાની એક માત્ર પ્રક્રિયા જ છે. જીવનને સાચા માર્ગે લઈ જનાર મૃત્યુના ભયથી કદી પીડિત થતા નથી. પાપના ભારથી દખાએલા, મિથ્યા માર્ગમાં ગતિ કરનાર તેમજ પાપમાં ડૂબેલા માણસને જ મૃત્યુના ભય સતાવે છે. જીવનને સમગ્રતામાં સ્વીકારનાર મનુષ્ય તે મૃત્યુને પણ હસતે મેઢ સ્વીકારી લે છે.
આવશ્યકતા
ઘટાડવામાં સજીવન કલાનાં મૂળ છે. જેટલા પ્રમાણમાં આવશ્યકતા ઓછી તેટલા પ્રમાણમાં પ્રપંચની અલ્પતા, અને જેટલી પ્રપ ંચની અલ્પતા તેટલી સતાષ અને આનંદની અનુભૂતિની બહુલતા. પરંતુ આજે આપણે જોઇએ છીએ કે, માણસ આવશ્યકતા વધારવાના મહારોગથી ગ્રસ્ત છે. પરિણામે ઠેકઠેકાણે વિષાદ, અસંતોષ અને સંતાપનાં જ દર્શીન થાય છે. આવાં દુઃખમાંથી ઊગરવા માટે ભગવાન મહાવીરે એક સુંદર સ ંસ્કૃતિને સ ંજીવન આપ્યું છે અને તે છે. આપણી શ્રમણુ સંસ્કૃતિ. શ્રમણુ સંસ્કૃતિએ આપણા દેશમાં અનેરી પ્રતિષ્ઠા ઊભી કરી છે. સ્વાશ્રય તેના મૂળભૂત પાયા છે. શ્રમણ સંસ્કૃતિના મૂળભૂત પાયા અને આદ છે—શક્તિ જેટલું આપીને, જરૂરિયાત પૂરતુ ઓછામાં ઓછું લેવું. આ આદર્શોને કારણે જ હજારો વિકૃતિએ આવી છતાં શ્રમણ સંસ્કૃતિની આધારભૂત પ્રતિષ્ઠાને કયાંય આંચ
આવી નથી.