SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ : ૬૭ પદાર્પણ પછી, ચાતુર્માસ દરમિયાન એમની દિવ્ય વાણીને જનતાને ઘણે લાભ મળે. ગંગાની પવિત્ર ધારા જેવી તેમની અમૃતમય વાણીથી શ્રોતાઓ પરત્સાહ અને પરમ આલાદ પામ્યા. તેઓ સંસારના ત્યાગી અને એકાંત નિષ્પરિગ્રહી મહાપુરુષ હતા. તેઓ નિઃસ્વાથી, નિઃસ્પૃહી અને નિસ્તૃષ્ણ હતા. એટલે તેમની વાણીમાં મંત્ર-તંત્રના ચમત્કારની આકર્ષણભરી વાત ન હતી. તેમની વાણીમાંથી તે એકાંત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મગુણની જ કથા નીકળતી હતી. સંસારની વિચિત્રતા અને પધિક સંગેના નિમિત્તનું સારગર્ભિત અને વૈરાગ્યપ્રેરક ભવ્ય વિશ્લેષણ કરતા તેઓ વીતરાગ વાણના આધારે ગઈ રહ્યા હતા. શ્રી કમળશીભાઈ જેઓ મેંદરડાથી દિવ આવીને વસ્યા હતા, તેઓ પણ પરિવાર સહિત ગુરુદેવની અપૂર્વવાને લાભ લઈ રહ્યા હતા. તેમના જયેષ્ઠ પુત્ર શ્રી ડુંગરશીભાઈ ઉપર તે પૂ. શ્રી રત્નસિંહજી મહારાજની વાણીએ ગજબનું આકર્ષણ ઊભું કર્યું. તેમને સંસાર ખારો ઝેર જેવું લાગવા માંડે. વિષય અને વાસનાઓમાં તેમને આત્મ ગુણોના વિનાશના દર્શન થયા. એક બાજુ ગુરુદેવના ધર્મોપદેશથી શ્રી ડુંગરશીભાઈના હૃદયમાં આત્મસ્વરૂપ વિષે સ્પષ્ટ વિશદ તાવિક પારમાર્થિક ભાવે તરવરવા લાગ્યા, તે બીજી બાજુ સંસારની વિચિત્રતાનાં અવનવા દો તેમની સામે ઊભાં થયાં. તે નરક, નિગેદનાં દુઃખેથી ભયભીત બની ગયા. તિયની લાચારી તેમની આંખ સામે તરવરવા લાગી. મનુષ્યના સુખદુઃખના પ્રવાહો તેમની આંખ સામે નાચવા લાગ્યા. દેવની તૃષ્ણા, ઈર્ષ્યા, સ્પર્ધાના શાસ્ત્રીય દાખલાઓ તાજા થવા લાગ્યા. જન્મ, મરણ અને જરાનાં પુનઃ પુનઃ ભેગવવા પડતાં દુઃખે તેમને અસહ્ય લાગ્યાં. દુઃખના દરિયામાં ડૂબવાની હવે વાત જ રહી નહિ. આત્મ સમુદ્રમાં મરજીવાની માફક અવગાહન કરી, શાંતિ અને સમાધિના દર્શન કરવાના હવે તેમને કેડ જાગ્યા. તેમના દઢતમ વૈરાગ્યની અસર તેમના માતુશ્રી, તેમના બહેન, તેમની ભાણેજ અને તેમના ભાણેજ પર પણ થઈ. એક સાથે એક જ કુટુંબના પાંચ સભ્ય શ્રી રત્નસિંહજી સ્વામીના ચરણોમાં સમર્પિત થવા તૈયાર થયા. આ પાંચે પુણ્યશાળીઓનાં પવિત્ર નામે હતાં (૧) ડુંગરશીભાઈ (૨) એમના માતુશ્રી હીરબાઈ (૩) એમનાં બેન શ્રી વેલબાઈ (૪) એમના ભાણેજ શ્રી હીરાચંદભાઈ અને (૫) એમની ભાણેજ શ્રી માનકુંવરબાઈ. વિ. સં. ૧૮૧૫ના કાતિક વદ ૧૦ના મંગલ દિવસે આ પાંચેય ભવ્યાત્માએ દીક્ષિત થયા. ખરેખર कुलं पवित्रं जननी कृतार्था, वसुन्धरा पुण्यवती च तेन । अपार संवित्सुखसागरेऽस्मिन् लीन परे ब्रह्मणि घस्य चेतः ॥ જે પરમાત્મ ભાવમાં સંલગ્ન થયાં છે તેવા પુણ્યાત્માઓનું કુળ પવિત્ર છે. જે પૃથ્વી ઉપર તેમણે જન્મ ધારણ કરેલ છે તે પૃથ્વી આજે ધન્ય અને કૃતાર્થ બની છે. જેની કુક્ષિમાં એમણે જન્મ ધારણ કરેલ છે તે માતાપિતા પણ કૃતાર્થ થયા છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy