SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર સ્વામી બટાદ ગયા. અને શ્રી નાગજી સ્વામી સાયલા ગયા. તે તે સ્થાનેના નામ ઉપરથી બરવાળા, ધ્રાંગધ્રા, બોટાદ અને સાયેલા આદિ ગચ્છ પ્રચલિત થયા. શ્રી કૃષ્ણાજી સ્વામી કચ્છમાં ગયા. ત્યાં આઠ કટિ સંપ્રદાય સ્થાપિત થયે, જે આજે મેટા પક્ષ અને નાના પક્ષ રૂપે અવસ્થિત છે. ગેડલ ગચ્છના આદ્ય પ્રવર્તક અને અપ્રતિમ પ્રતિભાશાળી પુરુષ પૂ. શ્રી ડુંગરશી મહારાજના સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ સંસાર પક્ષે ભાણેજ થતાં હતાં. પિતાના મામા સાથે જ તેઓ દીક્ષિત થયાં હતાં. માત્ર મામા અને ભાણેજે જ એક સાથે દીક્ષા લીધી એમ નહોતું. તેમનાં કુટુંબના પાંચ પાંચ સભ્યોએ એક સાથે આ અસાર સંસારને ત્યાગ કરી, ભગવાન મહાવીરના શાસનમાં ઝંપલાવ્યું હતું. અને તે એક રસપ્રદ ઇતિહાસ છે. આજે પૂ. માનકુંવરબાઈ સ્વામીની પુણ્યતિધિને દિવસ છે એટલે એ ભવ્યાત્માઓના ત્યાગ અને વૈરાગ્યને યાદ કરી, આપણે પણ આપણાં જીવનમાં અજબ ક્રાંતિ અને શાન્તિ લાવવાનાં છે. આજનો દિવસ એવી પ્રેરણાને દિવસ છે. એટલે ચાલે, તેમાં ઊંડા ઊતરીએ– સૌરાષ્ટ્રમાં મેંદરડા, જે પ્રાચીન કાળમાં મંગળપુરીનાં નામે વિખ્યાત હતું, તે ગિરનાં મધ્ય ભાગમાં પ્રકૃતિનાં અને સૌંદર્ય વચ્ચે, નદીનાં કાંઠે વસેલું એક સુંદર ગામ છે. ત્યાં બદાણી કુટુંબના શેઠશ્રી કમળશીભાઈ અને તેમનાં ધર્મપત્ની અ.સૌ. હીરબાઈ સપરિવાર રહેતાં હતાં. આ કુટુંબ સ્વભાવથી પાપભીરુ અને ધર્મપરાયણ હતું. ગૃહસ્થચિત વ્યવહારની સાથે ધર્મના તો પણ તેમનાં જીવનમાં વણાયેલાં હતાં. એટલે પિતાની રીતે તેઓ સુખી અને સમૃદ્ધ હતાં. તેમણે વ્યાવહારિક, વ્યાપારિક, કારણને લઈને ક્રમશઃ માંગરોળ અને પછી દિવમાં વસવાટ કર્યો હતે. દિવમાં ફીરંગીઓનું શાસન હતું. દિવમાં સામાન્યતઃ સેરઠિયા સ્થાનકવાસી જૈનોની વસ્તી વધારે પ્રમાણમાં હતી. શ્રી દશાશ્રીમાળી કુટુંબે પણ વ્યાવહારિક હેતુથી ત્યાં આવીને વસ્યાં હતાં. દિવનાં પ્રાકૃતિક સૌંદર્યની શોભા અનુપમ હતી. દિવ દ્વીપ દિવ્ય હતું. આવતાં-જતાં માણસના આકર્ષણનું કેન્દ્ર હતું. સૌરાષ્ટ્ર તરફ પધારેલા પૂ. ધર્મદાસજી મહારાજના શિષ્ય શ્રી મૂળચંદજી, તેમના શિષ્ય શ્રી પંચાણુજી, અને તેમના શિષ્ય શ્રી રત્નસિંહજી મહારાજે તે સૌરાષ્ટ્રને જ હવે પિતાની કર્મ ભૂમિ અને ધર્મભૂમિ બનાવી હતી. એટલે શ્રી રત્નસિંહજી મહારાજ જ્યારે દિવની આજુબાજુ ઘેઘા પધાર્યા અને દિવના સંઘને તેની ખબર પડી, ત્યારે શ્રી સંઘે તેમને ભાવપૂર્વક ચાતુર્માસ માટેની વિનંતી કરી. પૂ. શ્રી રત્નસિંહજી મહારાજે પણ સંઘની આવી ભક્તિભાવભરી વિનંતીથી પ્રભાવિત થઈ તેમની દિવ ચાતુર્માસ માટેની વિનંતીને માન્ય કરી. પૂ. શ્રી રત્નસિંહજી મહારાજ પ્રતાપી પુરુષ હતા. તેમનું બાહ્ય વ્યક્તિત્વ જેટલું પ્રતિભા સંપન્ન અને અસાધારણ હતું તેથીયે વધુ તેજસ્વી તેમનું આંતર વ્યક્તિત્વ હતું. એટલે તેમનાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy