SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિ અને પ્રગતિ : ૫૧ સેવે, તે થવાના પ્રયત્નામાં તે ગુ થાઈ જાય, પોતાની રીતે ખિલવાના પ્રયત્નને તે તિલાંજલિ આપી દે, અને પોતે પૂરેપૂરુ ́ ગુલાબનું ફૂલ થવા રાજી ન થાય, પરંતુ કમળ કે ચંપા–ચમેલી થવાની ચિંતામાં મશગૂલ રહે, તે તેના હાથમાં વિષાદ, પરેશાની, સંતાપ, ગ્લાનિ, ઉદ્વેગ અને ભયંકર નિરાશા સિવાય કઈ જ આવવાનું નથી. આવી ખાટી મહત્ત્વાકાંક્ષામાં ગુલામ થવાનું પણ તે ભૂલી જશે, અને પોતાની કમળ કે ચમેલી થવાની વાત તે ત્રિકાળમાં પણુ સંભવિત થશે નહિ. પોતાના ગુણધર્મોને છેાડી, ખીજું ફૂલ થઈ જવાની ગુલામની આકાંક્ષા માત્ર મૃગજળ જેવી છે, પોતાની જ ગતિ અને પ્રગતિને અવરોધનારી છે, પોતાના ભવિષ્યને અંધકારમય બનાવી દેનારી છે. આખા 6 આ પ્રગતિના સત્યને બીજી રીતે સમજવુ' હાય તે જરા ગીતાજીના ગ્રંથમાં અવગાહન કરીએ. અર્જુન કુરુક્ષેત્રની સમરભૂમિમાં સ ંદેહ ગ્રસ્ત બન્યા છે. તે ક્ષત્રિય પરંપરામાં જન્મેલે છે. શક્તિના પાર'પરિક વારસા તેને મળ્યા છે. તે કિતના શેાધક છે, શક્તિના પૂજક છે, તેને રૂંવાડે રૂંવાડે શક્તિની ઉપાસના છે. શક્તિને મેળવવા માટે ગમે તે ભોગ આપવા તેની તત્પરતા છે. શિત વગરનું જીવન તેને માટે નિઃસત્ત્વ, નિસ્તેજ અને નિષ્પ્રભ છે. શકિત જ તેને આદર્શ છે. શક્તિ જ તેની મ`જિલ છે. શક્તિની યાત્રા એ જ તેને માટે પરમાત્માની યાત્રા છે. પરમાત્મભાવને મેળવવા માટે પણ તે ક્ષત્રિયાચિત પૌરુષમાના જ સ્વીકાર કરશે. પુષ્ટિ સંપ્રદાયની માફ્ક ભકિતના માગ-સમર્પણના માર્ગ તેને માટે અસ્વાભાવિક થશે. ખુદ ઈશ્વર આવીને તેને મફતમાં દર્શન આપવા પ્રયત્ન કરશે તે પશુ તે તેને સ્વીકારશે નહિ. પોતાના બાહુબળ, પુરુષા અને શક્તિમાં તેને અપૂર્ણ શ્રદ્ધા હશે. શિત એજ તેના આત્મા હશે. આક્રમક વૃત્તિરૂપ પુરુષત્વની પ્રબળતાને લઈ, ગ્રાહકતા કે સમપ ણુતા રૂપ સ્ત્રેણ મા તેની પ્રગતિમાં અવરોધક અને ખાધક થશે. આ સત્ય શ્રીકૃષ્ણની દૃષ્ટિમાં છે. તે અર્જુનની નાડના સાચા પરીક્ષક છે. શ્રીકૃષ્ણે નાડી વૈદ્ય છે. પાતાના કુટુ'ખીએ, ગુરુજને અને આપ્ત પુરુષાને જોઈને ક્ષણભર અર્જુન પોતાના જાતીય સ્વભાવ, મૂળગત સંસ્કાર કે જે તેને પર પરાથી એટલે કે ગળથૂથીમાં મળ્યા છે અને પ્રશિક્ષણથી જે સધન અને પ્રગાઢ બન્યા છે, તેને ભૂલી જાય છે. એટલે ઠેકઠેકાણે ટકાર કરવી પડે છે કે, હે અર્જુન ! ઉતાવળા ન થા, તું તારા ઓળખ. જે માણસ પોતાના સ્વાભાવિક ગુણાને છેડી, બીજાના ગુણાની રીતે તે પરેશાનીમાં સપડાઈ જાય છે. કારણ તે તે કામ કરી રહ્યો છે, જે તે કરી તે તે કામ છેાડી રહ્યો છે, જે તે કરી શકે છે. જીવનના સમસ્ત આનં એમાં જ સમાહિત છે કે આપણે તે જ કાર્ય નિષ્ઠાપૂર્વક કરીએ, જે કરવાનું નિયતિએ નિર્ધારિત કરેલ છે; જે કરવા માટે અસ્તિત્વ આપણને ઉત્પ્રેરિત કર્યા છે. અન્યથા શાંતિ, સમાધિ કે આનંદના દન સદાને માટે દુર્લભ જ નહિ, અશકય પણ થઈ જશે. શ્રીકૃષ્ણને ગીતામાં ગુણધર્માંને ખરાખર વ્યવહાર કરે છે શકતા નથી. અને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy