SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વારા પિતાના ઊંડા અસંતોષને પડઘો પુત્રના પ્રાણને સ્પર્શી ગયે. તે એક મિનિટ માટે પણ ઊભો ન રહી શક્યા. કુટુંબીઓ કે આપ્તજનોને મળવાની, વર્ષોના વિયોગને સંગમાં પલટાવવાની તક પણ તેણે ન ઝડપી અને તે જે રીતે આવ્યું હતું તે રીતે ગુરુકુળમાં ફરી પાછા આવ્યા. વર્ષો પછી ફરી જ્યારે શ્વેતકેતુ પિતાને ઘેર પાછો આવ્યો ત્યારે પિતાની મઢુલીની બારીમાંથી તેના પિતાએ દૂરથી વેતકેતુને આવડે છે. આ વખતે વેતકેતુની ચાલમાં જુદી જ મસ્તી હતી. આંતરિક એશ્વર્યાના દર્શનની ચાડી કરતાં આકર્ષક ચિહ્નો સ્પષ્ટ દૃષ્ટિગોચર થતાં હતાં. તેનામાં એક નવા સંગીતને જન્મ થયે હતો. તેના હૃદયમાં આધ્યાત્મિક આનંદની પરાકાષ્ઠાને સૂચવતે ન થનગનાટ હતો. બ્રહ્મ-દર્શનમાંથી જન્મેલાં આકર્ષક નૃત્યથી તેને મન-મયુર નાચી ઊઠે હતે. મેઢા ઉપર અપૂર્વ શાંતિ, સમાધિ, સંતોષ, પરમ આનંદ અને પરમ સંતૃપ્તિની સુસ્પષ્ટ રેખાએ તરવરી રહી હતી. શ્વેતકેતુના પિતાએ પિતાની પત્નીને કહ્યું: ‘વેતકેતુ પાછા આવી રહ્યો છે, અને તે એવા અપૂર્વ, અલૌકિક, લોકેત્તર, દિવ્યતત્ત્વને જાણીને આવી રહ્યા છે કે જેનું જ્ઞાન, જેની ઓળખ, જેનું દર્શન, જેને સાક્ષાત્કાર, જેની ઉપલબ્ધિ હું આજ સુધી કરી શક નથી. શ્વેતકેતુને મેં જે કહ્યું હતું, કે શું તે તે વસ્તુ જાણી છે કે જેને જાણી લેવાથી બધું જણાઈ જાય છે ? ત્યારે મેં પણ તે પુસ્તકે, ઉપનિષદો વાંચીને જ જાણ્યું હતું. મારી સ્વતંત્ર અનુભૂતિ કે સાક્ષાત્કાર નહે. તે અમથે પ્રશ્ન કર્યો હતો. પરંતુ તે ભારે વિચિત્ર નીકળ્યો. બ્રહ્મને તાગ મેળવી, સાક્ષાત્કાર કરીને જ પાછો વળે છે. તેની ચાલ, તેની આસપાસનું વાતાવરણ, તેની આંખની ચમક, તેની ચારે બાજુનું આભામંડળ, તેના આત્મસાક્ષાત્કારની સાક્ષી પૂરે છે. હવે તે મારા ચરણેને સ્પર્શે તે મારે માટે યોગ્ય નથી. જ્યાં સુધી આ દિવ્ય ખજાનાને હું પણ જાતે જાણી ન લઉં ત્યાં સુધી હું પુત્રને દર્શન કરવા યોગ્ય નથી. અને આમ કહી પિતા તે અજ્ઞાત, અનંત અને અસીમના દિવ્ય ખજાનાને શોધવા ચાલી નીકળ્યા. ગતિ અને પ્રગતિ જીવનનો આનંદ એક જ વાતથી મળી શકે એમ છે અને તે એ કે, જે ફ્લો આપણુમાં ખીલી શકવા સંભવ છે તે ખીલી ઊઠે, જે સંગીત કે નૃત્ય આપણામાંથી જન્મી શકવા સંભવ છે તે જન્મી જાય, અને જે આપણે થઈ શકીએ તેમ છીએ તે થવા આપણે પ્રયત્ન કરીએ, આપણું ગુણે અને ધર્મોને જે આપણે ઓળખતા થઈએ તે તે તે ગુણે અને ધર્મોના પરમ શિખરને સ્પર્શવામાં આપણને મુશ્કેલી અનુભવવી પડતી નથી. જે મનુષ્ય આ સત્યને જાણી શકતું નથી તે નિરર્થક મુશ્કેલીમાં સપડાઈ જાય છે. ધારે કે ગુલાબનું ફૂલ, કમળ કે ચમેલી થવાનાં સ્વપ્ના
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy