________________
૪૬ : ભેધા પાષાણ, ખેલ્યાં દ્વાર
લંબાઈ પહોળાઈ જે ચારગણી દેખાતી હતી તે સંકેચાઈ, તેના શરીરના વિસ્તારમાં મર્યાદિત થઈ ગઈ. તે વિચારવા લાગ્યું “ખરેખર, મારા શરીરનું કદ ભૂખથી સંકેચાઈ જવા પામ્યું છે; હવે મારે હાથી કે ઊંટના શિકારની જરૂર નથી. એક સસલાના શિકારથી પણ કામ ચાલી જશે.
કેન્દ્રમાં જ્યારે બ્રહ્મ એટલે કે આત્માને બદલે અહં આવીને બેસી જાય છે, ત્યારે અહંના પડછાયાને માણસ પિતાને પડછા, પિતાનું સ્વરૂપ, માની લેવાની ભૂલ કરી બેસે છે. મારું ધન, મારો યશ, મારી પ્રતિષ્ઠા, મારું મકાન, મારો માળ, મારી સ્ત્રી, મારા પુત્રે એ બધાં અહંના જ પડછાયા છે. એ પડછાયા જેટલા મોટા, તેટલા પ્રમાણમાં તે પિતાની જાતને મેટો માની બેસે છે. કોઈ વિપુલ ધન-સંપત્તિથી પિતાને માટે માનવાની ભૂલ કરે છે તે કઈ યશ, જ્ઞાન અને પ્રતિષ્ઠાને કારણે સર્વોપરિતાની ભુલભુલામણીમાં પડી જાય છે. મકાનની મેટાઈ અને સુંદરતા માણસની પિતાની મોટાઈ અને સુંદરતા બની જાય છે. તે ભૂલી જાય છે કે વસ્તુ સાથેના સંબંધ માત્ર સાંગિક છે. તે આત્માનું આત્યંતિક સ્વરૂપ નથી. આત્મા અને વસ્તુમાં પરસ્પર અત્યંતાભાવ છે. વસ્તુ અને આત્મા કદી ત્રણકાળમાં પણ એકરૂપ બની શકતાં નથી. પદાર્થ (જડ વસ્તુઓ) અને આત્મામાં તાદાભ્ય સંબંધ નથી. એક આનુષંગિક સંગ માત્ર છે જે સમય જતાં વિખુટો પડી જવાનું છે. કેન્દ્રમાં અહં બેઠેલું છે એટલે પરમ સત્ય તરફ દૃષ્ટિ ફેંકી શકાતી નથી. સત્યમાં અસત્યના દર્શન થવા લાગે છે તે અસત્યમાં સત્યની ભ્રાંતિ થાય છે. અહં પિતાની આજુબાજુ એવું તે આકર્ષણ ઊભું કરે છે કે બ્રહ્મ સદંતર ભૂલાઈ જાય છે. બ્રહ્મ, બ્રહ્મને ઠેકાણે રહી જાય છે અને અહે પિતાની સત્તાને પ્રગાઢ અને સઘન બનાવી લે છે.
મનુષ્યને પદાર્થ તરફનું જે ગજબનું આકર્ષણ છે તેનું કારણ તેના મૂળમાં અહં છે. જે અહ કેન્દ્રમાંથી ખસી જાય અને બ્રહ્મ પિતાના અસલી સ્થાનમાં અવસ્થાન પામે તો તેનામાં પદાર્થો તરફ વિકર્ષણના ભાવે જન્મ, અને આત્મા તરફનું અજબનું આકર્ષણ પેદા થાય.
આ જગતમાં બે જાતના દરિદ્ર માણસે છે. એક તે એ કે જેને ખાવાનાં સાંસાં છે. તે ભૂખથી પીડાય છે પરંતુ ખાવા માટેના અનુકૂળ સાધને તેની પાસે નથી. સુધા શાંતિ માટેના તેની પાસે કેઈ ઉપાયે નથી. દાણ દાણ માટે તે ટળવળતું હોય છે, છતાં પટપૂરતું તે મેળવી શકતું નથી. બીજા પ્રકારને દરિદ્ર એ છે કે જેની પાસે પ્રચુર પ્રમાણમાં ખાવાનું છે પણ તે ખાઈ કતિ નથી, તેને ભૂખ નથી. તેને ધન અને વૈભવની કશી જ ખામી નથી. પાણી માંગે ત્યાં દૂધ મળે છે, છતાં ભૂખ જ લાગતી નથી ત્યાં દૂધ, કેસર, કસ્તુરી દૂધપાક કે શ્રીખંડ શા કામનાં? ભૂખના અભાવે સુંદર સ્વાદવાળાં ભેજને પણ નકામાં છે. પાચનશક્તિના અભાવે આવા ભેજને આનંદ આપવાને બદલે વિષાદ જન્માવવાના નિમિત્તની ગરજ સારે છે. આમ છતાં, આ બંને દરિદ્રોમાંથી, કયા માણસને વધુ દરિદ્ર ગણાય, એ પણ એક પ્રશ્ન છે. વિચારપૂર્વક