SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને દિવ્ય ખજાને : ૪૫ પરમાત્માના દર્શનની સંસ્કૃતિ અનુભવે છે. પદાર્થોની પકડમાંથી મુક્ત થવાની વાત તેને રચતી નથી. પરમાત્મા તરફના આકર્ષણને માર્ગ પદાર્થ સ્વીકારી લે છે. પરિણામે પદાર્થો તરફ આકર્ષણ અને પરમાત્મા તરફનું વિકર્ષણ વધતું જાય છે. અહંના વિસ્તારને પિતાની જ સમૃદ્ધિ માની લેવાની ભુલભુલામણીમાં તે સપડાઈ જાય છે. કેન્દ્રમાં બ્રહ્મને સ્થાપવાનું પરમ સત્ય તે વિસરી જાય છે. બ્રહ્મને બદલે અહં કેન્દ્રમાં બેસી જાય છે. બ્રહ્મને બદલે પરિકેન્દ્ર અથવા બેટા કેન્દ્ર તરીકે અહં પિતાનું આધિપત્ય જમાવી બેસે છે અને પેટા કેન્દ્રને લઈને ભૂલેની અનર્થકારી પરંપરાનું નિર્માણ થતું જાય છે. અહંના આ વિસ્તારને સુસ્પષ્ટતાથી સમજવા માટે આપણે એક દાખલો લઈએ. એક શિયાળ રવારમાં શિકાર કરવા નીકળ્યું. રાજાના સમયના સૂર્યનાં કિરણોને લઈને, તેને પડછાયે તેનાં કરતાં ચારગણે મોટો થઈ ગયો. પડછાયાને જ શિયાળ પિતાની લંબાઈ પહોળાઈ માનવા લાગ્યું. તે મૂર્ખ વિચારવા લાગ્યું: “મારે પાછા આવડે માટે માટે હું પણ ખૂબ જ મોટું થઈ ગયું છું. આ સ્થિતિમાં નાના શિકારથી કામ ચાલી શકે નહિ. મારા આવડા મોટા શરીરને સસલા જેવા નાનકડા પ્રાણીઓના શિકારથી શું થાય? મારે તે ક્ષુધા શાંતિ માટે હાથી અથવા ઊંટ જેવા વિશાળકાય પ્રાણીઓ જોઈએ. મોટા મોટા શિકાર વગર ક્ષુધાતૃપ્તિ થાય નહિ” પિતાના લાંબા પહેળા પડછાયાને પિતાની લંબાઈ પહોળાઈ માની બેસનાર તે શિયાળ, લાંબા અને મટા શરીરની ભ્રમણામાં, મોટા શિકારની શેધમાં આમતેમ ભમવા લાગ્યું. ભ્રમની ભ્રમણામાં અટવાતા માણસોને સાચે માર્ગે ભાગ્યે જ દેખાતે હોય છે. શિયાળની પણ એ જ સ્થિતિ થઈ. મોટા શિકારના પ્રલેભનમાં તે વનમાં ચારેકેર આંટા મારતું ફરવા લાગ્યું. પરંતુ જે હાથી અને ઊંટના શિકારને મેળવવાની તેની માનસિક ભાવના હતી તે પરિપૂર્ણ ન થઈ. કદાચ હાથી અને ઊંટને ભેટો થઈ ગયો હોત તે પણ તે બિચારાનું તેમની સામે ટકવાનું સામર્થ્ય જ કયાં હતું? તેમની સામે ટટ્ટાર ઊભા રહેવા જેવું તેનું ગજું નહતું, છતાં પિતાના પડછાયાને પિતાનું જ સ્વરૂપ માની બેસવાની ભૂલ કરનાર તે શિયાળ, તે સત્યને સમજી શકે એવી સ્થિતિમાં નહોતું. એકવાર ભ્રમણાની જાળમાં ફસાઈ ગયા પછી તે ભ્રમણામાંથી મુક્ત થવાની વાત આસાન નથી હોતી. ભૂખથી ટળવળતું, સંત્રસ્ત અને પીડિત થતું તે શિયાળ બપોર સુધી ભટકતું રહ્યું પરંતુ પિતાના માનસિક ખેટા ખ્યાલને તે સક્રિય ન બનાવી શક્યું. તે થાકી અને પરેશાન થઈ ગયું. બપોરનો વખત થયે. સૂર્યના સવારના કિરણો જે પૃષ્ઠ ભાગમાં અને ત્રાંસાં હતાં તે સીધાં થયાં. મધ્ય આકાશમાં સૂર્ય ઝળહળવા લાગ્યું. ધરતી ઉપર પ્રખર તાપ અગ્નિ વરસાવત હોય તેમ તપવા લાગે. ભૂખ અને થાકથી પરિશ્રમિત થયેલું શિયાળ શિકાર ગતવાની હિંમત ઈ બેઠું. તે એક જગ્યાએ સ્થિર ઊભું રહી ગયું. તેને પડછાયે સકેચાઈ ગયો. હવે તેની
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy