________________
ને “આત્મ ઉત્થાનને પા” ના નામથી વોલ્યુમરૂપે પ્રકાશિત કરવાનું વિચાર્યું. અને તેના માટે સંપાદનની જવાબદારી પૂજ્યપાશ્રીના શિષ્યરત્ન, સુગમ સાહિત્યના લેખક-સંપાદક એવા આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, પરમ પૂજય, પન્યાસપ્રવર શ્રી વજુસેનવિજયજી ગણિવર્યશ્રીએ સ્વીકારતા ખૂબ જ ટુંક સમયમાં આ મહાન ગ્રન્થ પ્રકાશિત કરવા અમે સદ્દભાગી બન્યા છીએ.
આ ગ્રન્થના પદાર્થો વચન-ચિંતન દ્વારા આત્માના ઉત્થાન કરવા માટે પાયારૂપ બનશે તે નિ:શંક છે.
આવા વિશાળ ગ્રન્યને ૮ મહિના જેવા ટુંકા સમયમાં પ્રિન્ટ કરી આપનારા ભરત પ્રિન્ટરીના માલિક કાંતિલાલ ડી. શાહ તથા સુંદર ગેટ-અપ સાથે ટાઈટલ બનાવી આપનાર શાર્પ ઓફસેટના ધર્મેશભાઈ શાહને આ તકે અમે ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ.
-ભટૂંકર પ્રકાશન.
અમદાવાદ,