________________
જ પ્રકાશકીય જ
વિશ્વોપકારી, મહાપુરુષોની ભવ્ય પરંપરામાં માન-પાન સાથે સ્થાન પામેલા પરમ પૂજ્ય, પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય શ્રી પરોપકાર પરાવણ જીવનના સમર્થ સાધક હતા.
આરાધનાના મંગલ માર્ગે પોતાનું જીવન ધન્ય બનાવ્યું અને તેમાં જે અનુભવ્યું તેને અક્ષરરૂપે-પુસ્તકરૂપે પરિણમી. પૂજ્યશ્રીનું જીવન જેમ મહાન-ભવ્ય હતું તેમ લખાણ પણ મૌલિક મર્મસ્પર્શી અને ચિંતન પ્રધાન તથા આરાધના-સાધના-સ્વાધ્યાય અને શાસ્ત્રના ચિંતન-મનન-નિદિયાસનના પરિપાકરૂપ હોવાથી સીધુંસાદું અસરકારક છે. અને તેમાં વિવિધ વિષયોની વિશદ છણાવટ છે. ઘણાં વર્ષોના ઘણાં પ્રયત્ન પણ પ્રાપ્ત ન થાય એવા અનુભવ વચને આ લખાણમાં છે.
આ ચિતને જીવન જીવવાની અદભુત કલાની કલ્યાણકારી કેડી બતાવે છે. તેમાંથી જીવનને સુંદર રીતે જીવી જવાને મહાન અને મંગલકારી સંદેશ પ્રાપ્ત થાય છે.
આરાધનાના અર્થીઓને પથપ્રતિ પ્રસ્થાન કરાવે છે. મુમુક્ષુ-છરાસુ આત્માઓ માટે માર્ગદર્શનની મહામૂલી મૂડી બની જાય છે.
શાસન રસિક ભવ્ય છે માટે ઉપકારક આ ચિતને-પુસ્તકરૂપે પ્રકટ થયા અને મિથ્યાત્વના મૂળમાં રહેલા મેહને મહાત કરવા માટે માઈલસ્ટેન બન્યા. મોક્ષ આપવાની નૈસર્ગિક શક્તિના વિકાસ માટે ઉપકારક બન્યા.
અણુમેલ શ્રુતને ખજાને ધરાવતાં આ પુસ્તકમાંથી પ્રથમ નમસકાર મન્નના ચિંતનના સાત પુસ્તકના સંગ્રહને એક વિશાળ લ્યુમ તરીકે રૈલોકય દીપક મહામન્ટાધિરાજના નામથી પ્રકાશિત કર્યું. જેને ખૂબ જ જમ્બર આવકાર મળે. શ્રેષ્ઠ આરાધક-સાધકોએ વારંવાર તેનું અધ્યયન કર્યું અને કરી રહ્યા છે.
જેની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનો પ્રસંગ આવ્યો છે. ત્યારબાદ બાકીના ૧૦ પુસ્તકો. ૧. તત્ત્વ દેહન.
૨. તત્વપ્રભા ૩. મંગલ વાણી.
૪. સંત વચન સહામણા. ૫. અજાત શગુની અમરવાણી. ૬. અનુપ્રેક્ષાનું અમૃત, ૭. ચિંતન ધારા.
૮. મનન માધુરી. ૯. આત્મચિંતન
૧૦. ધર્મચિંતન