SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ ७४४ આત્મ-ઉત્થાનનો પાયો મેહાન્વકારરૂપી ગહન સંસારમાં દાખી એવા પ્રાણીઓ ધર્મરૂપી તેજની હાજરી હોવા છતાં પણ ભમે છે. માટે હું આ જીવોને આ દુખમાંથી તે-તે જીવની ગ્યતા મુજબ તારૂં” એ ભાવનાથી વરબેધિથી યુક્ત, કરુણાદિ ગુણેથી સંપન્ન, સદા પરાર્થવ્યસની એવા તે બુદ્ધિમાન જીવ, વધતા ઉદયપૂર્વક તે પ્રમાણે ચેષ્ટા કરે છે. અને તે તે રીતે બીજાનું કલ્યાણ કરવા દ્વારા શ્રેષ્ઠ પરેપકારનું સાધન, તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. | સર્વ ભૂતેની સાથે મિત્રી એ પ્રતિક્રમણ આવશ્યકનું એક પરમ અંગ છે એમ અહીં કહ્યું છે. खामेमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे । मित्ती मे सव्वभूएसु, वेर मज्झ न केणइ ॥ टीका-क्षमयामि सर्वजीवान् , अनन्त भवेष्वप्यज्ञानमोहावृत्तेन या तेषां कृता पीडा तयोरपगमात् मर्षयामि, सर्वे जीवाः क्षाम्यन्तु मे दुश्चेष्टितं, अत्र हेतुमाह-मंत्री मे सर्व-भूतेषु वैरं मम न केनचित् , कोऽर्थ ? मोक्षलाभहेतुभिस्तान् सर्वान् स्वशक्त्या लम्भयामि, न च केषांचित् विघ्नकृतामपि विधाते वर्तेऽहमिति । वैरं हि भूरिभवपरम्परानुयायि कमढभरुभूत्यादीनामिवेति -ધર્મસંપ્રદ્ પૃ. ૨૩૨. અનંત ભવમાં, અજ્ઞાન અને મેહથી મેં જે જે જીવોને ત્રાસ આપેલ છે, તે સર્વને હું ખાવું છું. સર્વ જીવો મને માફી આપશે. પોતે એમને ખમાવે તે બરાબર છે પરંતુ અન્ય સર્વ જીવ પ્રતિ ખમાવવાનું જે કહે છે તેમાં મુખ્ય હેતુ એ છે કે, મારા તરફના વૈર–વિધ નિમિત્તે તેઓને કર્મબંધ ન થાઓ. એમ કારુણ્યભાવના જાહેર કરવાની છે. કારણ કે મને સર્વ પ્રાણીઓમાં મૈત્રીભાવ છે. કેઈની સાથે પણ વૈર વિરોધ નથી. આ પ્રમાણે બેલવામાં આશય એ છે, કે-હું પિતે તે વૈર વિરોધને ત્યાગ કરીને મુક્તિસુખ પ્રાપ્ત કરૂં. પરંતુ અન્ય સર્વ ને પણ મેક્ષસાધક હેતુઓમાં જેડી મને લાભ અપાવું. મારા મોક્ષમાર્ગમાં કોઈ વિઘાત કરે તે પણ હું તેને વિઘાત ન કરું. કેઈ નિંદા કરે તે પણ હું ઠેષ નહિ કરું. –અર્થ દીપિકા-પૃ. ૨૬૩. અહીં પણ વેર અને શ્રેષને નિવારવા માટે સર્વભૂતેની સાથે મૈત્રીભાવનાનું તથા સર્વ જીવોની માપયતની હિતચિત કરવાનું વિધાન છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy