________________
ચતુષ્કવિચાર
૭૦૧ (૨૬) સંસારી જીવની અવગાહના શરીર પ્રમાણ જ કેમ? અને લેકવ્યાપી કેમ નહિ? શરીરનામકર્મનું બંધન તેનું કારણ છે.
(૨૭) શુભ રાગપૂર્વક થતાં ધર્મનાં અનુષાને એ પરંપરાએ જે અક્રિયાપદને હેતુ થતાં હોય, તે તેને કર્મબંધનકારક ક્રિયા કહેવાને બદલે કર્મક્ષયસહાયક ક્રિયા કે, અક્રિયા કહેવામાં શી હરકત ? ક્રિયાથી કર્મ બંધ જ થાય, પણ કમક્ષય ન થાય-એ નિયમ વાસ્તવિક રીતે અશુભ ક્રિયાને જ લાગુ પડે. શુભ અને શુદ્ધ ક્રિયાને એ નિયમ બળજબરીથી કેવી રીતે લગાડાય ? જેમ પાસે પિતાની હાજરી માત્રથી અનાજને સડતું બચાવી લે છે, તેમ શુદ્ધ કિયા જગતને અશુદ્ધિથી બચાવી લઈ શુદ્ધિ તરફ લઈ જાય છે.
(૨૮) પાપનું બળ વધારે કે પુણ્યનું ? મણ પાપ કરતાં પણ કણ પુણ્યનું બળ
વધારે છે કારણ કે, પુણ્યની સાથે વિશ્વની મહાસત્તા છે. સરકારને એક નાનકડો સિપાહી પણ ગમે તેવા મોટા માણસને પકડીને લઈ જઈ શકે છે, એ મા તેને કઈ રોકી શકતું નથી, તેમ નાનકડા પણ પુણ્યને પડખે આખી ધર્મ મહાસત્તા રહેતી હેવાથી તેનું સામર્થ્ય ખૂબ જ વધી જાય છે.
ચતુષ્કવિચાર અજીર્ણ ચાર જાતના છે. ૧. તપનું અરજી ફોધ છે. ૨. જ્ઞાનનું અજીર્ણ માન છે. ૩. ભજનનું અજીર્ણ અધિક આહાર છે. ૪. માનનું અજીર્ણ તુરછકાર છે.
ચાર પ્રકારના પુરુષ છે. ૧. પિતાને અવગુણુ દેખે, પણ પરને ન દેખે. ૨. પિતાને અવગુણ ન દેખે, પણ પરનો દેખે, . પિતાને અવગુણ દેખે અને પરને અવગુણ પણ દેખે. ૪ પિતાને અવગુણ ન દેખે અને પારકાને અવગુણ પણ ન દેખે. ચાર પ્રકારનાં કારણે જીવ ધર્મ પામે નહિ. 1. અહંકાર, ૨, ૩, ૩. રેગ, ૪. પ્રમાદ. ફળનું નરમ કે કઠણ પણું ચાર પ્રકારે હેય છે. ૧. શ્રીફળઃ-બહાર કઠણ, અંદર પિચું. (માતાની જેમ) ૨. બેર:- બહાર પાડ્યું, અંદર કઠણ (ઓરમાન માની જેમ ) ૩. દ્રાક્ષ -અંદર પિચી અને બહાર પણ પિચી. (સાધુ પ્રમાણે) ૪. સેપારી અંદર કઠણ અને બહાર પણ કઠણ (પાપી પ્રમાણે)
કષાયનાં ચાર સ્થાને ૧. કોધ કપાળમાં, ૨. માના ગરદનમાં, ૩. માયા હૈયામાં, ૪. લેભ સર્વાગ શરીરમાં હોય છે.