SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ રમકડા સિંહ-વૃત્તિ ધરીને સિંહાવલોકન ટૂંકમાં સમ્પ્રવૃત્તિ, સંયમ અને ચારિત્રથી મનને બળાત્ય બનાવે. એવું બળવાન મન સિંહવૃત્તિનું ધારક બનશે. પણ સિંહની એક ટેવ પણ તેને જઈશ, અને તે સિંહાવકનની ! | સિંહની જેમ છલાંગ મારીને આગળ ભલે વધે, પણ સિંહની જેમ પાછળ જેવાનું ચૂકતા નહિ. - તમે તમારી આવક-જાવકને હિસાબ રાખે છે? તમે તમારા અનુભવોની રોજનીશી લખો છે? તમે તમારા વહી જતા જીવનકાળની પળ-પળ કયાં વપરાય છે?–તે નેધ છે? જો તમે આવું બધું નહિ કરતા હો, તે કેવી રીતે સિંહાવલોકન કરશે ? તમારું નાણાં અયોગ્ય માર્ગો ખર્ચાઈ જશે અને તેને તમને ખ્યાલ પણ નહિ આવે ! તમારા અનુભવ વેરાઈ જશે અને મરણની તાજગી રહેશે નહિ. તમે વૃદ્ધ થઈ જશે અને તમારૂં યૌવન ક્યાં ગયું? તેને પત્તો પણ લાગશે નહિ. માટે વારંવાર સિંહાવલોકન કરવા માટે તમારા ખર્ચને તમારા અનુભવને અને તમારા સમયને હિસાબ રાખે. વારંવાર પુરાંત નહિ મેળવે તે પતાશે માટે સિંહ બનીને સિંહવાન કરતાં શીખે. આવક-જાવકના હિસાબની નેધ રાખનારા સહુની એ ફરજ છે કે–તેઓ પોતાના સમય અને શક્તિ ક્યા માર્ગે ખર્ચાય છે?–તેની પણ નેધ રાખે અને જીવનમાં સદુગુણોના વિકાસની આવક બરાબર વધતી રહે છે કે નહિ–તેની ચીવટ રાખે. આ આવક વધવી જ જોઈએ. તમારી પાસે શું છે એનું મહત્વ એટલું નથી, જેટલું તમે શું છે?–તેનું છે. એટલે જીવનમાં સિંહવૃત્તિ જગાડવા માટે તમારે મનના માલિક બનવું પડશે. મનની માલિકી માલિકની આજ્ઞાને સેંપવી પડશે તે જ જીવનની પળેપળનો સર્વોત્તમ સદુપયોગ કરવાની કળા તમે હસ્તગત કરી શકશે. * રમકડાં બાળકને કઈ પૂછે કે-પૈસા કયાંથી આવે છે ? તે તે બેધડક કહેશે કે બાપાના ગજવામાંથી! કારણ કે તેના માટે તો દેખીતું જગત જ સાચું છે ! બાળક જુએ છે કે-શાકભાજી માર્કેટમાંથી આવે છે, અનાજ-કાપડ દુકાનમાંથી આવે છે, પાણી નળમાંથી આવે છે, દૂધ, દૂધવાળે લાવે છે. અને એ બધું મેળવવાના પૈસા બાપાના ગજવામાંથી જ આવે છે. બાળકની આ સમજ ખોટી નથી, પણ અધૂરી છે. એટલે જ એ રમકડાંની દુનિયાની મોજ માણી શકે છે. ક્યારેક ગજવાના પૈસા ખૂટે છે, બાળકના રમકડાંની ગાય ભાંગી પડે છે, તેની રમકડાંની સિટી વાગતી નથી અને એ રોકકળ કરી મૂકે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy