SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૨ આમ-ઉત્થાનને પાયે સિંહાલેકન ધ્યેયનો તાર! મન વીજળી જેવું ચંચળ અને તરલ છે. તેના વેગ અને શક્તિ વીજળીથી પણ અધિક ચડિયાતા છે. જે વીજળી અને અદ્ધર રહે તે ફાવે ત્યાં અને ફાવે તેમ પડે! અને એ વિનાશ સર્જે! પણ તમે તેને કારમાં પરોવી લે અને કામે લગાડે તે તમારા બધા કાર્યો તે ત્વરિત રીતે કરી આપે, અન્યથા ઉન્માદમાં જ્યાં-ત્યાં અથડાઈ, બધું ભસ્મીભૂત કરી નાખે આમ મનના વેગે અને આવેગેને કોઈ શુદ્ધ-ચેયના તારમાં પરોવી લે, તે એ તમારું કામ ઝપાટાબંધ કરી નાખે. અન્યથા એના ઝપાટામાં તમે ખુદ આવી જશે. શક્તિ અને સંયમ મન આખલા જેવું બળવાન અને રખડું છે. તેના બળ અને જમણ તે આખલાથી પણુ ચઢિયાતા છે જે તેને સ્વચ્છ રખડવા દે. તો તે મારકણું અને ભાંગડિયું બને છે. જો તમે તેને નાથી લે ને ઘૂંસરીએ જોડી દે. તે તે જીવનની ગાડીને બરાબર ચલાવે છે જેણે મનને પુષ્ટ બનાવ્યું છે, પણ નાયું નથી, અથવા નાચ્યું છે, પણ પુષ્ટ બનાવ્યું નથી, તે એક કે બીજા પ્રકારની ભૂલ કરી રહ્યા છે. શક્તિ અને સંયમ બંને સરખા આવશયક છે. શક્તિ હશે પણ સંયમ નહિ હોય તે જીવનની ગાડી ઉંધી વળવાની. સંયમ હશે પણ શક્તિ નહિ હોય, તે ગાડી ક્યાંક વચ્ચે જ પડી રહેવાની. પુષ્ટ મન, શક્તિદાયક બને છે અને તેને નાથવાથી તે સંયમ સહાયક બને છે. જીવનમાં આ બંને મુની પૂરતી આવશ્યકતા છે. આત્મશક્તિ જ વધારે કિંમતી! મન, એક દષ્ટિએ રૂપાળા શીંગડાં પર મહી પડેલા, પેલી હિતેપદેશની કથાના સાબર જેવું છે. તે (મન) બહારના રૂપમાં, વૈભવમાં, દેખાવમાં તરત જ મહી પડે છે, જ્યારે જીવનના શિકારીઓ-કામ ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એને પીછો પકડે છે, ત્યારે તે રૂપાળા શીંગડા તેને ઝાડી-ઝાંખરામાં અટવાવી દે છે. તેને ત્યારે સાચી મદદ તે તેના પાતળા, લાંબા અને નાજુક દેખાતા પગ જ કરી શકે છે. બહારની નકામી શોભા અને ઠાઠઠઠાર કરતાં પોતાની અંદરની ઉઠાવદાર નહિ, એવી પણ આત્મશક્તિ જ વધારે કિંમતી છે. તે શક્તિ સદગુરૂપે પ્રગટ થાય છે. તમારી પાસે કેટલું ધન છે? શી સત્તા છે? શા સાધને છે? શું ગાન છે? તેની બડાઈ છેડી દે. આ બધી તે શાભાદાર શીંગડા જેવી ચીજો છે. એ તમને ક્યાંક અટકાવી દે છે. તમારી આંતરિક શક્તિ કેટલી ખીલી છે? તે જુઓ. તે જ તમારા કલ્યાણકારી પગ બની તમને મુશ્કેલીમાંથી બહાર કાઢશે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy