SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ-ઉપગ્રહ ૬૩૭ પ્રત્યક્ષમાં કે પરોશમાં સર્વત્ર-સર્વદા આ કરુણાને ઉત્કૃષ્ટ શુભ ભાવ, જીવ માત્રને શુભની પ્રેરણા આપી જ રહ્યો છે. ભાવની આટલી ઘેરી અસરને લઈને જ જીવે પરસ્પર હિતાહિતમાં નિમિત્તભૂત બની રહ્યા છે. જેમ અવિરતિ, પ્રમાદ, કષાય કર્મબંધના હેતુઓ છે, એમ અજ્ઞાનતા અને તજજન્ય મિથ્યાત્વ પણ મહા આશ્રવના હેતુ છે. હિંસાદિ અઢાર પાપમાં “મિથ્યાત્વ” સૌથી મોખરે છે. એની હાજરી જ્યાં હોય છે, ત્યાં બધાં પાપ વણખેતર્યાં આવીને ઊભાં રહે છે. નિગોદના જીને પણ મિથ્યાત્વને સતત ઉદય હોય છે. એમની સ્થિતિ અત્યંત અવિકસિત હેવાથી એમના મિથ્યાત્વને “અનાગ મિથ્યાત્વ” કહેવાય છે. આ અનાગ મિથ્યાવાદિના કારણે એ છોને પણ સતત કર્મબંધ થાય છે. જગતના સર્વ જીના હિતની ચિંતા કરનારા “જગતમાં કઈ દુઃખી ન રહો કે પાપી ન રહે” ની શુભ ભાવના ભાવનારા ઉપકારી આત્માઓ પ્રતિ નેહભાવ અને પ્રમેદભાવ ન જાગે એ પણ મિથ્યાત્વને જ એક પ્રકાર છે. કારણ કે એમાં ઉપકારીને, ઉપકારી” તરીકે અસ્વીકાર થાય છે. નિગોદાદિના જીવને સર્વ જીવ પ્રત્યે અનાગ મિથ્યાત્વના કારણે સતત ઉદાસીનભાવ હેય છે, તેથી હિતચિંતક ઉપકારી આત્માએ પ્રતિ પણ મિત્રભાવ કે પ્રમોદભાવ એ દાખવી શકતા નથી. તે સર્વ જીવ પ્રતિના મિત્રભાવની વાત જ ક્યાં રહી? અર્થાત્ તે તેમના માટે અશક્ય છે. પ્રત્યેને આ ઉદાસીનભાવ સર્વને પરસ્પર અહિતમાં કારણભૂત બનાવે છે અને મૈત્રી આદિ ભાવે દ્વારા જ તેનું નિવારણ થઈ શકે છે. આ રીતે અનાગ મિથ્યાત્વજન્ય ઉદાસીનતા આદિના કારણે નિગોદના અને બીજા છ વચ્ચેની પરસ્પર ઉપગ્રાહકતા પણ ઘટાવી શકાય છે. ની પરસ્પર અધિકરણતા आधु संरम्भसमारंभारम्भयोगकृतकारितानुमतकषायविशेषेत्रिनिनिश्चतश्चैकशः ॥ (તરવાર્થ સુa) આ સૂત્રમાં જીવન એકસે ને આઠ (૧૦૮) અધિકરણને નિર્દેશ છે. તેને મુખ્ય ભેદ ત્રણ છે. સંરંભ, સમારંભ અને આરંભ. આ ત્રણને ત્રણ વેગે ગુણતાં ૯ થાય, તેને ત્રણ કરણથી ગુણતાં ૨૭ થાય અને તેને ચાર કષાયથી ગુણતાં ૧૦૮ ભેદ થાય છે. તેમાં સમારંભ આરંભજન્ય અધિકરણના
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy