SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-હત્યાનને પાયે પણ ભાવાત્મક રીતે સંબંધ હોવાથી ઉપગ્રાહક બની શકાય છે. ભાવને આટલે વ્યાપક પ્રભાવ હોવાથી, આ સૂત્ર સર્વ ને સર્વત્ર-સર્વદા લાગુ પડી શકે છે. શ્રી ‘ગ બિન્દુ ગ્રન્થરત્નમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પરમાત્માના કરુણાભાવને મહાન પ્રભાવ બતાવતાં કહ્યું છે કે “સર્વ જીના પાપ-અકરણના નિયમમાં પ્રધાન કરુણારૂપ ઉત્કૃષ્ટ શુભભાવ જ હેતુભૂત છે, કેમકે પ્રાણીઓના સર્વ અશુભ ભાવે (અપરાધો) નું નિવર્તન કરવાનું સામર્થ્ય એમાં રહેલું છે. એમ સૂમદષ્ટા (સર્વજ્ઞ) મહાપુરુષે કહે છે. આ કલેકનું તાત્પર્ય એ છે કે, પાપમાં ડૂબેલા છે જ્યારે–ત્યારે પણ પાપ ન કરવાની જે વૃત્તિ-ઈચ્છા ઉત્પન્ન થાય છે, એની પાછળનું પ્રેરક બળ (નવ) છે, સિદ્ધભગવંતની કરુણાને ઉત્કૃષ્ટ શુભભાવ! સજાતીયતાના નાતે જગતના જીવ ઉપર સિદ્ધ પરમાત્માના ઉત્કૃષ્ટતમ શુભભાવની અસર સ્વાભાવિક રીતે થતી હોય છે. એમાં કર્તુત્વનો કેઈ સવાલ ઊભો થતો નથી. જડ એવું લેહચુંબક પિતાની ચુંબકીય શક્તિના પ્રભાવે પિતાથી દૂર રહેલા લેહકણમાં હલચાલ પેદા કરીને તે કણને પોતાની દિશામાં ખેંચી શકે છે, તેમ સર્વથા વિશુદ્ધ એવા સિદ્ધ પરમાત્મા લેકના અગ્રભાગે બિરાજેલા હોવા છતાં જીવતત્વ ઉપર સજાતીયતાના નાતે શુભ અસર ફેલાવતા હોય છે અને તે અસર જીવને સન્માર્ગમાં ગતિ કરવારૂપે સહાયક નીવડે છે. તે જ રીતે, “કેઈ જીવ દુઃખી ન થાઓ,” “કઈ જીવ પાપ ન કરે, “જગતના બધા જ જિનશાસન રસિયા બને” આવી કરુણા સભર ઉત્કૃષ્ટ જે શુભભાવના ઉત્તમ પુરુષના (શ્રી તીર્થંકરાદિના) અંતઃકરણમાં સદા કુરાયમાન રહે છે, તે શુભભાવના જ જીને પાપ ન કરવાની વૃત્તિ ઉત્પન્ન થવામાં અવ્યક્તપણે પ્રેરણા આપે છે. અશુભભાવ કરતી શુભભાવની શક્તિ અધિક્ટર હોવાથી અશુભભાવમાં રત જીવોને શણભાવ તરફ વાળવામાં તે કામિયાબ થાય છે. શુભભાવની તાકાત અશુભભાવ કરતાં અધિકાર હેવાનું કારણ એ છે કે, તે સવ-જીવહિતવિષયક હોય છે. ઉત્કૃષ્ટ કરુણા ભાવના પ્રભાવે જાતિવૈરવાળા જીના શત્રુતા આદિ મલિન પરિણામ પણ શાન્ત થઈ જાય છે. કોધની આગથી સદા પ્રજવલિત રહેતે ચંડકૌશિક નાગ, કરુણાસાગર શ્રી મહાવીર પરમાત્માના કરુણાભર્યા ત્રણ (બુજઝ-બુજઝ ચંડકેસિય) શબ્દ એ જ પ્રશાન્ત બની ગયે હત, દુર્ગતિની ખીણમાં ગબડત બચી ગયે હતે. *हेतुमस्य परं भावं सत्त्वाधागो-निवर्तनम् । પ્રધાનના તે સૂક્ષ્મરઃ ૪૨૮ યોગબિંદુ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy