SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ અને યંત્ર ૫૫ વિનાશનાં ઝેરી ખીજો, અસવ, અવીતરાગદેવની પૂજામાં, કચનકામિનીથી નહિ નિવતેલા ગુરુની સેવામાં, અથ કામાદિની આસક્તિથી નહિ બચેલા ધર્મની આરાધનામાં છે. એ વાત ખ્યાલમાં નથી ત્યાં સુધી સત્ શ્રદ્ધા, સજજ્ઞાન અને સચ્ચારિત્રની પ્રાપ્તિ દૂર છે. અસત શ્રદ્ધા, અસજજ્ઞાન અને અસચ્ચારિત્ર એ જ જીવનના પતનનું મૂળ છે. તેથી વિશ્વને પતનના માર્ગથી બચાવવા માટે ભાવકરુણાધર ક્રવિકાલસર્વજ્ઞ ભગવંતના મુખમળમાંથી, આ લેખની શરૂઆતમાં ટાંકેલા શબ્દો (લેાકરૂપે) સ્વાભાવિક રીતે જ નીકળી પડે છે. એના મને સહુ કોઈ હિતાર્થી આત્મા સમો તેમજ સ્વીકારતા થાઓ ! 卐 માનવ અને ચૈત્ર જે વિજ્ઞાને દૂરનાંને નજીક લાવી દીધાં છે, તે જ વિજ્ઞાને પેાતાનાંને પારકા બનાવી દીધાં છે. લેક્સિ`પર્ક વધી ગયા છે. પણ લેાકસંગ્રહનુ કાર્ય જાણે હુ'મેશને માટે વિદ્યાય થઈ ગયું છે. લેાકેાના શરીરના સ્પર્શ થઇ રહ્યો છે. પણ પ્રાણને પ્રાણુ સાથે સ્પ નથી થતા. હાથ-પગ, આંખ-કાન વગેરેને ઠીકઠાક રાખવા માટે બુદ્ધિ અને યંત્રોના ઉપયોગ થઇ રહ્યો છે, પરંતુ દીન-દુઃખી આત્માને વિશાળ રૂપમાં જોવાની હૃદયની વિશાળતાની સાધના ભૂલાતી જાય છે. આ યુગમાં મનુષ્યની દેહભૂખ વધી ગઈ છે, પરંતુ આત્માની ભૂખ લગભગ મરી ગઈ છે. ભાગ-વિશ્વાસની સામગ્રીથી હજારા દુકાનેાની ઘેાભા વધી રહી છે, પણ આત્માના મહાન ગુણુસમૂહ મડદાળ બની. માનવસભ્યતાને મરૂભૂમિમાં પલટાવી રહ્યો છે. આર્થિક અને રાજનૈતિક સ્વાસ્થ્યને લીધે માનવી એબીનની ઘણી નિકટ આવી રહ્યો છે, પરંતુ ધાર્મિક અને આધ્યાત્મિક અને ભૂલી, એકબીજાથી અત્યંત દૂરના બન્યા છે. યંત્રોની ઉત્પાદન ક્ષમતા અસીમ હોવા છતાં પણ પ્રેમ રહિત માનવ સ‘સ્કૃતિ મરૂભૂમિની તપતી રેતીની માત્ર ભઠ્ઠી છે. આ પ્રેમનું ઉદ્ભવ સ્થાન હૃદય છે. યંત્ર નહિ'. પ્રેમના વિષય તરીકે સર્વ જીવા છે, લૌકિક સત્તા કે સપત્તિ નહિં. સામગ્રી એ સંસ્કૃતિને આત્મા નથી, પણ વાત્સલ્ય તેના આત્મા છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy